નિફ્ટીની સરખામણીમાં બેન્ક નિફ્ટીનું ચાર્ટ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. જો બજારમાં કોઈ રેલી આવશે, તો તેમાં બેન્ક નિફ્ટીનો રોલ સૌથી મોટો હશે.
Stock Market View: ગત 4 જૂનના રોજ સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે, નીચેના સ્તરેથી નિફ્ટી અને સેન્સેક્સમાં સારી રિકવરી જોવા મળી અને બજાર લીલા નિશાનમાં બંધ થયું. બેન્ક નિફ્ટીમાં પણ નીચેના સ્તરેથી લગભગ 1%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજના બજારની ચાલ કેવી રહેશે અને કયા શેરોમાં કમાણીની તક છે, તે વિશે રઘુનાથ કેપિટલના CEO પવન માહેશ્વરીએ ખાસ માહિતી આપી છે.
કેવું રહ્યું ગત સત્રનું બજાર?
નિષ્ણાતના મંતવ્ય પર જઈએ તે પહેલાં બજારની સ્થિતિ પર એક નજર કરીએ,,,કારોબારના અંતે નિફ્ટી 11 પોઈન્ટ વધીને 23,417 પર અને સેન્સેક્સ 14 પોઈન્ટ વધીને 74,360 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 122 પોઈન્ટ ઉછળીને 54,308 પર અને મિડકેપ 279 પોઈન્ટ વધીને 60,967 ના સ્તરે બંધ થયો હતો. સ્મોલકેપ, મિડકેપ, એનર્જી, ફાર્મા, રિયલ્ટી, PSE અને CPSE ઈન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે IT, ઈન્ફ્રા અને મેટલ શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 માંથી 27 અને સેન્સેક્સના 30 માંથી 17 શેરોમાં વેચવાલી હતી. જ્યારે બેન્ક નિફ્ટીના 14 માંથી 8 શેરોમાં ખરીદી રહી હતી. ડોલર સામે રૂપિયો 8 પૈસા નબળો પડીને 95.79 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
નિફ્ટી અંગે એક્સપર્ટનો વ્યૂ
માર્કેટ એક્સપર્ટ પવન માહેશ્વરીના જણાવ્યા અનુસાર, ગઈકાલે સવારે માર્કેટ નીચે ખૂલ્યા બાદ સારી રિકવરી બતાવી હતી. છેલ્લા બે દિવસથી અહીં એક સારો ડિમાન્ડ ઝોન બન્યો છે. જોકે, હાલનું લેવલ હજુ પૂરેપૂરું કન્ફર્મ નથી. પરંતુ જો નિફ્ટી 23,600 ની ઉપર ટકી રહે છે, તો અહીંથી એક સારી તેજી જોવા મળી શકે છે. ટેકનિકલ રીતે અત્યારે વેઈટ એન્ડ વોચની સ્થિતિ છે. 23,600 પાર થતા જ ખરીદીની શાનદાર તક બનશે.
બેન્ક નિફ્ટી અંગેનો વ્યૂ
નિફ્ટીની સરખામણીમાં બેન્ક નિફ્ટીનું ચાર્ટ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. જો બજારમાં કોઈ રેલી આવશે, તો તેમાં બેન્ક નિફ્ટીનો રોલ સૌથી મોટો હશે. અત્યારે સરકારી અને પ્રાઈવેટ બંને બેંકો સારું પ્રદર્શન કરી રહી છે.બેન્ક નિફ્ટી માટે 53,200 ની આસપાસ એક મજબૂત બોટમ દેખાઈ રહ્યો છે. આવનારા સમયમાં બેન્ક નિફ્ટી 55,000 થી 55,700 અને છેક 56,000 સુધી જતો જોવા મળી શકે છે. માહેશ્વરી બેન્ક નિફ્ટી પર ઘણા બુલિશ છે. જો નિફ્ટી 23,600 પાર કરે તો બેન્ક નિફ્ટીમાં નવી લોંગ પોઝિશન બનાવી શકાય છે.
પવન માહેશ્વરીના 2 બેસ્ટ પિક્સ
Tata Motors PV
આ શેર ગઈકાલે 400 રૂપિયાની આસપાસ બંધ થયો હતો.આ સ્ટોકમાં 420 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે. રોકાણકારોએ 385 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો. 420 નો ટાર્ગેટ આવ્યા બાદ સ્ટોપ લોસ ટ્રેલ કરી શકાય છે. આ શેર લાંબી તેજી માટે તૈયાર દેખાઈ રહ્યો છે.
Shriram Finance
આ શેરમાં ગઈકાલે જે પ્રકારની કેન્ડલ બની છે, તે જોતા ભવિષ્યમાં સારી તેજીના સંકેત છે.આ સ્ટોક ટૂંક સમયમાં 960 થી 980 રૂપિયાના લેવલ બતાવી શકે છે.આ ટ્રેડ માટે 899 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાની સલાહ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.