કોંપનીઓના શેરહોલ્ડિંગ પેટર્નના આંકડા પરથી જાણવા મળે છે કે કઈ કંપનીમાં કયા દિગ્ગજ રોકાણકારે પોતાનો હિસ્સો વધાર્યો કે ઘટાડ્યો છે.
FIIs Buying Metal Stocks: ભારતીય શેરબજારમાં મેટલ અને માઈનિંગ સેક્ટર ફરી એકવાર રોકાણકારોના રડાર પર આવી ગયું છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધી રહેલી માંગની વચ્ચે મેટલ કંપનીઓ માટે ગ્રોથની સંભાવનાઓ ખૂબ જ મજબૂત બની રહી છે.
કોંપનીઓના શેરહોલ્ડિંગ પેટર્નના આંકડા પરથી જાણવા મળે છે કે કઈ કંપનીમાં કયા દિગ્ગજ રોકાણકારે પોતાનો હિસ્સો વધાર્યો કે ઘટાડ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સપ્ટેમ્બર 2026 ના ત્રિમાસિક ગાળામાં 5 મહત્વના મેટલ સ્ટોક્સમાં પોતાની હિસ્સેદારી વધારી છે. ચાલો જાણીએ આ 5 કંપનીઓ અને તેના શેરની ચાલ વિશે.
1. JSW Steel
જેએસડબ્લ્યુ ગ્રુપની ફ્લેગશિપ કંપની JSW સ્ટીલમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો સપ્ટેમ્બર 2026 ના ત્રિમાસિક ગાળાના અંતે ત્રિમાસિક ધોરણે 25.91%થી વધીને 26.22% થઈ ગયો છે. શુક્રવારે (27 નવેમ્બર) BSE પર આ શેર 1.30% ના વધારા સાથે 1322.00 પર બંધ થયો હતો.
2. NMDC
આયર્ન ઓર (કાચું લોખંડ) કાઢતી દેશની સૌથી મોટી 'નવરત્ન' કંપની નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NMDC) એ પણ વિદેશી રોકાણકારોને આકર્ષ્યા છે. સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરના અંતે તેમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ત્રિમાસિક ધોરણે 13.59% થી વધીને 14.91% પર પહોંચી ગયું છે. શુક્રવારે BSE પર આ શેર 0.76% ના સુધારા સાથે 67.72 પર બંધ થયો હતો.
3. SAIL
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) એ દેશની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક 'મહારત્ન' કંપની છે. તેમાં વિદેશી રોકાણકારોનું શેરહોલ્ડિંગ જૂન 2026 ના 7.09% થી વધીને સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરના અંતે 7.30% થયું છે. શુક્રવારે BSE પર આ શેર 1.67% ની તેજી સાથે 164.10 પર બંધ થયો હતો.
4. Hindustan Copper
માઈનિંગ (ખનન) થી લઈને કાસ્ટિંગ એટલે કે ઢાળવા સુધીનું સંપૂર્ણ કામ કરતી દેશની એકમાત્ર કંપની હિન્દુસ્તાન કોપરમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ત્રિમાસિક ધોરણે 5.96% થી વધીને 7.08% થઈ ગયું છે. શુક્રવારે BSE પર આ શેર 1.79% ના વધારા સાથે 418.40 પર બંધ રહ્યો હતો.
5. Hindustan Zinc
દેશની સૌથી મોટી માઈનિંગ અને મેટલ કંપનીઓમાં સામેલ અને વેદાંતા (Vedanta) ની સબસિડિયરી કંપની હિન્દુસ્તાન ઝિંક એ વિશ્વની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક છે. આ ઉપરાંત ઝિંક અને લેડ (સીસું) ના રિઝર્વ અને રિસોર્સિસ મામલે તે વિશ્વની બીજી સૌથી મોટી કંપની છે. તેમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરના અંતે ત્રિમાસિક ધોરણે 2.19% થી વધીને 2.36% થઈ ગયું છે.
એક વર્ષમાં કેવી રહી આ 5 શેરની ચાલ? (BSE ડેટા: 27 નવેમ્બરના ક્લોઝિંગ ભાવ મુજબ)
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતીના હેતુથી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.)