T20 World Cup: PM મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના, આજે નિકળશે વિજય પરેડ | Moneycontrol Gujarati
Get App

T20 World Cup: PM મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના, આજે નિકળશે વિજય પરેડ

T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતીને પોતાના દેશ પરત ફરી છે. ટીમ ઈન્ડિયા સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. ટીમના તમામ ખેલાડીઓ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં સાંજે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવશે.

અપડેટેડ 04:01:48 PM Jul 04, 2024 પર
Story continues below Advertisement
ટીમના ખેલાડીઓ એરપોર્ટથી સીધા નરીમાન પોઈન્ટ આવશે. મુંબઈ પોલીસની સાથે એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓ પણ હાજર છે.

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આજે ભારતની ધરતી પર પગ મૂક્યો છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવી છે. ભારતે ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ખરાબ હવામાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, 11 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ કોઈ ICC ટ્રોફી જીતી છે. ચાહકોએ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટ પર વહેલી સવારથી જ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. રોહિત એન્ડ કંપની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને ગયા હતા. પીએમ મોદીએ ખેલાડીઓ સાથે નાસ્તો કર્યો હતો. હાલમાં ભારતીય ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમના નિવાસસ્થાનેથી નીકળી ગયા છે. ટીમ ઈન્ડિયા સાંજે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લેશે.


ભારતીય ક્રિકેટ ટીમ આઈટીસી મૌર્યમાં રોકાઈ

મુંબઈ જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રોકાઈ હતી. ટીમ ઈન્ડિયા માટે હોટલની અંદર રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. અહીં પહોંચતા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ફૂલોના હાર અને તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ટીમ ઈન્ડિયા માટે કેક પણ તૈયાર કરવામાં આવી હતી.

બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી ટીમ ઈન્ડિયા

29 જૂને વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આગામી 3 દિવસ સુધી બાર્બાડોસમાં અટવાયેલી રહી. હરિકેન બેરીલને કારણે બાર્બાડોસનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં BCCI સેક્રેટરી જય શાહે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી હતી. જેમાં આખી ટીમ ઈન્ડિયા, તેમના પરિવારજનો, સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના અધિકારીઓ અને ભારતીય મીડિયાના સભ્યો પણ દેશ જવા રવાના થયા હતા.

મુંબઈમાં વિજય સરઘસ નીકળશે

પીએમ આવાસથી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થઈ ગઈ છે. અહીંથી ટીમ ઈન્ડિયાનું વિજય સરઘસ કાઢવામાં આવશે. આ માટે મુંબઈમાં મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી છે. આ શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાઈ શકે છે.

મુંબઈ એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા

મુંબઈ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા જ્યાંથી બહાર નીકળવાની છે તે ગેટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ટીમના ખેલાડીઓ એરપોર્ટથી સીધા નરીમાન પોઈન્ટ આવશે. મુંબઈ પોલીસની સાથે એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓ પણ હાજર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 04, 2024 4:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.