Mobile traders: મોબાઈલના વેપારીઓ સ્ટેટ GSTના રડારમાં, તપાસમાં 22 કરોડની કરચોરી પકડાઈ! | Moneycontrol Gujarati
Get App

Mobile traders: મોબાઈલના વેપારીઓ સ્ટેટ GSTના રડારમાં, તપાસમાં 22 કરોડની કરચોરી પકડાઈ!

Mobile traders: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા ભુજ ખાતે કુલ 79 મોબાઈલ વિક્રેતાઓના ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી, તપાસ દરમિયાન શું ચોંકાવનારી વિગત સામે આવી?

અપડેટેડ 11:30:57 AM Oct 23, 2023 પર
Story continues below Advertisement
Mobile traders: તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે કે, મોટા ભાગના વેપારીઓ દ્વારા ખરીદ-વેચાણ કરેલ મોબાઈલ ફોનની કંપની, મોડેલ નંબર, કિંમત તથા IMEI નંબર સહિતનો કોઈ રેકર્ડ નિભાવવામાં આવ્યો ન હતો.

Mobile traders: ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. વિભાગને મળેલ માહિતી તેમજ વિભાગના સંશોધનને આધારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા ભુજ ખાતે કુલ 79 મોબાઈલ વિક્રેતાઓના ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ધ્યાને આવ્યું કે, આ પેઢીઓ દ્વારા રૂપિયા 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવી છે.

મોટાભાગના વેપારીઓ દ્વારા વિવિધ કંપનીઓના મોબાઈલ ફોનની ખરીદીઓ ટેક્ષ-ઈન્વોઈસથી કરી તેનું રોકડેથી બિલ વગર વેચાણ કરી દેવામાં આવતું તથા આવા ફોનની ખરીદીની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી બિલ વગર ખરીદેલ ફોનનાં B2B વેચાણોના ભરવાપાત્ર વેરા માટે કરવામાં આવતી હતી. આમ, આયોજન બધ્ધ રીતે કરચોરી આચરવામાં આવી હોવાનું જણાઇ આવ્યું છે. તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે કે, મોટા ભાગના વેપારીઓ દ્વારા ખરીદ-વેચાણ કરેલ મોબાઈલ ફોનની કંપની, મોડેલ નંબર, કિંમત તથા IMEI નંબર સહિતનો કોઈ રેકર્ડ નિભાવવામાં આવ્યો ન હતો.

કરચોરીમાં સામેલ વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના હિસાબો નિભાવવામાં આવ્યો ન હોવાથી કરચોરીની રકમનો તાગ મેળવવા વિભાગના અધિકારીઓને આવા સંખ્યાબંધ વ્યવહારોની ડેટા-એન્ટ્રી કરવાની ફરજ પડી હતી. તપાસ દરમિયાન રૂપિયા 3 કરોડની વસુલાત થઇ છે અને તપાસમાં મળી આવેલા બિલ વગરના 500થી વધુ મોબાઈલ ફોન સીઝ્ડ કરવામાં આવ્યા છે. વધુમાં સંખ્યાબંધ સ્થળોએ ઉપબ્ધ સાહિત્ય જપ્ત કરી તેની ઉંડાણપૂર્વકની ચકાસણી હાલ ચાલુ છે. ચકાસણીના અંતે કરચોરીની રકમ હજુ વધે તેવી શક્યતા રહેલી છે. મહત્વનું છે કે, હાલ તો GST વિભાગની કાર્યવાહીમાં 79 મોબાઈલ વેપારીઓ ધ્યાને આવ્યા છે પરંતુ આગામી દિવસોમાં વધુ વેપારીઓ GSTના સકંજામાં સપડાઇ શકે છે.


રાજ્યમાં જિલ્લા પ્રમાણે કુલ 79 જગ્યાએ તપાસ કાર્યવાહી

- અમદાવાદમાં 57 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

- સુરતમાં 8 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

- ભુજમાં 4 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

- રાજકોટ 3 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

- જૂનાગઢમાં 3 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

- વડોદરામાં 2 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

- મહેસાણામાં 2 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી

આ પણ વાંચો - Crime News: ફિલ્મને ટક્કર મારે તેવી કહાની, કથ્થકનું કોસ્ચ્યુમ પહેરી 10 લાખની ચોરીને આપ્યો અંજામ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2023 11:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.