Cryptocurrency યુઝર્સ સાવધાન! હવે Live Selfie અને IP Address આપવું ફરજિયાત, જાણો FIUના નવા કડક નિયમો | Moneycontrol Gujarati
Get App

Cryptocurrency યુઝર્સ સાવધાન! હવે Live Selfie અને IP Address આપવું ફરજિયાત, જાણો FIUના નવા કડક નિયમો

Cryptocurrency News: શું તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો? તો આ સમાચાર તમારા માટે છે. FIU એ ડીપફેક અને ફ્રોડ રોકવા માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે. હવે એકાઉન્ટ બનાવવા માટે Live Selfie અને IP Address આપવું ફરજિયાત છે. જાણો વિગતે.

અપડેટેડ 06:50:45 PM Jan 12, 2026 પર
Story continues below Advertisement
તાજેતરમાં 8મી તારીખે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, ક્રિપ્ટો એક્સચેન્જોને હવે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ગણવામાં આવશે.

Cryptocurrency News: ભારતમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને છેતરપિંડી રોકવા માટે સરકાર હવે વધુ સતર્ક બની છે. ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુ એ ક્રિપ્ટો એક્સચેન્જ અને તેના યુઝર્સ માટે નવી અને એકદમ કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જો તમે પણ ક્રિપ્ટોમાં લેવડ-દેવડ કરો છો, તો આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

ડીપફેક રોકવા માટે કડક પગલાં

તાજેતરમાં 8મી તારીખે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, ક્રિપ્ટો એક્સચેન્જોને હવે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ગણવામાં આવશે. માર્ચ 2023 પછી લગભગ ત્રણ વર્ષે આ નિયમો અપડેટ કરવામાં આવ્યા છે. હવે માત્ર દસ્તાવેજો અપલોડ કરવાથી કામ નહીં ચાલે, પરંતુ ગ્રાહકની ઓળખ પાકી કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય 'ડીપફેક' જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી છેતરપિંડીને રોકવાનો છે.

હવે ફોટો નહીં, Live Selfie આપવી પડશે

સૌથી મોટો ફેરફાર ગ્રાહકની ઓળખ એટલે કે KYC પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે.


લાઈવ સેલ્ફી: હવે યુઝર્સે એકાઉન્ટ વેરિફિકેશન માટે 'Live Selfie' આપવી પડશે. જૂના ફોટા અપલોડ કરવાથી કામ નહીં ચાલે.

હલનચલન જરૂરી: સોફ્ટવેર એ ખાતરી કરશે કે વ્યક્તિ ત્યાં હાજર છે કે નહીં. આ માટે તમને સેલ્ફી લેતી વખતે આંખના પલકારા મારવા અથવા માથું હલાવવા જેવી સૂચના આપવામાં આવશે. આનાથી એ સાબિત થશે કે સામે કોઈ જીવંત વ્યક્તિ છે, કોઈ ફોટો કે ડીપફેક વીડિયો નથી.

લોકેશન અને IP એડ્રેસનો રેકોર્ડ રાખવો પડશે

નવા નિયમો મુજબ, જ્યારે કોઈ યુઝર નવું એકાઉન્ટ બનાવે છે, ત્યારે એક્સચેન્જે તેની ચોક્કસ લોકેશન ડિટેલ્સ રાખવી પડશે.

જિયો-ટેગિંગ: યુઝર કઈ જગ્યાએ છે તેના અક્ષાંશ અને રેખાંશ.

સમય અને IP: એકાઉન્ટ બનાવતી વખતે તારીખ, સમય અને કયા IP Address નો ઉપયોગ થયો છે, તેનો સચોટ રેકોર્ડ રાખવો ફરજિયાત છે.

બેંક એકાઉન્ટ અને દસ્તાવેજોની ચકાસણી

નાણાકીય સલામતી માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે, બેંક એકાઉન્ટ એક્ટિવ છે અને તે યુઝરનું જ છે, તે સાબિત કરવા માટે '1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન' ફરજિયાત કરવામાં આવ્યું છે. KYC માટે પાન કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા વોટર આઈડી જેવા અન્ય સરકારી ઓળખપત્રો આપવા પડશે. ઈમેલ અને ફોન નંબરનું વેરિફિકેશન પણ OTP દ્વારા કરવું ફરજિયાત છે.

આ પ્રવૃત્તિઓ પર લાગશે રોક

FIUની આ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શેરબજારમાં આવતા IPOની જેમ ક્રિપ્ટોમાં આવતા ઇનિશિયલ કોઈન ઓફરિંગ અને ઇનિશિયલ ટોકન ઓફરિંગને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, ઓળખ છુપાવવા માટે વપરાતા ટમ્બલર, મિક્સર અને અનામી ટોકન્સ સાથે સંકળાયેલા વ્યવહારોને એક્સચેન્જ દ્વારા સુવિધા આપવામાં આવશે નહીં. આમ, જો તમે ક્રિપ્ટોકરન્સીમાં સક્રિય છો, તો આ નવી સુરક્ષા પ્રક્રિયાઓમાંથી પસાર થવા માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો-TCS Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં TCSના નફામાં 14%નું ગાબડું, જાણો શું છે તેની પાછળના કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 6:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.