જુલાઈના પહેલા 15 દિવસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 15,559 કરોડ ઠાલવ્યા. કન્ઝ્યુમર અને મેટલ સેક્ટરમાં સૌથી વધુ ખરીદી. જાણો લેટેસ્ટ માર્કેટ અપડેટ.
ગયા મહિનાના અંતિમ બે અઠવાડિયામાં ખરીદદાર રહ્યા બાદ, વિદેશી રોકાણકારોએ જુલાઈના પહેલા હાફમાં 15,559 કરોડના શેરોની નેટ ખરીદી કરી છે. અગાઉ જૂનના બીજા પખવાડિયામાં તેમણે 14,105 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
FII Buying and Selling: ભારતીય શેરબજારમાં રોકાણ કરતા સામાન્ય રોકાણકારોની નજર હંમેશા વિદેશી રોકાણકારોની ચાલ પર હોય છે. વિદેશી રોકાણકારો કયા સેક્ટરમાં પૈસા લગાવી રહ્યા છે અને કયા શેરો વેચી રહ્યા છે, તે જાણવું ખૂબ જ મહત્વનું બની જાય છે. તાજેતરના લેટેસ્ટ ડેટા મુજબ, જુલાઈ મહિનાના પહેલા પખવાડિયામાં (પ્રથમ 15 દિવસમાં) વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં જબરદસ્ત ખરીદી કરી છે.
ગયા મહિનાના અંતિમ બે અઠવાડિયામાં ખરીદદાર રહ્યા બાદ, વિદેશી રોકાણકારોએ જુલાઈના પહેલા હાફમાં 15,559 કરોડના શેરોની નેટ ખરીદી કરી છે. અગાઉ જૂનના બીજા પખવાડિયામાં તેમણે 14,105 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
FII ની બજારમાં વાપસીના મુખ્ય કારણો
વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજાર તરફ વળ્યા છે, તેની પાછળ મુખ્ય 4 કારણો જવાબદાર છે.
શેરોનું બહેતર વેલ્યુએશન
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં આવેલો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો
AI સાથે જોડાયેલા શેરોમાં આવેલો ઘટાડો, જેનાથી નવી તક ઊભી થઈ
આ સેક્ટર્સમાં થઈ તાબડતોડ ખરીદી
જુલાઈના પહેલા 15 દિવસમાં વિદેશી રોકાણકારોએ અમુક ખાસ સેક્ટરમાં ખોબલેને ખોબલે પૈસા ઠાલવ્યા છે.
કન્ઝ્યુમર સર્વિસ
આ સેક્ટર FII ની પહેલી પસંદ બન્યું છે. જૂનના અંતમાં 3,081 કરોડની ખરીદી બાદ, જુલાઈના પહેલા હાફમાં તેમાં 7,361 કરોડનું મોટું રોકાણ કરવામાં આવ્યું છે.
મેટલ્સ અને માઇનિંગ
આ સેક્ટરમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જૂનના અંતમાં અહીંથી 4,370 કરોડ કાઢી લેવાયા હતા, પરંતુ જુલાઈના પહેલા હાફમાં વિદેશી રોકાણકારોએ 5,993 કરોડની બમ્પર ખરીદી કરી છે.
હેલ્થકેર
આ સેક્ટરમાં પણ રોકાણ વધ્યું છે. જૂનના 1,435 કરોડની સામે જુલાઈના પહેલા 15 દિવસમાં 4,101 કરોડનું રોકાણ થયું છે.
અન્ય સેક્ટર્સ
આ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 2,384 કરોડ, રિયલ્ટી અને ફાઇનાન્સિયલ્સમાં 1,975 કરોડ તથા કન્સ્ટ્રક્શન મટિરિયલ્સમાં 1,574 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જોકે, સર્વિસ સેક્ટરમાં રોકાણ 2,592 કરોડથી થોડું ઘટીને 2,405 કરોડ નોંધાયું છે.
આ સેક્ટર્સમાં જોવા મળી ભારે વેચવાલી
જ્યાં એક તરફ ખરીદી થઈ રહી છે, ત્યાં બીજી તરફ અમુક સેક્ટરમાંથી વિદેશી રોકાણકારોએ મોટા પાયે પૈસા પાછા ખેંચ્યા છે. જુલાઈના પહેલા હાફમાં ઓટો, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, પાવર અને FMCG સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે.
ઓટો સેક્ટર
આ સેક્ટરમાંથી સૌથી વધુ પૈસા બહાર કાઢવામાં આવ્યા છે. જૂનના બીજા હાફમાં 1,324 કરોડનું વેચાણ થયું હતું, જે જુલાઈના પહેલા હાફમાં વધીને સીધું 6,936 કરોડ થઈ ગયું છે.
કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ
વિદેશી રોકાણકારોએ કેપિટલ ગુડ્સમાંથી 2,657 કરોડ અને ટેલિકોમ સેક્ટરમાંથી 2,454 કરોડ પાછા ખેંચ્યા છે.
દિગ્ગજ બ્રોકરેજ ફર્મનું શું કહેવું છે?
આ મામલે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ ઘણો મહત્વનો છે. તેમના મતે, ભારતીય ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોની હિસ્સેદારી હાલમાં છેલ્લા ઘણા વર્ષોના સૌથી નીચલા સ્તરે છે. આથી, રોકાણકારો પાસે પોતાની હિસ્સેદારી ફરીથી વધારવા માટે અત્યારે સૌથી મોટી અને સારી તક છે.
બ્રોકરેજ ફર્મ માને છે કે આ રોકાણ માત્ર બજારના સુધરતા સેન્ટિમેન્ટનો સંકેત નથી, પરંતુ એક 'પોઝિશનિંગ ટ્રેડ' છે, કારણ કે રોકાણકારો ભારતીય બજાર પર ભરોસો રાખીને લાંબા ગાળા માટે પોતાનું રોકાણ વધારી રહ્યા છે.
ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)