Navratri tanishq gift scame: તમે તો કોઈને નથી કર્યો તનિષ્ક વાળો Whatsapp મેસેજ? iPhone ના ચક્કરમાં ખાલી થઈ જશે બેંકનું ખાતુ | Moneycontrol Gujarati
Get App

Navratri tanishq gift scame: તમે તો કોઈને નથી કર્યો તનિષ્ક વાળો Whatsapp મેસેજ? iPhone ના ચક્કરમાં ખાલી થઈ જશે બેંકનું ખાતુ

Navratri tanishq gift scame: આ રીતનો મેસેજ હાલમાં ઘણી સ્પીડથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એક લિંક મોકલવામાં આવે છે. અને 3 સવાલોની સાથે જ યૂઝરને કેટલાક હિડન ગિફ્ટ બૉક્સ સ્ક્રીન પર દેખાડવામાં આવે છે. આ બૉક્સમાં આઈફોન 15 હોવાનો દાંવો કરવામાં આવે છે.

અપડેટેડ 01:55:17 PM Oct 10, 2023 પર
Story continues below Advertisement
શું તનિષ્ક ગિફ્ટમાં આપી રહ્યુ છે iPhone 15?

Navratri tanishq gift scame: શું તમને પણ કોઈ દોસ્ત કે સગાવાલાએ તનિષ્કની ગિફ્ટ વાળો મેસેજ વૉટ્સએપ કર્યો છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે કે તનિષ્ક નવરાત્રી ઑફરમાં iPhone 15 ગિફ્ટ કરી રહ્યુ છે. પરંતુ આ ગિફ્ટને લેવા માટે તમારે પહેલા આ મેસેજને કેટલાક લોકોને મોકલવો પડશે. જો તમારી પાસે આ મેસેજ આવ્યો છે, તો ભૂલથી પણ તેને આગળ ફૉરવર્ડના કરશો. કારણ કે આ એક સ્કેમ મેસેજ છે. આ મેસેજ પર ક્લિક કરી કે પછી તેને ફૉરવર્ડ કરી તમે છેતરપિંડના શિકાર થઈ શકો છો અને તમને નાણાકીય નુકસાન પણ સહન કરવુ પડી શકે છે.

જાણો મેસેજમાં શું કહેવામાં આવે છે?

આ રીતના મેસેજ આ દિવસો ખુબ તેજીથી વૉટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એક લિંક મોકલવામાં આવી રહી છે. આ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે જ્વેલરી બૉન્ડ તનિષ્ક પોતાના ગ્રાહકોને એક કૉન્ટેસ્ટની સાથે iPhone 15 ગિફ્ટ કરી રહ્યા છે. મેસેજ વાંચ્યાની બાદ જેવા તમે આપેલ લિંક પર ક્લિક કરશો એટલે તમને કેટલાક સવાલ પૂછવામાં આવશે. યૂઝરથી તેમની ઉંમર અને ઝેંડર જેવી જાણકારી માંગવામાં આવી રહી છે.


Gold Mines in India: દર વર્ષે નિકળશે 750 કિલો સોનું, આગામી વર્ષના અંત સુધીમાં દેશની પહેલી પ્રાઇવેટ સોનાની ખાણનું પ્રોડક્શન થશે શરૂ

ગિફ્ટ જીતવા માટે 3 તક

ત્રણ સવાલોની સાથે જ યૂઝરને થોડા હિડન ગિફ્ટ બૉક્સ સ્ક્રીન પર દેખાડવામાં આવે છે. આ બૉક્સમાં આઈફન 15 હોવાનો દાવો કરવામાં આવે છે. ગિફ્ટને જીતવા માટે યૂઝર્સને 3 તક આપવામાં આવે છે. સવાલ આપીને યૂઝર iPhone 15 જીતી જાય છે. પરંતુ ત્યાર બાદ કહેવામાં આવે છે કે આ મેસેજ તમે પાંચ વૉટ્સએપ ગ્રુપ કે 20 કૉન્ટેક્ટને ફૉરવર્ડ કરો. ત્યારબાદ તમને ગિફ્ટ મળી જશે. પછી ફૉરવર્ડ કર્યા બાદ કોઈપણ રીતની ઈંસ્ટ્રક્શન નથી મળતી. અમે તનિષ્કની આધિકારિક વેબસાઈટ અને તેના સોશલ મીડિયા હેંડલ પર આ ઑફરના વિશેમાં તપાસ કરી. પરંતુ આ રીતની ઑફરની જાહેરાત અમને જોવા નથી મળી.

આવા મેસેજોથી રહો સાવધાન

એટલા માટે તમારી પાસે પણ આવા મેસેજ આવે છે, તો તેને તરત જ ડિલીટ કરી દો. કારણ કે બની શકે કે સાઈબર ફ્રૉડ કરવા વાળા તેના દ્વારા તમારી સાથે છેતરપિંડીની જાળમાં ફસાવી દે. ખરેખર, કોઈપણ બ્રાન્ડ્સ જ્યારે આ રીતની ઑફર શરૂ કરે છે, તો તેની જાણકારી પોતાની વેબસાઈટ પર આપે છે. તનિષ્કના કેસમાં આવુ કહીંજ નથી. એટલા માટે કોઈપણ આ રીતની ઑફરની લિંક પર ક્લિક કરવાથી બચો અને તમારી પર્સનલ જાણકારી કોઈને પણ શેર ન કરો.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2023 1:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.