Gainers & Losers: ગુરુવારે અમૂક કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ જોવા મળી | Moneycontrol Gujarati
Get App

Gainers & Losers: ગુરુવારે અમૂક કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ જોવા મળી

ગુરુવારે તોફાની વધઘટ બાદ સત્રના અંતે સેન્સેક્સ (Sensex) ૧૮૦.૯૬ પોઈન્ટ્સ (૦.૨૮ ટકા) ઘટીને ૬૫,૨૫૨.૩૪ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી (Nifty) ૫૭.૩૦ પોઈન્ટ્સ (૦.૨૯ ટકા) ઘટીને ૧૯,૩૮૬.૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. કુલ ૧,૭૦૭ કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, ૧,૭૮૪ કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને ૧૬૩ કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, અમૂક શૅર્સમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી.

અપડેટેડ 05:33:05 PM Aug 24, 2023 પર
Story continues below Advertisement

ગુરુવારે તોફાની વધઘટ બાદ સત્રના અંતે સેન્સેક્સ (Sensex) ૧૮૦.૯૬ પોઈન્ટ્સ (૦.૨૮ ટકા) ઘટીને ૬૫,૨૫૨.૩૪ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી (Nifty) ૫૭.૩૦ પોઈન્ટ્સ (૦.૨૯ ટકા) ઘટીને ૧૯,૩૮૬.૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. કુલ ૧,૭૦૭ કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, ૧,૭૮૪ કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને ૧૬૩ કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, અમૂક શૅર્સમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી.

Coforge: કોફોર્જના શૅરમાં સત્ર દરમિયાન નવ ટકા જેટલો વધારો થયો હતો કારણ કે બ્લોક ડિલના માધ્યમે કુલ ૧.૫૪ કરોડ શૅર્સની લેવડ-દેવડ થઈ હતી અને આ બ્લોક ડિલનું મૂલ્ય રૂ.૭,૩૨૯.૩ કરોડ હતું. જોકે, શૅરના ખરીદદારો અને વેચાણકર્તાઓ કોણ છે તેની હજી જાણ થઈ નથી. સીએનબીસી-આવાઝમાં અગાઉ જણાવવામાં આવ્યું હતું કે હુલેસ્ટ બીવી એ કોફોર્જમાંથી પોતાનો સંપૂર્ણ ૨૬ ટકા હિસ્સો વેચવાની વિચારણા કરી રહ્યું છે. ડિલની ફ્લોર પ્રાઈસ શૅરદીઠ રૂ.૪,૫૫૦ છે અને ૨૩ ઓગસ્ટના બંધ ભાવની સરખામણીએ ૭.૪ ટકાનું ડિસ્કાઉન્ટ હતું.

Jio Financial Services: સતત ચોથા સત્રમાં કંપનીના શૅરને પાંચ ટકાની લોઅર સર્કીટ લાગી હતી. લિસ્ટિંગ બાદથી શૅર ભાવમાં ઘટાડો જ થઈ રહ્યો છે કારણ કે પેસિવ ફંડ્સ વેચવાલી કરી રહ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સમાંથી કંપનીનો શૅર બહાર થાય તે પહેલા જ શૅરમાંથી તેઓ નીકળી જવા માગે છે.


Gujarat Ambuja Exports: સત્ર દરમિયાન કંપનીના શૅરમાં પાંચ ટકાનો વધારો થયો હતો કારણ કે કંપનીના ગુજરાતના હિંમતનગરમાં ગ્રીનફિલ્ડ વેટ મિલિંગ પ્લાન્ટ ઉભો કરવા માટે રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી મળી છે. પ્રોસેસ્ડ એગ્રો-ગુડ્સ ઉત્પાદક આ કંપનીએ એક્સચેન્જોને આપેલી માહિતીમાં કહ્યું કે સૂચિત પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન ૯૦૦ ટન પ્રોસેસની હશે. આ પ્લાન્ટના ટેકે કંપનીની એકંદર મકાઈ પ્રોસેસિંગ ક્ષમતા વધીને પ્રતિ દિન ૬૦૦૦ ટન થશે. કંપનીના કુલ પાંચ પ્લાન્ટ છે.

Centum Electronics: ચંદ્રયાન-૩ની ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા આ કંપનીના શૅરમાં સત્ર દરમિયાન આઠ ટકા જેટલો વધારો થયો હતો. સેન્ટમ એ ઈસરોની મુખ્ય ઔદ્યોગિક ભાગીદાર છે જેણે ચંદ્ર મિશન માટે મહત્વના ઈલેક્ટ્રોનિક્સ અને મોડ્યુલ્સ તેમ જ સિસ્ટમ્સ ઈસરોને પુરા પાડ્યા હતા. ૧૧ ઓગસ્ટના રોજ કંપનીના જૂન ત્રિમાસિક પરિણામ પણ જાહેર થયા હતા જેમાં તેમની આવક ૧૭ ટકા વધી હતી. આવક વધવાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ (ઈએમએસ) બિઝનેસની વૃદ્ધિ હતું.

Suzlon Energy: કંપનીનો શૅર બે ટકા ઘટાડે બંધ રહ્યો હતો. પરંતુ અગાઉ તેમણે જાહેરાત કરી કે ઈન્ટીગ્રમ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર પાસેથી ૩૧.૫ મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટેનો ઓર્ડર મળ્યો છે. આ રિન્યુએબલ એનર્જી કંપની કુલ ૧૫ એસ૧૨૦-૧૪૦એમ વિન્ડ ટર્બાઈન જનરેટર્સ સ્થાપશે અને એક હાઈબ્રિડ લેટીસ ટુબુલર ટાવર પણ હશે જેની ક્ષમતા ૨.૧ મેગાવોટ હશે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ કામકાજ કરવાનું છે.

IPCA Laboratories: આ બલ્ક ડ્રગ અને ફોર્મ્યુલેશન્સ બનાવતી કંપનીનો શૅર સત્ર દરમિયાન એક ટકા વધ્યો હતો કારણ કે કંપનીએ જાહેરાત કરી કે તેમને યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ પિપારિયા (સિલવાસા) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને વોલ્યુનટરી એક્શન ઈન્ડિકેટેડ (VAI)માં વર્ગીકૃત કરી છે. વીઆયએ અંતર્ગત પ્લાન્ટ આવે એનો મતલબ એ થાય છે કે આ પ્લાન્ટમાં એકંદર કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે.

Procter and Gamble: કંપનીના જૂન ૨૦૨૩માં પુરા થતા ત્રિમાસિક નાણાકીય પરિણામ નબળા રહેવાથી ગુરુવારે શૅર પાંચ ટકા જેટલો ઘટ્યો હતો. સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૨૮ ટકા ઘટીને રૂ.૨૯.૮ કરોડ થયો હતો કારણ કે કાચા માલનો ખર્ચ અને વન-ટાઈમ કર્મચારી ખર્ચમાં વધારો થયો હતો. આવક પણ આંશિક ૧.૮ ટકા વધીને રૂ.૩૦૧.૨ કરોડ થઈ હતી. કંપનીએ જૂન ૨૦૨૩માં પુરા થતા નાણાકીય વર્ષ માટે શૅરદીઠ રૂ.૫૦ અંતિમ ડિવિડંડની જાહેરાત પણ કરી હતી.

Max financials: મોટા પ્રમાણમાં બ્લોક ડિલ બાદ કંપનીનો શૅર ત્રણ ટકા જેટલો વધીને બંધ રહ્યો હતો. બે બંચમાં કુલ ૧.૧૩ કરોડ શૅર્સ (કંપનીનો ૩.૬ ટકા હિસ્સો)ની લેવડ-દેવડ થઈ હતી. જોકે, ખરીદદાર અને વેચાણકર્તાની માહિતી પ્રાપ્ત થઈ નથી. છેલ્લા પાંચ મહિનામાં કંપનીનો શૅર ૪૮ ટકા વધ્યો છે. જૂન મહિનામાં એમએસસીઆઈ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં કંપનીના શૅરનો ઉમેરો થયો તે પછીથી પુનઃમૂલ્યાંકન થયુ છે. નુવામાનો અંદાજ છે કે ઈન્ડેક્સમાં જોડાયા બાદ કંપનીમાં ૩૧.૨ કરોડ ડૉલરનો પ્રવાહ જોવા મળી શકે છે. ઈન્ડેક્સમાં મેક્સ હેલ્થકેર એ ૦.૫૨ ભારાંક ધરાવે છે.

Vascon Engineers: કંપનીને બિહાર સરકાર પાસેથી રૂ.૬૦૫.૭ કરોડના મૂલ્યનો ઓર્ડર મળતા શૅર ત્રણ ટકા વધ્યો હતો. બિહાર મેડિકલ સર્વિસીસ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશન લિમિટેડ એ વેસકોન એન્જિનિયર્સને લેટર ઓફ એક્સેપટન્સ આપ્યો છે જેમાં લોહિયા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવાનો ઉલ્લેખ છે. આ સિવાય હોસ્પિટલની સાથે રેસ્ટિડેન્શિય બિલ્ડિંગ પણ ઉભા કરવાના છે. ૩૬ મહિનામાં કંપનીએ આ પ્રોજેક્ટ પુરો કરવાનો છે.

Ramkrishna Forgings: કંપનીને તેમના એક યુરેશિયન ફાર્મ ઈક્વિપમેન્ટ ગ્રાહક પાસેથી ટ્રાન્સમિશન અને એન્જિન પાર્ટસની સપ્લાય કરવાનો ઓર્ડર મળતા શૅર સત્ર દરમિયાન અઢી ટકા વધ્યો હતો. આ ઓર્ડરનું મૂલ્ય રૂ.૧૫૬ કરોડ છે. સપ્લાયનો કોન્ટ્રેક્ટ ચાર વર્ષ માટે થયો છે. કોન્ટ્રેક્ટ અંતર્ગત રામકૃષ્ણ ફોર્જિંગ્સ એ શ્રેષ્ઠ ગુણવત્તાના ફોર્જ્ડ અ મશીન પાર્ટસની સપ્લાય કરશે જેનો ઉપયોગ ટ્રાન્સમિશન અને એન્જિન પાર્ટસમાં થાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2023 5:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.