Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

વર્ષના આધાર પર ઓગસ્ટમાં કંસો. ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 3% વધી 24.65 લાખ ટન રહ્યું. USA ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 11% ઘટી 0.78 લાખ ટન રહ્યુ. ભારતીય એકમ માટે ક્ષમતાનો ઉપયોગ 88% રહ્યો.

અપડેટેડ 09:46:10 AM Sep 07, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

NSE

NSEના IPOને SEBIની મંજૂરી મળી. RHP ફાઇલિંગ અને પ્રાઇસ બેન્ડ જાહેરાત આ સપ્તાહ શક્ય છે. 8 સપ્ટેમ્બરે RHP ફાઇલિંગ થઇ શકે છે. 11 સપ્ટેમ્બરે પ્રાઇસ બેન્ડની જાહેરાત શક્ય છે. પ્રાઇસ બેન્ડના 1 સપ્તાહ બાદ IPO શક્ય છે. 25 સપ્ટેમ્બરે થઇ શકે છે IPo નું લિસ્ટિંગ.


Tata Motors CV

ટાટા મોટર્સ CVએ Iveco ગ્રુપ માટે ઓપન ઓફર લોન્ચ કરી. 14.1 યુરો પ્રતિશેરના ભાવે ઓપન ઓફર લોન્ચ કરી. ઓફરની કુલ વેલ્યુ આશરે 3.82 બિલિયન યુરો થશે. ફાઈનાન્સ માટે MUFG બેન્ક અને મોર્ગન સ્ટેનલી સાથે કરાર કર્યા. Ivecoના સૌથી મોટા શેરહોલ્ડ Exorએ પણ ટેકો જાહેર કર્યો. Exorએ ટાટા મોટર્સ CVની ઓપન ઓફરને ટેકો આપ્યો. Exorએ Iveco ગ્રુપમાં રહેલો 27% હિસ્સો TML CVને વેચ્યો. Exor પાસે રહેલા 43.19% વોટિંગના હકો પણ TML CVને મળ્યા. 7 સપ્ટેમ્બરે આ ઓપન ઓફર શરૂ થશે. Ivecoના શેરહોલ્ડર ઓક્ટોબરમાં પોતાનો મત આપશે. ટાટા મોટર્સની ગ્લોબલ સ્તરે CVને વિસ્તારવાની યોજના છે.

JSW Steel

વર્ષના આધાર પર ઓગસ્ટમાં કંસો. ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 3% વધી 24.65 લાખ ટન રહ્યું. USA ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 11% ઘટી 0.78 લાખ ટન રહ્યુ. ભારતીય એકમ માટે ક્ષમતાનો ઉપયોગ 88% રહ્યો.

Cohance Life

તેલંગાણા FDF પ્લાન્ટને 4 અવલોકનો મળ્યા. US FDAએ ફોર્મ 483 પણ ઈશ્યુ કર્યું. 27 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર તપાસ થઈ હતી.

Lupin

Modafinil દવા માટે US FDA તરફથી USમાં મંજૂરી મળી. વધુ ઊંઘની સમસ્યા ધરાવતા પુખ્ત દર્દીઓમાં જાગૃતતા વધારવા દવાનો ઉપયોગ થશે.

Gland Pharma

Fosun ફાર્માએ કંપનીમાં 98.97 લાખ શેર્સ વેચ્યા. Fosunએ 6% હિસ્સો ₹2,800 કરોડમાં વેચ્યો.

Eicher Motors

હિમાલયન 440 લોન્ચ કરી, એક્સ શોરૂમ કિંમત ₹2.29 લાખ છે.

Mazagon Dock

મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી ₹118 કરોડનો ઓર્ડર મળ્યો. ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન અને સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો.

RVNL

SJVN થર્મલ પાસેથી ₹903 કરોડના ઓર્ડર માટે LoA મળ્યો. બિહારના બક્સરમાં કાયમી સ્લાઈડીંગ માટે ઓર્ડર મળ્યો.

Prime Focus

₹3000 કરોડના ફંડ એકત્રને બોર્ડની મંજૂરી મળી. ઇક્વિટી, ડેટ સિક્યોરિટીઝ, QIP, રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ફંડ એકત્ર કરી શકે.

Brigade Ent

નિયોપોલિસ, હૈદરાબાદમાં બ્રિગેડ બાર્સેલોના પ્રોજેક્ટ લૉન્ચ કર્યો. પ્રોજેક્ટથી ₹2700 કરોડની આવકની સંભાવના છે.

નિફ્ટી 23,850 ની નીચે ખુલ્યો, સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટ્યો; IT શેરોમાં દબાણ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 07, 2026 9:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.