Asian Market Today: સેમિકન્ડક્ટર શેરોમાં તેજીથી કોસ્પી 5%થી વધુ ઉછળ્યો, જાણો ગ્લોબલ બજારની લેટેસ્ટ સ્થિતિ
સેમિકન્ડક્ટર શેરોમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે એશિયન બજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5% થી વધુ વધ્યો છે. જાણો ગ્લોબલ માર્કેટ, ક્રૂડ ઓઈલ અને અમેરિકા-ઈરાન તણાવની લેટેસ્ટ અપડેટ.
યેનની નબળાઈને કારણે જાપાનની વેપાર ખાધ જૂન મહિનામાં વધીને 406.9 બિલિયન યેન ($2.49 બિલિયન) પર પહોંચી ગઈ છે, જેનું અનુમાન માત્ર 120 બિલિયન યેન હતું.
Asian Market Today : આજે ગ્લોબલ માર્કેટમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર શેરોમાં સતત થઈ રહેલી ખરીદીને કારણે બુધવારે એશિયન બજારો સળંગ બીજા સેશનમાં ગ્રીન ઝોનમાં આગળ વધ્યા છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો છે.
એશિયન બજારોની લેટેસ્ટ સ્થિતિ
એશિયાના અલગ-અલગ શેરબજારો પર નજર કરીએ તો મિશ્રથી લઈને ભારે તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે,,,કોસ્પીમાં સેમિકન્ડક્ટર શેરોના સપોર્ટથી દક્ષિણ કોરિયાના આ ઇન્ડેક્સમાં સૌથી મોટો 5.24% નો ઉછાળો નોંધાયો છે.
નિક્કેઇ 225, જાપાનનો આ ઇન્ડેક્સ 1.81% વધીને ટ્રેડ કરી રહ્યો છે. તાઇવાન માર્કેટ 1.85% ના વધારા સાથે 45,050.66 ના સ્તર પર પહોંચી ગયું છે. શાંઘાઇ કમ્પોઝિટ ચીનનું આ બજાર 0.41% ની સામાન્ય તેજી સાથે 3,880.99 ના લેવલ પર જોવા મળ્યું છે. બીજી તરફ હોંગકોંગનો હેંગસેંગ 0.86% ઘટીને 24,901.00 પર અને સ્ટ્રેટ ટાઇમ્સ 0.45% ની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે.
અમેરિકન બજારમાં રેકોર્ડ તેજી
મંગળવારે અમેરિકન શેરબજાર જોરદાર વધારા સાથે બંધ થયું હતું. ટેક અને સેમિકન્ડક્ટર શેરોની તેજીને કારણે નાસ્ડેક ઇન્ડેક્સમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.ડાઉ જોન્સ 385.38 પોઇન્ટ (0.74%) વધીને 52,224.64 ની સપાટીએ પહોંચ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 65.92 પોઇન્ટ (0.89%) ના ઉછાળા સાથે 7,509.20 પર બંધ થયો હતો. નાસ્ડેક 329.13 પોઇન્ટ (1.29%) ઉછળીને 25,837.21 ના મજબૂત સ્તર પર બંધ રહ્યો હતો.
ટેક શેરોમાં જબરદસ્ત ખરીદી
માઇક્રોન ટેક્નોલોજીના શેરમાં સૌથી વધુ 12.17% નો ઉછાળો આવ્યો હતો. આ સિવાય ઇન્ટેલ 8.64%, AMD 8.11%, સ્પેસએક્સ 3.08%, ટેસ્લા 2.53%, બ્રોડકોમ 2.21% અને એનવિડિયાના શેરમાં 1.97% નો વધારો જોવા મળ્યો હતો. જોકે, માઇક્રોસોફ્ટના શેરમાં 1.13% નો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકા-ઈરાન યુદ્ધ અને જ્યોપોલિટિકલ ટેન્શન
અમેરિકન સેનાના જણાવ્યા અનુસાર, તેમણે ઈરાન પર સતત 11મા દિવસે હુમલા કર્યા છે. જેમાં ઈરાનના મિલિટરી ઓપરેશન સેન્ટર, એરક્રાફ્ટ હેંગર, ડ્રોન સ્ટોરેજ અને લોજિસ્ટિક્સને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે ટૂંક સમયમાં પિકેક્સ માઉન્ટેન આસપાસના વિસ્તારો પર હુમલા કરવામાં આવશે.
ટ્રમ્પની નવી ટેરિફ પોલિસી
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ 2028 થી ઈમ્પોર્ટ થતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી બે વર્ષ સુધી આવી દવાઓ પર 0% ટેરિફ રહેશે, ત્યારબાદ એક વર્ષ માટે તે વધારીને 100% અને પછી 200% કરી દેવામાં આવશે.
જાપાનનું અર્થતંત્ર અને બોન્ડ યીલ્ડ
યેનની નબળાઈને કારણે જાપાનની વેપાર ખાધ જૂન મહિનામાં વધીને 406.9 બિલિયન યેન ($2.49 બિલિયન) પર પહોંચી ગઈ છે, જેનું અનુમાન માત્ર 120 બિલિયન યેન હતું. જૂનમાં એક્સપોર્ટ 19.3% અને ઈમ્પોર્ટ 25.4% વધ્યું છે. મોંઘવારીની ચિંતા વચ્ચે જાપાનીઝ ગવર્મેન્ટ બોન્ડની 10 વર્ષની યીલ્ડ 2.5 bps વધીને 2.745% થઈ ગઈ છે, જ્યારે 40 વર્ષના બોન્ડની યીલ્ડ 3.89% પર સ્થિર છે.
કોમોડિટી માર્કેટ: ક્રૂડ ઓઈલ અને સોનામાં ઉછાળો
મિડલ ઈસ્ટમાં સપ્લાય ખોરવાવાની આશંકાએ કાચા તેલના ભાવમાં તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ 1.22% વધીને $92.12 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 1.09% વધીને $85.26 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ ચમક યથાવત છે. સ્પોટ ગોલ્ડ 0.1% વધીને $4,080.79 પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદી $58.83 પ્રતિ ઔંસ પર સ્થિર છે.
કરન્સી માર્કેટ: ડોલરની સ્થિતિ
અમેરિકન ડોલર હાલમાં એક સપ્તાહની ઊંચી સપાટીની નજીક છે. છ કરન્સી સામે ડોલરની મજબૂતી માપતો 'ડોલર ઇન્ડેક્સ' 101.20 ના સ્તર પર છે. યેન સામે ડોલર થોડો ઘટીને 163.06 યેન પર છે. જ્યારે યુરો $1.1401 અને સ્ટર્લિંગ $1.3385 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.