બ્લોક ડિલને લીધે ત્રણ લોઅર સર્કીટ બાદ આખરે જિઓ ફાઈનાન્સિયલનો શૅર ગ્રીન ઝોનમાં આવ્યો | Moneycontrol Gujarati
Get App

બ્લોક ડિલને લીધે ત્રણ લોઅર સર્કીટ બાદ આખરે જિઓ ફાઈનાન્સિયલનો શૅર ગ્રીન ઝોનમાં આવ્યો

સતત ત્રણ સત્ર સુધી લોઅર સર્કીટ લાગ્યા બાદ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ. (Jio Financial Services Ltd) નો શૅર શુક્રવારે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શૅર પાંચ ટકા ઘટીને 202.80 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. પરંતુ મોટી બ્લોક ડિલ થવાથી શૅર ભાવમાં વધારો થયો હતો.

અપડેટેડ 11:34:26 AM Aug 25, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સતત ત્રણ સત્ર સુધી લોઅર સર્કીટ લાગ્યા બાદ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ. (Jio Financial Services Ltd) નો શૅર શુક્રવારે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શૅર પાંચ ટકા ઘટીને 202.80 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. પરંતુ મોટી બ્લોક ડિલ થવાથી શૅર ભાવમાં વધારો થયો હતો.

    સવારે 10 વાગ્યાની આસપાસ ચાર બંચમાં ટ્રેડ થયા જેમાં 6.46 કરોડ શૅર્સનું ટ્રેડિંગ થયુ હતું. પરિણામે બીએસઈમાં આ સમયે શૅર 224 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગુરુવારના બંધ ભાવની સરખામણીએ એક ટકા વધુ છે.

    ગુરુવાર ૨૪ ઓગસ્ટના રોજ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસના ૧.૭૪ કરોડ શૅર્સનું એક્સચેન્જમાં વિવિધ બંચ ટ્રેડ્સ થયા હતા, એમ બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવવામાં યું હતું. ખરીદદાર અને વેચાણકર્તા કોણ છે એ બાબતે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી.


    પીવીસી પાઈપ્સ બિઝનેસને ₹235 કરોડમાં ખરીદતા સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની ટોચે

    છેલ્લા ત્રણ સત્રમાં કંપનીનો શૅર 13.2 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોનું કહેવુ છે કે કંપનીના શૅરમાં ઘટાડાનું કારણ ફંડામેન્ટલ્સ નહીં પરંતુ ટેકનિકલ પરિબળો છે. 21 ઓગસ્ટના રોજ કંપની એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. આ દિવસે જ પ્રિ-ઓપન સેશન થયુ હતું અને શૅર ભાવ 261.85 રૂપિયા નક્કી થયો હતો અને માર્કેટ કેપિટલાઈઝેશન 1.65 લાખ કરોડ રૂપિયા હતું.

    બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાંથી જિઓ બાકાત થવાનું હોવાથી એક્સચેન્જ-ટ્રેડેડ અને ઈન્ડેક્સ ફંડ્સે જિઓના શૅર્સમાંથી રોકાણ પાછુ ખેંચ્યુ હતું. નુવામા વેલ્થે તાજેતરમાં જ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે પેસિવ ઈન્ડેક્સ ટ્રેકર્સ જિઓ ફાઈનાન્સિયલના 14.5 કરોડ જેટલા શૅર્સનું વેચાણ કરી શકે છે. જોકે, એમએસસીઆઈ અને એફટીએસઈ ઈન્ડેક્સમાં જિઓ ફાઈનાન્સિયલની હાજરી રહેશે. રંતુ નવી ખરીદી અથવા વેચાણ જોવા મળશે નહીં એમ નુવામાનાં અભિલાષ પાગરીયાએ કહ્યું હતું.

    અગાઉ સ્ટોક એક્સચેન્જોએ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસના શૅરને બેન્ચમાર્ક ઈન્ડેક્સમાંથી બાકાત રાખવાનું ૨૩ ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 25, 2023 11:18 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.