દિલ્હીમાં આજે 24 કેરેટ શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,49,630 અને ચાંદી પ્રતિ કિલો 2,35,520 ના સ્તર પર આવી ગઈ છે.
Gold ETF Price Fall: બુધવારે એકતરફ સ્થાનિક શેરબજારમાં રોનક જોવા મળી અને સેન્સેક્સ-નિફ્ટી 50 અડધા ટકા જેટલા ઉછળ્યા, ત્યારે બીજી તરફ સોના અને ચાંદીના ઈટીએફમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. વૈશ્વિક પરિબળોને કારણે ગોલ્ડ ઈટીએફ 3% થી વધુ તૂટ્યા છે, જ્યારે સિલ્વર ઈટીએફમાં પણ આશરે 5% નો મોટો કડાકો નોંધાયો છે.
વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડની કિંમત 1.9% ઘટીને $4,181.04 પ્રતિ ઔંસ અને સ્પોટ સિલ્વર 2.1% ઘટીને $64.01 પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય નરમાઈની અસર સ્થાનિક બજાર પર પણ પડી છે. દિલ્હીમાં આજે 24 કેરેટ શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,49,630 અને ચાંદી પ્રતિ કિલો 2,35,520 ના સ્તર પર આવી ગઈ છે.
સોના અને ચાંદીના ETF ના હાલચાલ
ગોલ્ડ ETF
Nippon India Gold BeES (GOLDBEES): 3.1% ના ઘટાડા સાથે 121.54 પર બંધ આવ્યો.
ICICI Prudential Gold ETF (GOLDIETF): 3.3% ઘટીને 125.69 પર પહોંચ્યો.
SBI Gold ETF (SETFGOLD): 3.2% ના ઘટાડા સાથે 125.33 પર રહ્યો.
Tata Silver ETF (TATSILV): 4.8% ઘટીને 22.42 ના સ્તરે પહોંચ્યો.
કયા 4 કારણોથી સોના-ચાંદી પર દબાણ વધ્યું?
બજારના નિષ્ણાતોના મતે કિંમતી ધાતુઓમાં આવેલી આ નરમાઈ પાછળ મુખ્યત્વે 4 મોટા કારણો જવાબદાર છે:
અમેરિકા-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલ: અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય ટકરાવ વધતા ક્રૂડ ઓઈલના ભાવમાં 1% નો ઉછાળો આવ્યો છે. તેલ મોંઘું થતાં બજારમાં મોંઘવારી વધવાનો ડર પેદા થયો છે.
મોનેટરી પોલિસીમાં વિલંબની આશંકા: કાચા તેલની વધતી કિંમતોને કારણે એવી આશંકા સેવાઈ રહી છે કે કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં ઘટાડો કરવામાં ઉતાવળ નહીં કરે, જેનાથી સોનાની માગ પર અસર પડી છે.
મજબૂત થતો યુએસ ડોલર: ક્રૂડના ભાવ વધવાની સાથે ગ્લોબલ માર્કેટમાં અમેરિકન ડોલર વધુ મજબૂત બન્યો છે. ડોલર મજબૂત થવાને કારણે અન્ય કરન્સી ધરાવતા દેશો માટે સોનું અને ચાંદી ખરીદવું મોંઘું બને છે, જેથી ડિમાન્ડ ઘટી ગઈ છે.
લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર: મોંઘવારીને કાબૂમાં રાખવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની સેન્ટ્રલ બેંકો લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રાખી શકે છે. ઊંચા વ્યાજદર સામાન્ય રીતે સોનાના રોકાણ માટે નકારાત્મક માનવામાં આવે છે.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.