ચંદ્રયાન-૩ની સફળતાથી ભારત ઈતિહાસ રચ્યો છે. જે કંપનીઓ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને પાર્ટસની સપ્લાય કરતી હતી તેમના શૅર ભાવમાં પણ વધારો થયો છે. તાતા એલેક્સી, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ અને એમટીએઆર ટેકનોલોજીસના શૅર ભાવ ત્રણથી ૧૦ ટકાની રેન્જમાં ગુરુવારે વધ્યા હતા.
ઉપરાંત મિશ્ર ધાતુ નિગમ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL), ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (BEL) અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના શૅર ભાવ બાવન સપ્તાહની નવી ટોચને સ્પર્શયા હતા. પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપની ઈનવાસેટ પીએમએસના રિસર્ચના હેડ અને પાર્ટનર અનિરુદ્ધ ગર્ગે કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતાને લીધે ભારતીય એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીઓ માટે ઘણી તક ઉભી થશે. ભારતની સ્પેસ એજન્સી ઈસરોની આગળ જતા ઘણી મોટી યોજનાઓ છે.
વેન્ચ્યુરાના રિસર્ચ હેડ વિનીત બોલિન્જકરે કહ્યું કે ચંદ્રયાન-૩ એક શરૂઆત છે અને ટૂંકા ગાળે ઘણા સ્પેસ મિશન જોવા મળશે. સ્પેસ ઉદ્યોગની કંપનીઓ માટે આગામી સમયમાં ભાવિ ઉજ્જવળ છે.
સરકાર સ્વ-નિર્ભર ઉપર ધ્યાન આપીને નિકાસમાં વધારો કરવા માટે પ્રોત્સાહન આપતી હોવાથી ડિફેન્સ કંપનીઓના શૅરમાં પહેલાથી જ સકારાત્મકતા છે. આ ક્ષેત્રની કંપનીઓની ઓર્ડર બુક સારા પ્રમાણમાં છે અને વૃદ્ધિનો આઉટલુક પણ સારો છે. ડિફેન્સ શૅર્સ ઓવરબોટ કેટેગરીમાં હોવાનું કહેવાય છે.
નીચે આપેલી કંપનીઓનો ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગમાં ફાળો હોવાનુ કહેવાય છેઃ
• ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ
• ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ