વ્હાઇટ હાઉસમાં ટેક જાયન્ટ્સ સાથે ટ્રમ્પની ઐતિહાસિક ડિનર મિટિંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ વ્હાઇટ હાઉસમાં ટેક જગતના દિગ્ગજોની એક ખાસ ડિનર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એપલના સીઈઓ ટિમ કૂક, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને ઓરેકલના સીઈઓ સફ્રા કેટ્ઝ સામેલ થયા હતા.
ટ્રમ્પે આ ગ્રુપને 'હાઈ IQ' ગ્રુપ ગણાવીને ગૌરવ વ્યક્ત કર્યું અને કહ્યું કે, "આ લોકો બિઝનેસ અને ટેક્નોલોજીમાં ક્રાંતિ લાવી રહ્યા છે." બેઠકમાં ટ્રમ્પે ખાસ કરીને ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ અને સત્ય નડેલાને અમેરિકામાં તેમની કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે પૂછ્યું.
.@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States... That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy
સુંદર પિચાઈએ જણાવ્યું કે ગૂગલ આગામી બે વર્ષમાં અમેરિકામાં 250 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. આના પર ટ્રમ્પે પ્રશંસા કરતા કહ્યું, "આથી ઘણી નોકરીઓ ઊભી થશે, અમને તમારા પર ગર્વ છે." પિચાઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને એક પરિવર્તનકારી યુગ ગણાવ્યો અને કહ્યું કે અમેરિકાને આ ક્ષેત્રમાં આગળ રહેવું જોઈએ.
સત્ય નડેલાએ જણાવ્યું કે માઇક્રોસોફ્ટ અમેરિકામાં દર વર્ષે 75-80 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. તેમણે ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, "તમે વૈશ્વિક સ્તરે અમેરિકન ટેક્નોલોજી માટે બજાર વિસ્તાર અને વિશ્વાસ ઊભો કર્યો છે."
બિલ ગેટ્સની ટિપ્પણી અને ટ્રમ્પનું હાસ્ય
બિલ ગેટ્સે જણાવ્યું કે તેઓ તેમના કરિયરના બીજા તબક્કામાં છે અને માઇક્રોસોફ્ટની સફળતાથી મળેલી સંપત્તિ દાન કરી રહ્યા છે. આ સાંભળી ટ્રમ્પ હસી પડ્યા. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે તેમની પાસે માઇક્રોસોફ્ટના શેર છે, જેની કિંમત 28 ડોલરથી વધીને 500 ડોલરથી પણ ઉપર ગઈ છે.
આ પહેલાં, પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે AI એજ્યુકેશન પર એક વર્કફોર્સ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં પિચાઈ અને આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણા પણ સામેલ થયા હતા. આ બેઠકે અમેરિકન ટેક્નોલોજીની વૈશ્વિક અસર અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ, જે ટેક જગત અને અમેરિકન ઇકોનોમી માટે એક મહત્વનો પ્રસંગ બની રહ્યો.