વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાની જુગલબંધીના કારણે આગામી 4 July સુધીમાં તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે, જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળશે.
India Weather Today : દેશભરમાં ચોમાસું હવે પૂરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે, જેના કારણે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય 15થી વધુ રાજ્યોમાં તેજ પવન, વાવાઝોડું અને વીજળી પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વરસાદી માહોલ વધુ ઘાટો બનશે. આગામી બે દિવસમાં મોન્સૂન ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યુપી અને બિહારના બાકીના ભાગોને પણ કવર કરી લેશે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન ગગડશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાની જુગલબંધીના કારણે આગામી 4 July સુધીમાં તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે, જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળશે.
દિલ્હી, હરિયાણા અને પંજાબ: દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે 2 થી 4 July વચ્ચે આખા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર પ્રદેશ: પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 2 July સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ સાથે જ 6 July સુધી રાજ્યમાં ધૂળભરી આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
પહાડી રાજ્યો: ઉત્તરાખંડમાં 1 અને 2 Julyએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 2 અને 3 Julyએ તેમજ જમ્મુ-કાશ્મીરમાં 2 થી 4 July દરમિયાન ભારે વરસાદની આશંકા છે.
રાજસ્થાન: પૂર્વી રાજસ્થાનમાં 1 અને 2 July દરમિયાન 50 થી 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને 2 થી 6 July વચ્ચે ધોધમાર વરસાદ પડશે.
પૂર્વી અને ઉત્તર-પૂર્વી રાજ્યોમાં પૂરનું સંકટ
પૂર્વી ભારતમાં મોન્સૂન સંપૂર્ણ રીતે જામ્યું હોવાથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
બિહાર: બિહારમાં આજે અને આવતીકાલે ખૂબ જ ભારે વરસાદ સાથે વીજળી પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ અને સિક્કિમ: પહાડી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે આભ ફાટે તેવો વરસાદ પડી શકે છે, જ્યારે ગાંગેય પશ્ચિમ બંગાળમાં 5 અને 6 Julyએ ભારે વરસાદની આગાહી છે.
ઓડિશા અને ઝારખંડ: ઓડિશામાં 1 થી 4 July અને ઝારખંડમાં આજે તેજ પવન સાથે સારો વરસાદ થવાની આશા છે.
ઉત્તર-પૂર્વ ભારત: આસામ અને મેઘાલયમાં આજે અતિ ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે અરુણાચલ, નાગાલેન્ડ અને મણિપુરમાં 2 July સુધી વરસાદી માહોલ રહેશે.
મધ્ય અને પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં 1 થી 6 July સુધી ચોમાસું ધબધબાટી બોલાવશે. ખાસ કરીને 2 થી 4 July વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છત્તીસગઢ અને વિદર્ભ: આ વિસ્તારોમાં પણ 30 June થી 6 July સુધી સતત વરસાદનો દૌર ચાલુ રહેશે.
ગુજરાત અને મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને કોંકણમાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં 3 થી 6 July દરમિયાન ભારેથી ખૂબ ભારે વરસાદ થવાનું અનુમાન છે, જેના કારણે ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
દક્ષિણ ભારતમાં હાઈ એલર્ટ અને માછીમારોને ચેતવણી
કર્ણાટક અને કેરળના તટીય વિસ્તારોમાં સમુદ્ર ખૂબ જ તોફાની બનવાની આશંકા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે. તટીય કર્ણાટકમાં 6 July સુધી અને કેરળમાં આજે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણામાં પણ આગામી એક સપ્તાહ સુધી વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે. ખરાબ હવામાન અને ઉછળતા મોજાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સલાહ આપી છે.