ભારત સરકારે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને દેશમાં બ્લોક કરી દીધું છે. પાકિસ્તાન સરકારનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયાસ કરતી વખતે એક એકાઉન્ટ અટકાવાયેલ સૂચના દેખાઈ રહી છે. છેલ્લા છ મહિનામાં આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાનનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. આ પહેલા પણ એકવાર પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું. ભારત સરકારે પાકિસ્તાનનું ટ્વિટર એકાઉન્ટ શા માટે બ્લોક કર્યું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.