ઈન્ડિયા ગેટની સુંદરતા જોઈને ટ્રમ્પ ફિદા! ફોટો શેર કરી કહ્યું- ‘અમે આનાથી પણ મોટું સ્મારક બનાવીશું’ | Moneycontrol Gujarati
Get App

ઈન્ડિયા ગેટની સુંદરતા જોઈને ટ્રમ્પ ફિદા! ફોટો શેર કરી કહ્યું- ‘અમે આનાથી પણ મોટું સ્મારક બનાવીશું’

Donald Trump India Gate: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઈન્ડિયા ગેટના વખાણ કર્યા છે. તેમણે વોશિંગ્ટન ડી.સી.માં એક ભવ્ય 'વિક્ટરી આર્ચ' બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે અમારું સ્મારક સૌથી મહાન હશે. જાણો ટ્રમ્પની શું છે યોજના.

અપડેટેડ 12:02:13 PM Feb 03, 2026 પર
Story continues below Advertisement
Donald Trump India Gate: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઈન્ડિયા ગેટના વખાણ કર્યા છે.

Donald Trump India Gate: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારતના ઐતિહાસિક સ્મારક ‘ઈન્ડિયા ગેટ’ની ભવ્યતાના ભરપેટ વખાણ કર્યા છે. સોમવારે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર નવી દિલ્હીના ઈન્ડિયા ગેટનો એક ફોટો શેર કર્યો હતો. આ 1921 ના યુદ્ધ સ્મારકની તસવીર સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, "ભારતનું સ્થાપત્ય ખૂબ જ સુંદર છે, પરંતુ આપણું (અમેરિકાનું) સ્થાપત્ય સૌથી મહાન હશે."

વોશિંગ્ટનમાં ભવ્ય સ્મારક બનાવવાની ઈચ્છા

આ પોસ્ટના એક દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડી.સી.માં પણ એક વિશાળ સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ‘એરફોર્સ વન’માં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક એવું ભવ્ય સ્થાપત્ય હોવું જોઈએ જે પોતાનામાં જ અનોખું અને સૌથી વિશાળ હોય. આ વાતચીતના બીજા જ દિવસે તેમણે ઈન્ડિયા ગેટનો ફોટો શેર કરીને અમેરિકામાં પણ આવું જ કંઈક બનાવવાનો સંકેત આપ્યો હતો.


ટ્રમ્પે શું દલીલ કરી?

ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અન્ય દેશો સાથે સરખામણી કરતા કહ્યું કે, "સમગ્ર વિશ્વમાં 57 એવા શહેરો છે જ્યાં આ પ્રકારના શાનદાર સ્થાપત્યો આવેલા છે. વોશિંગ્ટન ડી.સી. એકમાત્ર એવું મુખ્ય શહેર છે જ્યાં આવું કોઈ વિજય સ્મારક (Victory Arch) નથી."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "આપણે વિશ્વની સૌથી મોટી શક્તિ (Superpower) છીએ. અન્ય શહેરોમાં યુદ્ધો અને રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ દર્શાવતા અનેક સ્થાપત્યો છે, પરંતુ વોશિંગ્ટનમાં આવું કંઈ નથી. હું ઈચ્છું છું કે વોશિંગ્ટનમાં પણ આવું એક સ્મારક બને અને તે દુનિયામાં સૌથી વિશાળ હોય."

ક્યારે અને ક્યાં બનશે આ સ્મારક?

ટ્રમ્પની યોજના અનુસાર, આ પ્રસ્તાવિત સ્મારક અમેરિકાની 250 મી વર્ષગાંઠના ઉજવણીનો ભાગ હશે, જે 4 જુલાઈ, 2026 ના રોજ આવવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ એક કાયમી બાંધકામ હશે. ગયા ડિસેમ્બરમાં ટ્રમ્પે ‘પોલિટિકો’ને જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ પ્રોજેક્ટનું કામ આવનારા બે મહિનામાં શરૂ થઈ જશે.

આ સ્મારક ક્યાં બનશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આ ડિઝાઈન પેરિસના પ્રખ્યાત ‘આર્ક ડી ટ્રાયમ્ફ’ (Arc de Triomphe) થી પ્રેરિત હશે. એવી શક્યતા છે કે વોશિંગ્ટનમાં લિંકન મેમોરિયલની સામે પોટોમેક નદીના કિનારે આ ભવ્ય સ્મારક બનાવવામાં આવે.

ટ્રમ્પને ‘વિશાળ મોડલ’ પસંદ પડ્યું

છેલ્લા થોડા મહિનાઓથી ટ્રમ્પની ઓફિસમાં આ સ્મારકની અલગ-અલગ ડિઝાઈન રજૂ કરવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસમાં એક ડિનર કાર્યક્રમ દરમિયાન દાનદાતાઓને આ સ્ટ્રક્ચરના નાના મોડલ બતાવવામાં આવ્યા હતા. ત્યારે મોડલ હાથમાં લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, "નાનું હોય કે મધ્યમ, બધા સારા લાગે છે, પરંતુ મને લાગે છે કે સૌથી વિશાળ મોડલ જ શ્રેષ્ઠ રહેશે."

આ પણ વાંચો - India US Tariff Deal: ટ્રમ્પ અને મોદીના દાવા અલગ-અલગ? અમેરિકા સાથેની ટેરિફ ડીલ પર ચીન પણ બોલ્યું, જાણો શું છે મામલો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 03, 2026 12:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.