Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ઈન્ફોસિસ અને ટ્રુઇસ્ટ સાથે લાંબાગાળા માટે સ્ટ્રેટેજીક કરાર કર્યા. ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ડેવલપ કરવા માટે સ્ટ્રેટેજીક કરાર કર્યા. બેન્કિંગ ક્ષમતાઓ, ક્લાઉડ ઓપરેશન્સ, સાયબર સિક્યુરિટી, ડેટા એનાલિટિક્સ અને એડવાન્સ્ડ ટેકનોલોજી સોલ્યુશન્સને વધુ સક્ષમ બનાવશે.

અપડેટેડ 09:49:20 AM Oct 21, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આ કંપનીઓના આજે ત્રિમાસિક પરિણામો:

ઇટર્નલ, આદિત્ય બિરલા સન લાઇફ એએમસી, વિશાલ મેગા માર્ટ, અદાણી ગ્રીન એનર્જી, ઇન્ડિયન હોટેલ્સ કંપની, કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ, ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ, પીસી જ્વેલર, એસઆરએફ, ઇન્ડોસોલર, વેલસ્પન સ્પેશિયાલિટી સોલ્યુશન્સ


Hind Zinc

Q2 માં કંસોલિડેટેડ મુનાફા 142.1% વધીને 6,412 કરોડ રૂપિયા થયા. રેવેન્યુ 6.5% વધારો 15,093 7 કરોડ રૂપિયા થયા.

L&T tech

બીજા ત્રિમાસિક ગાળામાં (Q2), એકીકૃત નફો વાર્ષિક ધોરણે 66.8% વધીને ₹548.2 કરોડ થયો છે. આવકમાં 12.1%નો વધારો થઈને તે ₹3,040.4 કરોડ થઈ છે. EBIT 29.8% વધીને ₹496.6 કરોડ થયું છે, અને EBIT માર્જિન 220 બેસિસ પોઈન્ટ્સ (bps) વધીને 16.3% પર પહોંચ્યું છે. કંપનીએ પ્રતિ શેર ₹20નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

Bajaj Finance

બીજા ત્રિમાસિક ગાળામાં (જુલાઈ–સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં), એકીકૃત નફો વાર્ષિક ધોરણે 29% વધીને ₹6,367 કરોડ થયો છે. ચોખ્ખી વ્યાજ આવક 24% વધીને ₹13,335 કરોડ થઈ છે. ગ્રોસ NPA ઘટીને 1.06% થઈ છે, અને નેટ NPA ઘટીને 0.42% થઈ છે.

Sobha

બીજા ત્રિમાસિક ગાળામાં, એકીકૃત નફો વાર્ષિક ધોરણે 54.6% ઘટીને ₹33 કરોડ થયો છે. આવકમાં 31.3%નો ઘટાડો થઈને તે ₹967.1 કરોડ રહી છે.

Waaree Renewable

બીજા ત્રિમાસિક ગાળામાં, એકીકૃત નફો વાર્ષિક ધોરણે 30% ઘટીને ₹81.5 કરોડ થયો છે. આવકમાં 36.5%નો વધારો થઈને તે ₹1,057.8 કરોડ થઈ છે.

Piramal Finance

બીજા ત્રિમાસિક ગાળામાં, એકીકૃત નફો વાર્ષિક ધોરણે 67% વધીને ₹545 કરોડ થયો છે. ચોખ્ખી વ્યાજ આવક 35% વધીને ₹1,530 કરોડ થઈ છે.

Ultratech Cement

સ્પોટ સિમેન્ટ પ્રાઈસ Q2ની સરેરાશ કરતાં 5% ઊંચા રહ્યા. તહેવારોની સીઝન બાદ વધુ ભાવ વધારાની અપેક્ષા છે. Q4FY28ના અંત સુધીમાં ₹1,400/ટન EBITDAનો લક્ષ્ય જાળવી રાખ્યો.

Transrail

રિન્યુએબલ પાવર જનરેશનમાં પ્રવેશ કરશે. મહારાષ્ટ્રમાં 990 MW સોલાર પોર્ટફોલિયોમાં 49% હિસ્સામાં રોકાણનો પ્રસ્તાવ છે. રોકાણના પ્રસ્તાવ સાથે રિન્યુએબલ પાવર જનરેશનમાં પ્રવેશ કરશે કંપની.

Infosys

ઈન્ફોસિસ અને ટ્રુઇસ્ટ સાથે લાંબાગાળા માટે સ્ટ્રેટેજીક કરાર કર્યા. ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ડેવલપ કરવા માટે સ્ટ્રેટેજીક કરાર કર્યા. બેન્કિંગ ક્ષમતાઓ, ક્લાઉડ ઓપરેશન્સ, સાયબર સિક્યુરિટી, ડેટા એનાલિટિક્સ અને એડવાન્સ્ડ ટેકનોલોજી સોલ્યુશન્સને વધુ સક્ષમ બનાવશે.

Ceigall India

જામ ખંભાળિયા જામનગર પાવર ટ્રાન્સમિશને સેન્ટ્રલ ટ્રાન્સમિશન યુટિલિટી ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યા. સીગલ ઈન્ડિયાની સબ્સિડરી કંપની છે જામ ખંભાળિયા જામનગર પાવર ટ્રાન્સમિશન. ઈન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કરવા માટે કરાર કર્યા.

Dhampur Bio Organics

સ્વિટ્ઝર્લૅન્ડના પ્લેનેટરી SA સાથે ટેક લાઇસન્સિંગ કરાર કર્યા. ભારતમાં માયકોપ્રોટીનના ઉત્પાદન અને માર્કેટિંગના રાઈટ્સ માટે કરાર કર્યા.

Alembic Pharma

એલેમ્બિક ગ્લોબલ હોલ્ડિંગ SAએ દુબઈમાં નવી સબ્સિડરી શરૂ કરી. અલેબ્મિક ફાર્માની સબ્સિડરી કંપની છે એલેમ્બિક ગ્લોબલ હોલ્ડિંગ SA. દુબઈમાં અલ્વેસ્ટા ફાર્માસ્યુટિકલ્સ FZCO નવી સબ્સિડરી શરૂ કરી.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2026 9:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.