US tariffs India: ટ્રમ્પ પ્રશાસનના ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાના ઊર્જા સેક્રેટરી ક્રિસ રાઈટે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ખુલ્લેઆમ વાત કરી. તેઓએ કહ્યું કે, "હું ભારતનો હજાર ટકા ફેન છું અને તે અમેરિકાનો અદ્ભુત અલાય છે." પણ, રશિયન ક્રુડ ખરીદીને કારણે યુક્રેનમાં ચાલતા યુદ્ધને અપ્રત્યક્ષ રીતે ટેકો મળે છે, તેના પર તેઓએ વાંધો ઉઠાવ્યો.
ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઈટે સ્પષ્ટ કહ્યું, "ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની જરૂર નથી. વિશ્વમાં અનેક ઓઇલ એક્સપોર્ટર્સ છે. રશિયન ઓઇલ સસ્તું મળે છે કારણ કે કોઈ ખરીદવા નથી માગતું, અને તેના પૈસા ત્યાં જાય છે જ્યાં દર અઠવાડિયે હજારો લોકો મરી રહ્યા છે." તેઓએ ભારતને વિનંતી કરી કે, "અમે તમને પનિશ કરવા માગતા નથી, પણ યુદ્ધને અંત લાવવા માટે તમારી સાથે કામ કરીએ."
અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યા છે, જેમાં 25% વધારાનો ભાગ રશિયન ઓઇલ ઇમ્પોર્ટને કારણે છે. આથી બંને દેશો વચ્ચે વેપારમાં તણાવ વધ્યો છે, પણ રાઈટે આશા વ્યક્ત કરી કે, "પ્રમુખ ટ્રમ્પ આ વોરને એન્ડ કરવા માગે છે, અને તેનાથી અમારા સંબંધોમાં ફ્રિક્શન ઓછું થશે." તેઓએ નેચરલ ગેસ, કોલ, ન્યુક્લિયર અને ક્લીન ફ્યુલ્સમાં ભારત સાથે એનર્જી ટ્રેડ વધારવાની ઇચ્છા પણ દર્શાવી.
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે તાજેતરની મીટિંગમાં પણ આ વિષય પર ચર્ચા થઈ. રાઈટે કહ્યું, "અમે ક્રિએટિવ વેમાં વોરને સ્ટોપ કરવા માટે કામ કરી રહ્યા છીએ." બીજી તરફ, અમેરિકાના અન્ય અધિકારીએ કહ્યું કે PM મોદી અને ટ્રમ્પ વચ્ચે જલ્દી જ મીટિંગ થઈ શકે છે, ખાસ કરીને આગામી QUAD સમિટમાં.