ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 6 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ', આભ ફાટે તેવી સ્થિતિની આગાહી | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 6 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ', આભ ફાટે તેવી સ્થિતિની આગાહી

Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની નવી આગાહી જાહેર કરી છે. 5 થી 7 જુલાઈ સુધી ડાંગ, વલસાડ અને ગીર સોમનાથ સહિત 6 જિલ્લાઓમાં આભ ફાટે તેવી સ્થિતિને લઈને રેડ એલર્ટ અપાયું છે.

અપડેટેડ 07:28:35 PM Jul 05, 2026 પર
Story continues below Advertisement
Gujarat weather forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની નવી આગાહી

Gujarat weather forecast: અમદાવાદ હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને અત્યંત મહત્વની અને ડરામણી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે, પરંતુ કેટલીક જગ્યાઓએ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે 5 થી 7 જુલાઈ સુધી "રેડ એલર્ટ" જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આભ ફાટે તેવો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.

કયા વિસ્તારોમાં છે રેડ એલર્ટનો ખતરો?

હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, નીચેના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આશંકા છે:

દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં 5 થી 7 જુલાઈ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ 5 જુલાઈના રોજ અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.


The Meteorological Department

દિવસ મુજબ વરસાદની આગાહી:

5 જુલાઈ (રવિવાર) અને 6 જુલાઈ (સોમવાર):

અત્યંત ભારે વરસાદ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સમાન વરસાદ ખાબકશે.

ભારેથી અતિભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે.

ભારે વરસાદ: પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

હળવોથી મધ્યમ વરસાદ: ઉત્તર અને મધ્ય ગુજરાત (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ) માં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. અહીં પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

7 જુલાઈ (મંગળવાર)

મંગળવારે પણ દક્ષિણ ગુજરાતને રાહત મળવાની કોઈ શક્યતા નથી. ડાંગ, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદનો સિલસિલો ચાલુ જ રહેશે. આ ઉપરાંત સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે.

8 જુલાઈ (બુધવાર)થી વરસાદનું જોર ઘટશે

બુધવારથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે. તેમ છતાં, વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારે વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 8 જુલાઇથી 11 જુલાઇ સુધી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઓછું થતું જશે.

તંત્ર દ્વારા ખાસ ચેતવણી

ભારે પવન, વીજળીના કડાકા અને અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જરૂર વગર ઘરની બહાર જવાનું ટાળવું અને સુરક્ષિત સ્થળે રહેવું હિતાવહ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 05, 2026 7:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.