બજારમાં અચાનક મોટો કડાકો: સેન્સેક્સ ઉપલા સ્તરેથી 700 પોઈન્ટ તૂટ્યો, જાણો નિફ્ટી 24500ની નીચે જવા પાછળનાં 3 મુખ્ય કારણો | Moneycontrol Gujarati
Get App

બજારમાં અચાનક મોટો કડાકો: સેન્સેક્સ ઉપલા સ્તરેથી 700 પોઈન્ટ તૂટ્યો, જાણો નિફ્ટી 24500ની નીચે જવા પાછળનાં 3 મુખ્ય કારણો

RBIની પોલિસી બાદ શેરબજારમાં આવેલી શાનદાર તેજી અચાનક ગાયબ! સેન્સેક્સ ઉપલા સ્તરેથી 700 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24500 ની નીચે સરક્યો. જાણો આ મોટા કડાકા પાછળના 3 મોટા કારણો.

અપડેટેડ 02:30:15 PM Aug 05, 2026 પર
Story continues below Advertisement
જેવી બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરની નકારાત્મક ખબરો આવવા લાગી, કે તરત જ મોટા રોકાણકારોએ સવારની તેજીનો ફાયદો ઉઠાવીને ઉપલા સ્તરેથી પોતાનો નફો બુક કરવાનું શરૂ કરી દીધું. આ અચાનક આવેલી

Sensex-Nifty turns red: આજે શેરબજારમાં રોકાણકારોને ભારે રોલરકોસ્ટર રાઇડનો અનુભવ થયો છે. સવારે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની જાહેરાત અને રેપો રેટ સ્થિર રહેવાના નિર્ણયને કારણે બજારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ બપોર પડતા જ આખી બાજી પલટાઈ ગઈ. શરૂઆતની તમામ તેજી ગુમાવીને સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા છે. ઓગસ્ટ સિરીઝની સેન્સેક્સની પહેલી વીકલી એક્સપાયરીના બરાબર એક દિવસ પહેલા આ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

આંકડા શું કહે છે? ક્યાંથી ક્યાં ગબડ્યું બજાર?

બપોરે 02:06 વાગ્યાની આસપાસના આંકડા મુજબ,,સેન્સેક્સ 34.44 પોઈન્ટ (0.04%) ના મામૂલી ઘટાડા સાથે 78,394.51 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 86.65 પોઈન્ટ (0.35%) ના નુકસાન સાથે 24,528.25 ના સ્તરે આવી ગયો.

ઉપલા સ્તરેથી મોટો કડાકો

આજે દિવસ દરમિયાન સેન્સેક્સે 79,055.38 ની જબરદસ્ત ઊંચી સપાટી બનાવી હતી, પરંતુ ત્યાંથી તે અચાનક 743.99 પોઈન્ટ તૂટીને 78,311.39 ના નીચલા સ્તરે આવી ગયો. નિફ્ટી પણ 24,677.60 ની ટોચ પરથી 179.20 પોઈન્ટ ગગડીને 24,498.40 ના લેવલ સુધી સરકી ગયો હતો. નોંધનીય છે કે આ કડાકો બોલાયો તે પહેલા સેન્સેક્સ 626 પોઈન્ટ અને નિફ્ટી 62 પોઈન્ટ પ્લસમાં રમી રહ્યા હતા.


બજારનો મૂડ બગાડનાર 3 મુખ્ય કારણો કયા છે?

1. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ

શેરબજાર તૂટવાનું સૌથી મોટું કારણ જિયો-પોલિટિકલ ટેન્શન છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળડમરુમધ્યને લઈને એક મોટું અને આક્રમક નિવેદન આપ્યું છે. કેલિફોર્નિયામાં ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો આ દરિયાઈ રસ્તો બંધ રહેશે, તો ઈરાને બહુ મોટા અને આકરા હુમલાનો સામનો કરવો પડશે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે હાલ બંને પક્ષો વચ્ચે વિવાદ ઉકેલવા સારી વાતચીત ચાલી રહી છે અને આગામી 48 કલાકમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. આ નિવેદનથી બજારમાં ગભરાહટ ફેલાઈ છે.

2. હાઈ લેવલ પર પ્રોફિટ બુકિંગ

જેવી બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરની નકારાત્મક ખબરો આવવા લાગી, કે તરત જ મોટા રોકાણકારોએ સવારની તેજીનો ફાયદો ઉઠાવીને ઉપલા સ્તરેથી પોતાનો નફો બુક કરવાનું શરૂ કરી દીધું. આ અચાનક આવેલી વેચવાલીના કારણે માર્કેટ સીધું નીચે પટકાયું.

3. નિફ્ટી માટે 24,700 નો મજબૂત રેઝિસ્ટન્સ

ટેકનિકલ લેવલની વાત કરીએ તો, નિફ્ટી 24,677 ની સપાટીને અડીને થાકી ગયો અને દબાણમાં આવી ગયો. એક્સિસ સિક્યોરિટીઝના એનાલિસ્ટ્સનું સ્પષ્ટ કહેવું છે કે, આજના સત્ર માટે 24,700 નો આંકડો એક મોટો અવરોધ બનીને ઊભો છે. જ્યાં સુધી નિફ્ટી આ લેવલને પાર નહીં કરે ત્યાં સુધી 24,900 ના દરવાજા નહીં ખુલે. ઘટાડાની સ્થિતિમાં નીચેની તરફ 24,500 અને ત્યારબાદ 24,427નું લેવલ બજાર માટે મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો-BSE Share Price: આ શેર બનશે રોકેટ, 5 વર્ષમાં પૈસા કર્યા 26 ગણા, હવે 11 એક્સપર્ટ્સે આપી Buyની મોટી સલાહ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 05, 2026 2:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.