RBI Monetary Policy: ગવર્નરે નાણાકીય વર્ષ 24 માં મોંધવારી દર 5.1% પર રહેવાનું જતાવ્યુ અનુમાન - RBI Monetary Policy: Governor forecasts inflation to remain at 5.1% in FY24 | Moneycontrol Gujarati
Get App

RBI Monetary Policy: ગવર્નરે નાણાકીય વર્ષ 24 માં મોંધવારી દર 5.1% પર રહેવાનું જતાવ્યુ અનુમાન

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે MPCના નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે FY2024માં મોંઘવારી દર 5.1 ટકા પર રહી શકે છે. મોંઘવારી 2024 ના પહેલા ક્વાર્ટરમાં 4.6% અને બીજા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ છે. જ્યારે મોંઘવારી ત્રીજા ક્વાર્ટરમાં 5.5% અને ચોથા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ છે.

અપડેટેડ 12:56:20 PM Jun 08, 2023 પર
Story continues below Advertisement
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે દેશમાં મોંઘવારી દર ઘટતી રહી છે પરંતુ તે હુજ પણ લક્ષ્યનની ઊપર બનેલી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) એ આજે MPC ના નિર્ણયની માહિતી આપતા જણાવ્યુ કે રેપો રેટને 6.5 ટકા પર જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એ પણ કહ્યુ કે મોંઘવારી દર હજુ પણ ઊંચા સ્તર પર બનેલો છે એેવામાં મૌદ્રિક નીતિને આગળની દિશા પર અનિશ્ચિતતા કાયમ છે. તેમણે કહ્યુ કે દેશમાં મોંઘવારી દર ઘટતી રહી છે પરંતુ તે હુજ પણ લક્ષ્યનની ઊપર બનેલી છે. આ સંબોઘનમાં આરબીઆઈ ગવર્નરે આગળ કહ્યુ કે નાણાકીય વર્ષ 2024 માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહી શકે છે જ્યારે આ સમયમાં મોંઘવારી દર 5.1 ટકા પર રહી શકે છે.

રિયલ જીડીપી ગ્રોથ રેટ રહી શકે છે 6.5%

તેમણે આગળ કહ્યુ કે 2024 માં દેશની રિયલ જીડીપી ગ્રોથ રેટ 6.5 ટકા પર રહેવાનો અંદાજ લગાવામાં આવ્યો છે. ત્યારે ક્વાર્ટરના આઘાર પર Q1FY24 માં જીડીપી દર 8 ટકા રહી શકે છે. નાણાકીય વર્ષ 24 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી દર 6.5 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6 ટકા જ્યારે ચોથા ક્વાર્ટરમાં 5.7 ટકા રહી શકે છે.


નાણાકીય વર્ષ 2024 માં ચારેય ક્વાર્ટરમાં મોંઘવારી દરનો આ છે અંદાજ

RBI ગવર્નરે એ પણ કહ્યુ કે નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં 4.6% રહેવાનો અંદાજ લગાવામાં આવ્યો છે. એ જ રીતે નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2024 ના મોંઘવારી ત્રીજા ક્વાર્ટરમાં 5.5% પર રહેવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. જ્યારે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ છે.

છેલ્લી એમપીસી બેઠકમાં મોંઘવારી દરના 4.2% નું હતુ અનુમાન

શક્તિકાંત દાસે એ પણ કહ્યુ કે બધા મહત્વના ફેક્ટર્સને ધ્યાનમાં રાખાત અને તે માનતા કે આ વર્ષ મોનસૂન સામાન્ય રહેશે તે અનુમાન લગાવામાં આવ્યુ છે કે નાણાકીય વર્ષ 24 માં રિટેલ મોંઘવારી દર 5.1 ટકા પર રહેશે. તમને જણાવી દઈએ કે એપ્રિલમાં છેલ્લા એમપીસી મીટિંગમાં આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024 માં મોંઘવારી દર 4.2 ટકા રહેવાનુ અનુમાન કર્યુ હતુ. જ્યારે રિયલ જીડીપી ગ્રોથના 6.5 ટકા પર રહેવાનો અંદાજ લગાવામાં આવ્યો હતો.

RBI Monetary Policy: તમારી લોનના EMI નથી વધે, RBI એ રેપો રેટમાં બદલાવ કર્યો નથી

MoneyControl News

MoneyControl News

First Published: Jun 08, 2023 12:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.