ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ ખાબક્યો | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ ખાબક્યો

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં મેઘમહેર. વલસાડના કપરાડામાં 4.45 અને ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ વરસાદથી જળબંબાકાર. જાણો તમારા જિલ્લાના વરસાદના લેટેસ્ટ આંકડા.

અપડેટેડ 11:31:05 AM Sep 14, 2026 પર
Story continues below Advertisement
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: 240 તાલુકાઓ ભીંજાયા

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરીને આખા રાજ્યને તરબોળ કરી દીધું છે. પ્રાપ્ત લેટેસ્ટ આંકડા મુજબ, સવારના 6 વાગ્યાથી લઈને બીજા દિવસના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 240 જેટલા તાલુકાઓમાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે.

Rain Gods Powerful Innings

વલસાડ અને ભરૂચમાં વરસાદે બોલાવી રમઝટ

રાજ્યમાં સૌથી વધારે વરસાદી આફત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. વલસાડ અને ભરૂચ જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. આંકડાઓ પર નજર કરીએ તો, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 4.45 ઇંચ (113 મીમી) વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ ભરૂચના વાલિયામાં પણ 3.82 ઇંચ (97 મીમી) જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ પડતાં નદી-નાળાઓ છલકાઈ ગયા છે.

Rain Gods Powerful Innings 1


રાજ્યના 16 તાલુકાઓમાં 2થી 4 ઇંચ વરસાદ

Rain Gods Powerful Innings 2

ગુજરાતના 16 થી વધુ એવા તાલુકાઓ છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 2 થી 4 ઇંચ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે. આ રહ્યા વધુ વરસાદ વાળા મુખ્ય તાલુકાઓના આંકડા:

24 કલાક

* બોટાદ (બરવાળા): 3.39 ઇંચ (86 મીમી)

* મહેસાણા (બેચરાજી): 3.35 ઇંચ (85 મીમી)

* નવસારી (વાંસદા): 3.27 ઇંચ (83 મીમી)

* વલસાડ (વાપી): 3.11 ઇંચ (79 મીમી)

* સુરત (ઉમરપાડા): 3.03 ઇંચ (77 મીમી)

* સુરેન્દ્રનગર (ચૂડા): 2.83 ઇંચ (72 મીમી)

* નર્મદા (ગરુડેશ્વર): 2.76 ઇંચ (70 મીમી)

અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ પલટાયો માહોલ

Rain Gods Powerful Innings 3

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં અઢી ઇંચથી વધુ એટલે કે 2.56 ઇંચ (65 મીમી) વરસાદ નોંધાયો છે. જ્યારે આણંદમાં પણ સારા એવા વરસાદી ઝાપટાં પડ્યા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, ગ્રામ્ય વિસ્તાર ધંધૂકામાં 2.13 ઇંચ (54 મીમી) વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં સરેરાશ 1.69 ઇંચ (43 મીમી) વરસાદ નોંધાયો છે.

Rain Gods Powerful Innings 4

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોના પાકને નવું જીવતદાન મળ્યું છે અને લોકોમાં ખુશીનો માહોલ છે. જોકે, અમુક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો- BRICS Summit 2026: 3 દિવસ, 15 મુલાકાતો અને મોટા નિર્ણયો... જાણો PM મોદીના ‘પાવર પેક્ડ' શિડ્યુલની ઇનસાઇડ સ્ટોરી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 14, 2026 11:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.