Stock in News: 8 મહિનામાં 246% રિટર્ન અને 3 વર્ષમાં પૈસા 4 ગણા! હજુ 40% ઉછળી શકે છે આ શેર, જાણો ટાર્ગેટ પ્રાઈસ | Moneycontrol Gujarati
Get App

Stock in News: 8 મહિનામાં 246% રિટર્ન અને 3 વર્ષમાં પૈસા 4 ગણા! હજુ 40% ઉછળી શકે છે આ શેર, જાણો ટાર્ગેટ પ્રાઈસ

Ratnaveer Precision Engineering Share Price: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગના શેરે 8 મહિનામાં 246% રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટના મતે આ શેર હજુ 40% વધીને 555 સુધી જઈ શકે છે. જાણો વિગત.

અપડેટેડ 12:37:56 PM Nov 29, 2026 પર
Story continues below Advertisement
સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ (ICICI Direct) નું માનવું છે કે આ શેરની તેજી હજુ અટકવાની નથી અને હાલના લેવલથી તે હજુ લગભગ 40% જેટલો ઉપર જઈ શકે છે.

Ratnaveer Precision Engineering Share Price: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગના શેરે પોતાના રોકાણકારોને છપ્પરફાડ કમાણી કરાવી છે. શેરબજારમાં લિસ્ટિંગ થયાના માત્ર 3 વર્ષમાં જ આ શેરે IPO ના રોકાણકારોના પૈસા 4 ગણાથી વધુ વધારી દીધા છે. એટલું જ નહીં, ચાલુ વર્ષે માત્ર 8 મહિનામાં જ આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 3 ગણા કરતા વધુ (આશરે 246%) ઉછળીને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ (ICICI Direct) નું માનવું છે કે આ શેરની તેજી હજુ અટકવાની નથી અને હાલના લેવલથી તે હજુ લગભગ 40% જેટલો ઉપર જઈ શકે છે. ગત ટ્રેડિંગ દિવસે એટલે કે 27 નવેમ્બર 2026 ના રોજ BSE પર આ શેર 2.13% ના ઘટાડા સાથે 396.90 પર બંધ થયો હતો. જોકે, ઈન્ટ્રા-ડે (ચાલુ બજારે) તે 10.32% ઉછળીને 447.40 ના પોતાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો.

Ratnaveer ના શેર પર બ્રોકરેજ કેમ છે ફિદા?


રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીનું ફોકસ ફિનિશ્ડ શીટ્સ, વોશર્સ, સોલર રૂફિંગ હુક્સ, પાઈપ અને ટ્યુબ બનાવવા પર છે. પરંતુ હવે આ કંપની CCL (કોપર ક્લેડ લેમિનેટ) દ્વારા હાઈ-ગ્રોથ ધરાવતા ઈલેક્ટ્રોનિક્સ મટીરિયલ્સના એક નવા બિઝનેસ સેગમેન્ટમાં એન્ટ્રી કરી રહી છે.

મોબાઈલ, લેપટોપ, ટીવી, કાર અને સર્વરમાં PCB (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) લાગેલું હોય છે અને તેને બનાવવા માટે CCL એક અત્યંત જરૂરી કાચો માલ છે. સરળ શબ્દોમાં કહીએ તો જેમ-જેમ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની માંગ વધશે, તેમ-તેમ CCL ની માંગ પણ વધશે. ભારતમાં હાલમાં મોટાભાગે તેની આયાત કરવી પડતી હોવાથી સ્થાનિક સ્તરે આ બિઝનેસમાં વિશાળ તકો રહેલી છે.

338 કરોડનું રોકાણ અને 50% એડવાન્સ ઓર્ડર

કંપની આશરે 338 કરોડનું રોકાણ કરીને CCL નો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવી રહી છે, જેમાં વાર્ષિક 79.2 લાખ CCL તૈયાર થઈ શકશે. સૌથી ખાસ વાત એ છે કે આ ઉત્પાદન ક્ષમતાના લગભગ 50% માટે કંપનીને પહેલેથી જ કમિટમેન્ટ અને ઓર્ડર મળી ચૂક્યા છે. પ્લાન્ટની 5 પ્રોડક્શન લાઈનો ફેબ્રુઆરી 2027 થી જૂન 2028 ની વચ્ચે તબક્કાવાર રીતે શરૂ થવાની છે. કમાણીની વાત કરીએ તો, આ નવા પ્લાન્ટથી કંપનીને નાણાકીય વર્ષ 2027 માં 50 કરોડ, નાણાકીય વર્ષ 2028 માં 653 કરોડ અને નાણાકીય વર્ષ 2029 માં 2000 કરોડના રેવન્યુનો અંદાજ છે.

કંપનીનું નવું આઉટલુક અને માર્કેટની સંભાવના

કંપનીએ પોતાના આઉટલુકમાં મોટો ફેરફાર કર્યો છે. નાણાકીય વર્ષ 2027 માં કોન્સોલિડેટેડ ધોરણે કંપનીને 1,414 કરોડનું રેવન્યુ, 180 કરોડનો EBITDA અને 13% EBITDA માર્જિન રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2029 માં 3,914 કરોડનું રેવન્યુ, 775 કરોડનો EBITDA અને 20% EBITDA માર્જિન રહેવાનું અનુમાન છે.

બ્રોકરેજ ફર્મના રિપોર્ટ અનુસાર, ભારતનું CCL માર્કેટ વર્ષ 2031 સુધીમાં આશરે 30,000 કરોડનું અને PCB માર્કેટ વર્ષ 2032 સુધીમાં આશરે 1.76 લાખ કરોડનું થઈ શકે છે. તેની સૌથી વધુ માંગ ડેટા સેન્ટર્સ, ચિપ, ડ્રોન અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સમાંથી નીકળી શકે છે.

કેટલો છે શેરનો નવો ટાર્ગેટ પ્રાઈસ?

આ તમામ પરિબળોને જોતા બ્રોકરેજ ફર્મે અંદાજ લગાવ્યો છે કે નાણાકીય વર્ષ 2026-28 દરમિયાન રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગનું રેવન્યુ વાર્ષિક ધોરણે 43% ની ઝડપે અને ચોખ્ખો નફો (Net Profit) 71% ના CAGR થી વધી શકે છે. બ્રોકરેજે નાણાકીય વર્ષ 2028 ના EPS સામે 25 ગણા ભાવના હિસાબે આ શેરનો ટાર્ગેટ પ્રાઈસ 555 પ્રતિ શેર નક્કી કર્યો છે.

1 વર્ષમાં કેવી રહી શેરની ચાલ?

આશરે 3 વર્ષ પહેલાં 165 કરોડના IPO હેઠળ કંપનીના 98 ના ભાવના શેર 11 સપ્ટેમ્બર 2023 ના રોજ 31% પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. 30 માર્ચ 2026 ના રોજ BSE પર આ શેર તેના 1 વર્ષના નીચલા સ્તર 129.43 પર હતો. આ નીચલા સ્તરેથી માત્ર 8 જ મહિનામાં શેર 245.67% ઉછળીને 27 નવેમ્બર 2026 ના રોજ 447.40 ના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો, જે તેની 98 ની IPO પ્રાઈસ કરતા 356.53% વધારે છે.

આ પણ વાંચો-Gold Silver Price: 1 તોલા સોનું 68,000 અને 1 કિલો ચાંદી 2.67 લાખ સસ્તી! જાણો 24, 22 અને 20 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના પોતાના અંગત વિચારો છે. શેરબજારમાં કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Nov 29, 2026 12:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.