Stock Market Today: બજાર ખુલતા પહેલા આ મોટા સમાચારો પર કરો નજર, કોઈ પણ ટ્રેડ લેતા પહેલા જાણો માર્કેટનો મૂડ | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: બજાર ખુલતા પહેલા આ મોટા સમાચારો પર કરો નજર, કોઈ પણ ટ્રેડ લેતા પહેલા જાણો માર્કેટનો મૂડ

આજના શેરબજારના લેટેસ્ટ સમાચારો, ગ્લોબલ માર્કેટની સ્થિતિ, FII-DII ડેટા અને કંપનીઓના ક્વાર્ટર રિઝલ્ટ વિશે જાણો. ટ્રેડિંગ કરતા પહેલા આ માહિતી જરૂર વાંચો.

અપડેટેડ 09:02:33 AM Jul 16, 2026 પર
Story continues below Advertisement
આજે નિફ્ટીની 3 મોટી કંપનીઓ - Tech Mahindra, Wipro અને Jio Finance ના રિઝલ્ટ આવશે. આ ઉપરાંત BHEL, Polycab અને 360 ONE ના પરિણામો પર પણ રોકાણકારોની નજર રહેશે.

Stock Market Today: જો તમે આજે શેરબજારમાં ટ્રેડિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો કોઈ પણ સોદો કરતા પહેલા બજારને અસર કરતા કેટલાક મહત્વના સમાચારો પર નજર કરવી ખૂબ જ જરૂરી છે. 16 જુલાઈના રોજ ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થવાના સંકેતો મળી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી આશરે 24,112 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. અહીં અમે તમારા માટે એવી તમામ મહત્વની ખબરોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે આજે ભારતીય અને વૈશ્વિક બજારો પર મોટી અસર કરી શકે છે.

ગઈકાલના બજારની સ્થિતિ

બુધવારે ભારતીય બજારોમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો. સવારના સત્રમાં બજારમાં સારી એવી તેજી હતી, પરંતુ દિવસના અંત સુધીમાં આ તેજી ઓછી થઈ ગઈ હતી. બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી હતી, જ્યારે મેટલ, IT અને FMCG શેરોમાં વેચવાલીનું દબાણ હતું.

સેન્સેક્સ 130.49 પોઈન્ટ (0.17%) વધીને 77,185.43 પર બંધ થયો હતો. નિફ્ટી26.45 પોઈન્ટ (0.11%) વધીને 24,078.50 પર સેટલ થયો હતો.

ગ્લોબલ માર્કેટના સંકેતો અને જિયો-પોલિટિકલ ટેન્શન


અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ

અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાઓ ચાલુ છે, જેના કારણે ઈરાને ચીમકી આપી છે કે જ્યાં સુધી અમેરિકા તેમની શરતો નહીં માને ત્યાં સુધી હૉર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. આ જિયો-પોલિટિકલ ટેન્શન વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

એશિયન બજારોમાં કડાકો

એશિયાના બજારોમાંથી આજે ખરાબ સંકેતો મળી રહ્યા છે. જાપાનનો નિક્કેઈ 3% અને કોરિયાનો કોસ્પી 7% જેટલો ગગડ્યો છે.

અમેરિકન બજારોમાં તેજી

ચિપ બનાવતી કંપનીઓના શેરમાં વેચવાલી હોવા છતાં, અમેરિકન બજારો ગઈકાલે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા. ડાઉ જોન્સ 150.91 પોઈન્ટ વધીને 52,659.18 પર, S&P 500 28.83 પોઈન્ટ વધીને 7,572.42 પર અને નેસ્ડેક 162.22 પોઈન્ટ વધીને 26,269.23 પર બંધ થયો હતો.

FII અને DII નો ડેટા

વિદેશી રોકાણકારો દ્વારા બજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. 15 જુલાઈએ FIIs એ 735 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જ્યારે કેશ અને વાયદા બજાર બંને મળીને કુલ 2100 કરોડ રૂપિયાની વેચવાલી થઈ છે. જોકે, તેમણે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 3000 શોર્ટ કોન્ટ્રાક્ટ કવર કર્યા છે. બીજી તરફ, સ્થાનિક રોકાણકારો બજારને સપોર્ટ આપી રહ્યા છે અને તેમણે સતત છઠ્ઠા સેશનમાં 704 કરોડ રૂપિયાની ખરીદી કરી છે.

કંપનીઓના ક્વાર્ટર પરિણામો

આજે ઘણી મોટી કંપનીઓના પરિણામો પર બજારની નજર રહેશે. અગાઉ આવેલા પરિણામો પર એક નજર કરીએ

HDFC Life

કંપનીના પરિણામો ખૂબ સારા રહ્યા છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 12% અને APE માં 9% નો વધારો થયો છે.

ICICI Lombard

કંપનીના નફામાં 46% નો ઘટાડો નોંધાયો છે, જોકે નેટ પ્રીમિયમ અર્નિંગ 16% વધ્યું છે.

Angel One

આ ક્વાર્ટરમાં પરિણામો નબળા રહ્યા છે. નફો 27% ઘટ્યો છે અને માર્જિન પર 7% નું દબાણ જોવા મળ્યું છે.

HDB Finance

નફામાં શાનદાર 38% નો ઉછાળો આવ્યો છે અને વ્યાજની આવક પણ 20% વધી છે.

આજના પરિણામો

આજે નિફ્ટીની 3 મોટી કંપનીઓ - Tech Mahindra, Wipro અને Jio Finance ના રિઝલ્ટ આવશે. આ ઉપરાંત BHEL, Polycab અને 360 ONE ના પરિણામો પર પણ રોકાણકારોની નજર રહેશે.

એક્સપોર્ટ ડ્યૂટીમાં ફેરફાર

સરકારે પેટ્રોલિયમ પેદાશોની એક્સપોર્ટ ડ્યૂટીમાં મોટો ફેરફાર કર્યો છે. ડીઝલની એક્સપોર્ટ ડ્યૂટી વધારીને 15.5 રૂપિયા પ્રતિ લિટર અને ATF પર 14.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે, જે પહેલા કરતા લગભગ બમણી છે. રાહતની વાત એ છે કે પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડીને 2.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

કરન્સી અને બોન્ડ યીલ્ડની સ્થિતિ

અમેરિકી ડોલર ઇન્ડેક્સ 100.46 ના સ્તર પર છે, જે એક મહિનાની નીચી સપાટી પર છે. મોંઘવારીના આંકડા નરમ આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરો વધારવામાં ઉતાવળ નહીં કરે તેવી શક્યતા છે. અમેરિકામાં 10 વર્ષ અને 2 વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ અનુક્રમે 4.55% અને 4.14% પર પહોંચી ગયા છે. એશિયન કરન્સીની વાત કરીએ તો મલેશિયન રિંગિટ અને ઇન્ડોનેશિયન રૂપિયો ડોલર સામે મજબૂત થયા છે, જ્યારે દક્ષિણ કોરિયન વૉન અને થાઈ બાહતમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો-Market Outlook: નજીવા વધારા સાથે બજાર બંધ, જાણો 16 જુલાઈ માટે કેવું રહેશે નિફ્ટીનું ટાર્ગેટ અને માર્કેટનો ટ્રેન્ડ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2026 9:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.