Closing Bell: નિફ્ટી 18700 ની ઊપર, સેન્સેક્સ 350 અંક ઉછળીને બંધ - Closing Bell: Nifty closes above 18700, Sensex rises 350 points | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 18700 ની ઊપર, સેન્સેક્સ 350 અંક ઉછળીને બંધ

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.12-1.59 ટકાનો વધારો જોવા મળી છે.

અપડેટેડ 03:45:05 PM Jun 07, 2023 પર
Story continues below Advertisement
આજે નિફ્ટી 18700 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 63142 પર બંધ થયા.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18700 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 63142 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,738.95 સુધી ઉછળી તો સેન્સેક્સ 63,196.43 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.09 ટકા વધીને 27,751.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.15 ટકા વધારાની સાથે 31,533.68 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 350.08 અંક એટલે કે 0.56% ની મજબૂતીની સાથે 63142.96 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 127.40 અંક એટલે કે 0.68% ની વધારાની સાથે 18726.40 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.12-1.59 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.25 ટકા વધીને 44,275.30 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બ્રિટાનિયા, ટાટા કંઝ્યુમર, બીપીસીએલ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી લાઈફ, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને ટાટા સ્ટીલ 2.29-4.17 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ અને ભારતી એરટેલ 0.94-5.08 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ટોરેન્ટ પાવર, મેક્સ હેલ્થકેર, એસજેવીએન, ક્રિસિલ અને હિંદ પેટ્રો 5.32-16.24 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં રાજેશ એક્સપોર્ટ્સ, પોલિકેબ, એનએચપીસી, 3એમ ઈન્ડિયા અને સીજી પાવર 0.88-2.86 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ઈકેઆઈ એનર્જી, સંગમ ઈન્ડિયા, સ્ટ્રાઈડ્સ ફાર્મા, અરહિંત કેપિટલ અને સ્નોમેન લોજિસ્ટિક્સ 10.13-17.01 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મેક્સ વેંચર, વી2 રિટેલ, ઑનવર્ડ ટચ, રામા સ્ટીલ ટ્યુબ અને ટલબ્રોસ ઑટો 3.6-4 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 07, 2023 3:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.