વેદાંતાના અનિલ અગ્રવાલ મુશ્કેલીમાં: પ્લાન્ટ બ્લાસ્ટ મામલે FIR નોંધાતા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સમર્થનમાં આવ્યા, જાણો શું છે પૂરો વિવાદ
Vedanta Plant Blast: વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ વિરુદ્ધ છત્તીસગઢમાં FIR નોંધાતા બિઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો છે. 23 કામદારોના મોત બાદ નોંધાયેલી આ FIR અંગે નવીન જિંદાલ અને વિજય કેડિયાએ પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર અહેવાલ.
Vedanta Plant Blast: વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ વિરુદ્ધ છત્તીસગઢમાં FIR નોંધાતા બિઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
Anil Agarwal FIR: ભારતીય માઇનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા (Vedanta)ના ફાઉન્ડર અને ચેરમેન અનિલ અગ્રવાલ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયા છે. છત્તીસગઢ સરકાર દ્વારા તેમના વિરુદ્ધ એક ગંભીર મામલે FIR નોંધવામાં આવી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અને ઉદ્યોગ જગતમાં નવી ચર્ચા છેડાઈ છે. જ્યાં એક તરફ પીડિતો માટે ન્યાયની માંગ થઈ રહી છે, તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીના મોટા માથાઓ અનિલ અગ્રવાલના સમર્થનમાં ઉતરી આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત છત્તીસગઢમાં આવેલા વેદાંતાના એક પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી થઈ હતી. 14 એપ્રિલના રોજ થયેલા આ અકસ્માતમાં 23 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે તપાસ બાદ છત્તીસગઢ પોલીસે અનિલ અગ્રવાલ સહિત કુલ 10 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્લાન્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. જોકે, અનિલ અગ્રવાલ તરફથી હજુ સુધી આ FIR અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઉદ્યોગ જગતના દિગ્ગજો મેદાને
અનિલ અગ્રવાલ વિરુદ્ધ થયેલી કાયદાકીય કાર્યવાહીને લઈને બિઝનેસ જગતના અનેક અગ્રણીઓએ સવાલો ઉઠાવ્યા છે:
નવીન જિંદાલ (જિંદાલ સ્ટીલના ચેરમેન):
The tragedy in Chhattisgarh is deeply painful. 20 families have lost everything. Proper compensation, livelihood support for the families, and a thorough investigation are non-negotiable.
કુરુક્ષેત્રના સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલ આ મામલે સૌથી પહેલા બોલ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તપાસ પૂરી થયા પહેલા જ અનિલ અગ્રવાલનું નામ FIRમાં સામેલ કરવું એ ચિંતાનો વિષય છે. પ્લાન્ટના રોજિંદા ઓપરેશનમાં તેમની કોઈ સીધી ભૂમિકા હોતી નથી.
વિજય કેડિયા (દિગ્ગજ રોકાણકાર):
If a factory accident = FIR on the promoter, then.. Train accident → FIR on the Railway Minister? Air crash → FIR on aviation authorities? Pothole death → FIR on the Municipal Commissioner? Accountability must be consistent , not selective. — Vijay Kedia (@VijayKedia1) April 18, 2026
જાણીતા શેરબજાર રોકાણકાર વિજય કેડિયાએ આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યું કે, જો ફેક્ટરીમાં અકસ્માત માટે પ્રમોટર પર FIR થાય, તો ટ્રેન અકસ્માત માટે રેલ મંત્રી અને વિમાન દુર્ઘટના માટે એવિએશન અધિકારીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ. તેમણે જવાબદારી નક્કી કરવામાં ભેદભાવ ન રાખવાની સલાહ આપી છે.
મોહનદાસ પાઈ (ઇન્ફોસિસના પૂર્વ CFO):
Very very wrong to file a FIR against @AnilAgarwal_Ved vicarious liability cannot be fixed on a person who is not responsible for that particular place. He is not the Occupier A total over reach creating fear in industry. Minister @arjunrammeghwal@PiyushGoyal please have a look. https://t.co/mumkIj68BE
પાઈના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિ જે સ્થળ પર સીધી રીતે જવાબદાર નથી, તેના પર પરોક્ષ રીતે જવાબદારી થોપવી ખોટું છે.
વિરોધનો સૂર પણ ઉઠ્યો
જોકે, ઉદ્યોગપતિઓના આ સમર્થન સામે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. પારસ ગ્રુપના પ્રવેશ જૈને નવીન જિંદાલની પોસ્ટ પર વળતો પ્રહાર કરતા પૂછ્યું કે, "તમારું દિલ ક્યાં છે? છત્તીસગઢમાં 20 થી વધુ પરિવારો બરબાદ થઈ ગયા છે. અનેક ઘરના કમાનારા સભ્યો ચાલ્યા ગયા છે, તેમનું શું?"
તપાસમાં શું બહાર આવ્યું?
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટની શરૂઆતી તપાસ મુજબ, પ્લાન્ટના મેનેજમેન્ટ અને સંબંધિત કર્મચારીઓની લાપરવાહીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ અત્યારે આ મામલે ઉંડી તપાસ કરી રહી છે. નોંધનીય છે કે અકસ્માત બાદ અનિલ અગ્રવાલે પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
કોઈપણ ઉદ્યોગમાં કામદારોની સુરક્ષા સૌથી ઉપર હોવી જોઈએ, પરંતુ જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે ટોચના મેનેજમેન્ટની કેટલી જવાબદારી બને છે, તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે છત્તીસગઢ પોલીસની તપાસમાં આગળ શું વળાંક આવે છે અને વેદાંતા ગ્રુપ આ કાયદાકીય લડાઈનો સામનો કેવી રીતે કરે છે.