Closing Bell – બજારમાં 3 દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સ 480 પોઈન્ટ તેજી, નિફ્ટી 25,300 ની ઉપર | Moneycontrol Gujarati
Get App

Closing Bell – બજારમાં 3 દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સ 480 પોઈન્ટ તેજી, નિફ્ટી 25,300 ની ઉપર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, બીઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, ટીએમપીવી અને બજાજ ઑટો 2.27-5.31 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, એસબીઆઈ લાઈફ, ટાઈટન, આઈશર મોટર્સ, મેક્સ હેલ્થકેર, અપોલો હોસ્પિટલ, મારૂતી સુઝુકી અને આઈસીઆઈસીઆઈ બેંક 0.15-2.47 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:51:58 PM Jan 22, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 7 પૈસા ઉછળીને 91.63 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 91.70 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25300 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 82,307પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,435.75 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,783.18 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 7 પૈસા ઉછળીને 91.63 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 91.70 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.34 ટકા વધીને 58,191.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.76 ટકા વધારાની સાથે 16,677.25 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 397.74 અંક એટલે કે 0.49% ની મજબૂતીની સાથે 82,307.37 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 132.40 અંક એટલે કે 0.53% ની વધારાની સાથે 25,289.90 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.36-2.39 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.68 ટકા વધીને 59,200.10 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, બીઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, ટીએમપીવી અને બજાજ ઑટો 2.27-5.31 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, એસબીઆઈ લાઈફ, ટાઈટન, આઈશર મોટર્સ, મેક્સ હેલ્થકેર, અપોલો હોસ્પિટલ, મારૂતી સુઝુકી અને આઈસીઆઈસીઆઈ બેંક 0.15-2.47 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિયન બેંક, સોના બીએલડબ્લ્યૂ, એસ્ટ્રલ, બેંક ઑફ ઈન્ડિયા, અશોક લેલેન્ડ, એપીએલ અપોલો અને ગ્લેક્સો સ્મિથ 5.14-6.54 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં કલ્યાણ જ્વેલર્સ, ટાટા કોમ્યુનિકેશન, ડાલમિયા ભારત, હનીવેલ ઓટોમોટીવ, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ 1.81-4.62 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં બજાજ કંઝ્યુમર, લોટસ ચોકલેટ, ટ્રાન્સવર્લ્ડ શિપ, ગારવેર હાઈટેક, રેલિસ ઈન્ડિયા અને સ્પેક્ટ્રમ ઈલેક્ટ્રોન 14.21-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં આઈઆઈએફએલ ફાઈનાન્સ, સુદર્શન કલર, એજીઆઈ ઈન્ફ્રા, તત્વા ચિંતન, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, થંગમલાઈ અને વનસોર્સ 5.95-15.01 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2026 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.