શુક્રવારે સ્થાનિક શૅરબજારની શરૂઆત નબળી રહી હતી તેમ છતાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની નવી ટોચ (4,564.20 કરોડ)ના સ્તરે પહોંચ્યો હતો કારણ કે તેમણે પાર્વતી એગ્રો પ્લાસ્ટનો પીવીસી પાઈપ્સ બિઝનેસને 235 કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો છે.

સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝે પાર્વતી એગ્રો પ્લાસ્ટ સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. આમાં દરેક ફિક્સ્ડ એસેટ્સ, સાધનો, મોલ્ડ્સ અને ડાઈઝ, સ્પેર પાર્ટસ, દરેક ઈનટેન્જિબલ એસેટ્સ, પ્રોપરી રાઈટ્સ, દરેક લાઈસન્સ, મંજૂરીઓ અને દરેક મટેરિયલ કોન્ટ્રેક્ટ્સ વગેરેનો સમાવેશ છે.
પાર્વતી એગ્રે પ્લાસ્ટના બિઝનેસને હસ્તગત કરવાથી સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝની પાઈપિંગ ડિવિઝનની ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક 36 હજાર મેટ્રીક ટનનો વધારો થશે. તેમ જ ઓ-પીવીસી પાઈપ ટેકનોલોજી પણ હવે ઉપલબ્ધ થશે.
જૂન 2023 માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો આંશિક વધીને 215.54 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 7.3 ટકા વધીને 2,368.58 કરોડ રૂપિયા થઈ હતી. આ સિવાય સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર 31 ઓગસ્ટ, 2023ના રોજથી એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સમાં પણ ઉમેરાશે. એમએસસીઆઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ એ મોટા ભાગે વૈશ્વિક ફંડ ગૃહો દ્વારા વપરાય છે જેને વૈશ્વિક ઈક્વિટી પોર્ટફોલિયોનો બેન્ચમાર્ક પણ ગણવામાં આવે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.