Market Today: ગિફ્ટ નિફ્ટીમાં 340 પોઈન્ટનો જંગી ઉછાળો, શું આજે શેરબજારમાં આવશે મોટી તેજી? કોઈ પણ ટ્રેડ લેતા પહેલા વાંચો આ લેટેસ્ટ અપડેટ્સ
આજે ભારતીય શેરબજારમાં ધમાકેદાર શરૂઆતના સંકેત મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 24,200 ની ઉપર પહોંચતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. ગ્લોબલ માર્કેટ, એશિયન બજાર અને ક્રૂડ ઓઈલની શું સ્થિતિ છે? જાણો અહીં.
અમેરિકી 10-વર્ષના બોન્ડ યીલ્ડ પણ ઘટીને 4.24% પર આવી ગયા છે, જે શેરબજાર માટે સારા સમાચાર છે.
Market Today: બુધવારે ભારતીય શેરબજાર માટે ગ્લોબલ માર્કેટમાંથી ખૂબ જ સારા સંકેતો મળી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી શાંતિ મંત્રણા શરૂ થવાની આશા અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશને કારણે રોકાણકારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) જે રીતે ટ્રેડ કરી રહ્યો છે, તે જોતા આજે બજારમાં મજબૂત ગેપ-અપ ઓપનિંગના સંકેત છે.
ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટની સ્થિતિ
સવારે 08:50 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 346 પોઈન્ટ અથવા 1.43% ના જંગી ઉછાળા સાથે 24,223.50 ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. આ ઉછાળો સેન્સેક્સ અને નિફ્ટી માટે મોટા પ્રોત્સાહન સમાન છે.
એશિયન બજારોમાં પણ ચોતરફ તેજીનો માહોલ છે.
કોસ્પી (KOSPI): લગભગ 3% જેટલો ભાગ્યો છે.
નિકકેઈ (Nikkei): જાપાનના બજારમાં 0.65% ની તેજી છે.
હેંગસેંગ (Hang Seng): 1.05% નો વધારો જોવા મળ્યો છે.
તાઈવાની માર્કેટ: 1.74% ઉપર છે.
અમેરિકી બજારમાં મજબૂત રેલી
ગઈકાલે અમેરિકી શેરબજારોમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. Nasdaq 2% ઉછળ્યો હતો, જ્યારે S&P 500 1.18% વધીને 6,967.38 પર બંધ થયો હતો. આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી જતી સમજૂતીની આશા છે, જેણે રોકાણકારોની રિસ્ક લેવાની ક્ષમતા વધારી દીધી છે.
ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો
વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ 6 અઠવાડિયાના નીચલા સ્તર 98.12 પર આવી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ડર ઘટતા રોકાણકારો હવે ડોલર છોડીને ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. બીજી તરફ, અમેરિકી 10-વર્ષના બોન્ડ યીલ્ડ પણ ઘટીને 4.24% પર આવી ગયા છે, જે શેરબજાર માટે સારા સમાચાર છે.
FII અને DII ના આંકડા
13 એપ્રિલના ડેટા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાં 1,983 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તેની સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ મોરચો સંભાળ્યો હતો અને 2,400 કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરી હતી.
નિફ્ટી માટે શું છે ટેકનિકલ વ્યૂ?
બજારના નિષ્ણાતોના મતે નિફ્ટીનું શોર્ટ ટર્મ ટેકનિકલ સ્ટ્રક્ચર મજબૂત દેખાઈ રહ્યું છે. જો નિફ્ટી 24,000 ની સપાટીને પાર કરવામાં સફળ રહેશે, તો ટૂંક સમયમાં 24,300 ના લેવલ જોવા મળી શકે છે.