Afcons Infrastructure Share: બજાર ખુલતાની સાથે શેરને લાગ્યા પાંખ, 10% સુધી ઉછળ્યો; જાણો કારણ
RBIએ Tata Sonsની NBFC લાઇસન્સ સરેન્ડર કરવાની અરજી ફગાવી દેતાં કંપની માટે શેરબજારમાં લિસ્ટિંગનો માર્ગ ખુલ્યો છે. આ સમાચારથી Shapoorji Pallonji Group સાથે જોડાયેલા શેરોમાં તેજી જોવા મળી, જેમાં Afcons Infrastructure 10% સુધી ઉછળ્યો અને Gokak Textilesમાં અપર સર્કિટ લાગી.
RBI દ્વારા Tata Sonsની NBFC લાઇસન્સ સરેન્ડર કરવાની અરજી ફગાવાયા બાદ Shapoorji Pallonji Group સાથે જોડાયેલા શેરોમાં જોરદાર તેજી જોવા મળી, જેમાં Afcons Infrastructureનો શેર 10% સુધી ઉછળ્યો.
Afcons Infrastructure Share Price: શાપૂરજી પલ્લોનજી ગ્રુપ (SP Group) સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં 15 સપ્ટેમ્બરે બજાર ખુલતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. તેનું મુખ્ય કારણ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા ટાટા સન્સની NBFC લાઇસન્સ સરેન્ડર કરવાની અરજી ફગાવી દેવામાં આવવી છે. આ નિર્ણય બાદ ટાટા સન્સ માટે શેરબજારમાં લિસ્ટિંગનો રસ્તો ખુલ્યો છે.
એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 10% સુધી ઉછળ્યો
બજાર ખુલ્યા બાદ એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 10% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, બાદમાં તેજી થોડી ઘટી હતી. બપોરે 1 વાગ્યે શેર 9.14% વધીને ₹277 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ ઉપરાંત ગોકાક ટેક્સટાઇલ્સનો શેર 10% વધીને ₹64.35 પર પહોંચ્યો હતો, ત્યારબાદ તેમાં અપર સર્કિટ લાગી હતી. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જીનો શેર પણ એક સમયે ₹186 સુધી પહોંચ્યો હતો. બાદમાં તેજી ઘટીને બપોરે 1 વાગ્યે શેર 0.75% વધીને ₹181.57 પર હતો.
ટાટા સન્સના લિસ્ટિંગથી એસપી ગ્રુપને ફાયદો
ટાટા સન્સના શેરબજારમાં લિસ્ટિંગથી શાપૂરજી પલોનજી ગ્રુપને મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે ગ્રુપ પાસે ટાટા સન્સમાં 18%થી વધુ હિસ્સેદારી છે. આ કારણે ટાટા સન્સના લિસ્ટિંગની સંભાવનાથી એસપી ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ખરીદી જોવા મળી છે.
15 સપ્ટેમ્બરે ટાટા ગ્રુપની કેટલીક કંપનીઓના શેરમાં પણ તેજી જોવા મળી હતી. તેમાં ટાટા કેમિકલ્સ, ટાટા મોટર્સ પીવ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ અને ટીસીએસનો સમાવેશ થાય છે.
ટાટા સન્સએ 2024માં RBIને કરી હતી અરજી
ટાટા સન્સએ પોતાનું NBFC લાઇસન્સ સરેન્ડર કરવા માટે 2024માં આરબીઆઈ સમક્ષ અરજી કરી હતી. આરબીઆઈએ સમીક્ષા કર્યા બાદ ગયા સપ્તાહના અંતમાં આ અરજી ફગાવી દીધી હતી. તેની સીધી અસર 15 સપ્ટેમ્બરે બજાર ખુલતાની સાથે ટાટા સન્સ સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળી હતી.
લિસ્ટિંગથી વેલ્યુએશન અનલોક થવાની શક્યતા
ટાટા સન્સના લિસ્ટિંગથી તેની સાથે જોડાયેલી કંપનીઓના વેલ્યુએશનમાં વધારો અને શેરહોલ્ડર્સ માટે વેલ્યુ અનલોક થવાની શક્યતા છે. આ જ કારણસર બજારમાં એકંદરે નબળાઈ હોવા છતાં ટાટા ગ્રુપ અને એસપી ગ્રુપની કેટલીક કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો.
ટાટા સન્સ, ટાટ ગ્રુપની હોલ્ડિંગ કંપની છે અને તેના નિયંત્રણ હેઠળ ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને એર ઈન્ડિયા જેવી મોટી કંપનીઓ આવે છે.
ટાટા સન્સ લિસ્ટિંગથી બચવા માંગે છે, પરંતુ નિયમો મહત્વના
ટાટા સન્સ પોતાને શેરબજારમાં લિસ્ટ કરાવવા માંગતી નથી. જોકે, તે અપર-લેયર એનબીએફસી હોવાથી તેના પર લિસ્ટિંગના નિયમો લાગુ પડે છે. નિયમો અનુસાર, Upper-Layer NBFC માટે નિર્ધારિત સમયગાળામાં શેરબજારમાં લિસ્ટિંગ કરાવવું જરૂરી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.