ક્વાડ બેઠક દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "તેઓ ખૂબ જ ટફ મેન છે.
ફિલિપાઇન્સની રાજધાની મનિલા ખાતે યોજાયેલી ક્વાડ લીડર્સ સમિટમાં વૈશ્વિક રાજકારણની મોટી તસવીર સામે આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્તકંઠે વખાણ કરતા તેમને 'ખૂબ જ ટફ મેન' ગણાવ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદી એક મજબૂત વ્યક્તિત્વ ધરાવતા નેતા છે અને તેમની સાથે અમેરિકાના સંબંધો હંમેશાંથી ખૂબ જ ઉત્તમ રહ્યા છે.
"પીએમ મોદી ખૂબ જ ટફ મેન છે" - ટ્રમ્પ
ક્વાડ બેઠક દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "તેઓ ખૂબ જ ટફ મેન છે. બની શકે કે જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી તેમના કરતાં પણ વધુ સખત હોય! પરંતુ અમે પણ ઠીક જ છીએ."
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, "આ તમામ દેશો અને તેમના નેતાઓ સાથે અમારા શરૂઆતથી જ ખૂબ સારા સંબંધો રહ્યા છે. હું લાંબા સમયથી આ ત્રણેય નેતાઓ સાથે જોડાયેલો છું. આ તમામ અદ્ભુત લોકો છે અને મારા ખાસ મિત્રો છે. આ દોસ્તીથી વૈશ્વિક સ્તરે કામ કરવું ઘણું આસાન થઈ જાય છે."
#WATCH | Manila, Philippines | US President Donald Trump says, "...He (PM Modi) is a very tough man, just in case and she (Japanese PM Sanae Takaichi) may be even tougher. We're okay, too..."
"We have a great relationship with these people and these countries. Right from the beginning. I've been with all three of them for a long time, and they're phenomenal people. They're friends of mine. So that helps...By the way, he's a very tough man, just in case and she may be even tougher. We're okay, too..." (Video Source: The White House) — ANI (@ANI) November 17, 2026
આગામી 12 મહિનામાં દુનિયા ચોંકી જશે
ક્વાડ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિએ મોટો દાવો કરતા જણાવ્યું કે, અમેરિકા પાસે હાલમાં વિશ્વની સૌથી શક્તિશાળી સબમરીન છે. તેમણે કહ્યું કે, "આગામી 12 મહિનામાં અમે કંઈક એવું કરવા જઈ રહ્યા છીએ જે આખી દુનિયાને ચોંકાવી દેશે. અમે ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ. વૈશ્વિક સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવામાં આવશે."
ટ્રમ્પે એ વાત પર પણ ભાર મૂક્યો કે ક્વાડના સભ્ય દેશો (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) હવે મળીને સંયુક્ત સૈન્ય યુદ્ધાભ્યાસ કરશે.
વર્ષ 2027 માં યોજાશે ક્વાડ દેશોની આર્થિક બેઠક
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વર્ષ 2027 માં ક્વાડ દેશોની એક ખાસ આર્થિક બેઠક યોજવામાં આવશે. અમેરિકા આ જૂથમાં મોટા પાયે આર્થિક રોકાણ કરશે.
તેમણે કહ્યું કે, "આ વર્ષ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. ક્વાડ જૂથનું પુનરુત્થાન થયું છે, અમારો સહયોગ વધ્યો છે અને અમારી દોસ્તી વધુ ગાઢ બની છે. આપણા ચાર દેશો મુક્ત, ખુલ્લા, સ્થિર અને અત્યંત સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના ચાર મજબૂત સ્તંભ છે."
શું છે ક્વાડ જૂથ?
ક્વાડ એ ચાર શક્તિશાળી દેશો — ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું એક વ્યૂહાત્મક જૂથ છે. મનિલામાં આયોજિત આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, આર્થિક સ્થિરતા અને ચીનના વધતા પ્રભાવ સામે પ્રાદેશિક સુરક્ષાને મજબૂત કરવાનો છે.