MSCI India Rejig : અદાણી ગ્રીન અને Groww સહિત 12 શેરોની થશે શાનદાર એન્ટ્રી, Astral સહિત 3 શેરો ફેંકાશે બહાર
MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અદાણી ગ્રીન અને Groww સહિત 12 કંપનીઓની એન્ટ્રી થઈ શકે છે, જ્યારે 3 કંપનીઓ બહાર થઈ શકે છે. રોકાણ કરતા પહેલા જાણો કયા શેરમાં આવશે વિદેશી ફંડ.
ઓગસ્ટ મહિનાના રિવ્યૂ દરમિયાન MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં કેટલીક મોટી કંપનીઓની એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા છે. અદાણી ગ્રીન, ગ્રોવ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ. એથર એનર્જીના સમાવેશની શક્યતા મધ્યમ છે.
MSCI India Rejig : શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં બહુ જલ્દી રીબેલેન્સિંગ થવા જઈ રહ્યું છે. આ મોટા ફેરફારની સત્તાવાર જાહેરાત 12 ઓગસ્ટના રોજ માર્કેટ બંધ થયા પછી કરવામાં આવશે. આ રીબેલેન્સિંગ અંતર્ગત ઈન્ડેક્સમાં 12 નવી કંપનીઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે 3 કંપનીઓ બહાર ફેંકાઈ શકે છે. જો આ ફેરફારોની જાહેરાત થશે,,,તો તેનો અમલ 31 ઓગસ્ટ, 2026 થી શરૂ થઈ જશે.
કયા શેરોની થશે નવી એન્ટ્રી?
ઓગસ્ટ મહિનાના રિવ્યૂ દરમિયાન MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં કેટલીક મોટી કંપનીઓની એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા છે. અદાણી ગ્રીન, ગ્રોવ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ. એથર એનર્જીના સમાવેશની શક્યતા મધ્યમ છે. તેનો આધાર ફ્રી-ફ્લોટ એડજસ્ટેડ માર્કેટ કેપમાં સતત સુધારા પર રહેશે. લેન્સકાર્ટ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો સમાવેશ થવાની શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે.
નવી એન્ટ્રીથી કેટલું ફંડ આવશે?
જો આ કંપનીઓ ઈન્ડેક્સમાં સામેલ થશે, તો તેમાં મોટું પેસિવ ઈનફ્લો આવી શકે છે. જેએમ ફાઈનાન્શિયલના રિપોર્ટ મુજબ અંદાજિત આંકડા નીચે મુજબ છે.
ગ્રોવ : $82.1 કરોડ
અદાણી ગ્રીન: $77.3 કરોડ
અદાણી એનર્જી સોલ્યુશન્સ: $34.2 કરોડ
એથર એનર્જી: $24.4 કરોડ
લેન્સકાર્ટ: $17.6 કરોડ
SAIL: $17 કરોડ
સ્મોલ કેપથી સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં પ્રમોશન
કેટલાક શેરો એવા પણ છે જે MSCI ઈન્ડિયા સ્મોલ કેપ ઈન્ડેક્સમાંથી પ્રમોટ થઈને સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં જઈ શકે છે. લોરસ લેબ્સ અને બાયોકોનના પ્રમોટ થવાના ચાન્સ સૌથી વધારે છે. કોફોર્જના ચાન્સ મીડિયમ છે.
ગ્લેનમાર્ક ફાર્મા અને ઊનો મિન્ડાના ચાન્સ ઓછા છે. સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં જવા પર કોફોર્જમાં અંદાજે $ 56.7 કરોડ, લોરસ લેબ્સમાં $55.4 કરોડ, ગ્લેનમાર્ક ફાર્મામાં $33 કરોડ, બાયોકોનમાં $28.5 કરોડ અને ઊનો મિન્ડામાં $20.6 કરોડનું રોકાણ આવવાની ધારણા છે.
ઈન્ડેક્સમાંથી કઈ કંપનીઓ થશે બહાર?
જેમ નવી કંપનીઓ આવશે, તેમ કેટલીક કંપનીઓ આ ઈન્ડેક્સમાંથી બહાર પણ થશે. જેના કારણે તેમાંથી ફંડ પાછું ખેંચાઈ શકે છે. એસ્ટ્રલ બહાર થવાની શક્યતા સૌથી વધુ છે. આનાથી લગભગ $13.8 કરોડનું આઉટફ્લો થઈ શકે છે.
SBI કાર્ડ્સ બહાર થવાની શક્યતા મીડિયમ છે. તેમાંથી અંદાજે $14.6 કરોડનું ફંડ જઈ શકે છે. બહાર થવાના ચાન્સ ઓછા છે, પરંતુ જો બહાર થાય તો $ 16.7 કરોડનું આઉટફ્લો જોવા મળી શકે છે.