Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ITC હોટેલ્સમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. British American Tobacco 7% હિસ્સો વેચી શકે છે. ₹2,998 કરોડમાં હિસ્સો વેચી શકે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹205.6 પ્રતિશેર શક્ય છે. CMPથી 1% ડિસ્કાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય છે. 60 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.

અપડેટેડ 09:57:04 AM Dec 05, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

IndiGo

ગઈકાલે IndiGoની આશરે 350 ફ્લાઈટ્સ રદ્દ રહેશે. ઈન્ડિગોનમો OTP ઓલ ટાઈમ લો 19.7% રહ્યો. આગામી 2-3 દિવસ સુધી આ ફ્લાઈટ્સ રદ્દ રહેશે. 8 ડિસેમ્બરથી કંપની ફ્લાઈટ્સ ઓછી કરશે. 3 દિવસમાં 600-700 ફ્લાઈટ્સ રદ્દ રહેશે. ફ્લાઈટ્સ રદ્દ થવાથી યાત્રિઓને મુશ્કેલીઓ વધી.


ITC Hotels

ITC હોટેલ્સમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. British American Tobacco 7% હિસ્સો વેચી શકે છે. ₹2,998 કરોડમાં હિસ્સો વેચી શકે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹205.6 પ્રતિશેર શક્ય છે. CMPથી 1% ડિસ્કાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય છે. 60 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.

Brookfield India

Brookfield Indiaનો ₹3500 Crનો QIP લોન્ચ કર્યા. QIPનો ઈન્ડિકેટીવ પ્રાઈસ ₹320 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 3.4% ડિસ્કાઉન્ટ પર ઈન્ડિકેટીવ પ્રાઈસ છે. Ecoworldના અધિગ્રહણ, દેવું ચુકવવામાં ફંડનો ઉપયોગ કરશે કંપની.

HUL

NSEના ઈન્ડેક્સમાં સામેલ થશે Kwality Wall’s. ડીમર્જર માટે HULના શેર એડજસ્ટ કરવામાં આવશે. 0 ભાવ પર NSEના બધા ઈન્ડેક્સમાં સામેલ થશે. HULની આઈસ્ક્રીમ કંપની છે Kwality Wall’s. પ્રાઈસ ડિસ્કવરી માટે આજે સ્પેશલ સેશન થશે. HUL માટે ખાસ સ્પેશલ પ્રી-ઓપમ સેશન થશે. HULના ટર્નઓવરમાં Kwality Wall’sનું 3% યોગદાન રહેશે.

RELIANCE

S&P GLOBAL RATINGSએ ક્રેડિટ રેટિંગ વધારી. ક્રેડિટ રેટિંગ વધારીને A- કરી. ક્રેડિટ રેટિંગ BBB+થી વધારીને A- કરી. આઉટલુક સ્ટેબલ છે.

HCL Tech

Strategy& કંપની સાથે કરાર કર્યા. એડવાન્સ્ડ ડેટા એનાલિટિક્સને પ્રોસ્તાહન આપવા માટે કરાર કર્યા. AI-સંચાલિત સિમેન્ટીક સ્તર, સ્ટ્રેટેજી મોઝેકના ઉપયોગને વિસ્તૃત કરશે.

Samvardhana Motherson

મધરસન લ્યુમેન SAમાં 10% હિસ્સાનું અધિગ્રહણ કરશે કંપની.

Tata Power

મુન્દ્રા યુનિટ અસ્થાયી રૂપે બંધ. 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા છે.

MCX

weekly expiry ફેરફાર અંગેના સમાચાર અહેવાલ પાયાવિહોણા કર્યા.

Deepak Nitrite

ગુજરાતના નાઈટ્રીક એસિડ પ્લાન્ટમાં કામકાજ શરૂ કર્યું. સબ્સિડરીએ નાઈટ્રીક એસિડ પ્લાન્ટ પર ₹515 કરોડનો ખર્ચ કરશે.

Diamond Power Infra

અદાણી ગ્રીન એનર્જી પાસેથી ₹748 Crનો ઓર્ડર મળ્યો. સોલર કેબલ સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો.

Zen Technologies

ડિફેન્સ મંત્રાલય પાસેથી ₹120 કરોડનો ઓર્ડર મળ્યો. વ્યાપક તાલીમ નોડ માટે ઓર્ડર મળ્યો.

RailTel

સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ પાસેથી ₹63 Crનો ઓર્ડર મળ્યો.

Lloyds Engineering

ઈટલીની કંપની Virtualabs Srl સાથે કરાર કર્યા. ડિફેન્સ અને સિવિલ માટે રડાર ટેકનોલોજી ડેવલપ કરવા માટે કરાર કર્યા.

SEAMEC

$43.07 મિલિયનનો vessel charter ઓર્ડર મળ્યો.

Aditya Birla Sun Life

આદિત્ય બિરલા સન લાઇફ AMC ઈન્ટરનેશનલને સંપૂર્ણ માલિકીની સબ્સિડરી તરીકે સામેલ કરી.

Panama Petrochem

કંપનીને EOU યુનિટ સ્થાપવા માટે મંજૂરી મળી. મહારાષ્ટ્રના લોઢા ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક પાર્ક II ખાતે EOU યુનિટ માટે મંજૂરી મળી.

Sterling & Wilson Renewable Energy

બોમ્બે હાઈકોર્ટે એક્સિસ બેન્કને ચાલુ કેસમાં બચાવ માટે ₹61.4 કરોડ જમા કરવાનો આદેશ મળ્યો.

Niraj Cement Structurals

કંપનીને ₹82.6 Crનો ઓર્ડર મળ્યો. SGMC મોનોરેલ સ્ટેશનથી મહાલક્ષ્મી મેટ્રો સુધીના કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 05, 2025 9:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.