Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, અશિયામાં મિશ્ર કામકાજ, GIFT NIFTYમાં મામુલી તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, અશિયામાં મિશ્ર કામકાજ, GIFT NIFTYમાં મામુલી તેજી

ઉલ્લેખનીય છે કે OPEC તરફથી આવતા વર્ષે માગ વધવાના અનુમાનથી ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવતા US માર્કેટમાં દબાણ બન્યું, સાથે જ બજારની નજર હવે આજે આવનાર ઓગસ્ટ મહિનાના મોંઘવારીના આંકડાઓ પર બનેલી છે.

અપડેટેડ 08:45:59 AM Sep 13, 2023 પર
Story continues below Advertisement
Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. અશિયામાં મિશ્ર કામકાજ સાથે કારોબાર ચાલુ છે.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. અશિયામાં મિશ્ર કામકાજ સાથે કારોબાર ચાલુ છે. GIFT NIFTYમાં મામુલી તેજી જોવાને મળી રહી છે. ગઈકાલે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેક 1% થી વધારે ઘટ્યો હતો.

ગઈકાલે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, ટેક શેર્સમાં દબાણના કારણે નાસ્ડેક આશરે 1 ટકા ઘટીને બંધ રહ્યો, તો S&P 500 અને ડાઓમાં પણ દબાણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે OPEC તરફથી આવતા વર્ષે માગ વધવાના અનુમાનથી ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવતા US માર્કેટમાં દબાણ બન્યું, સાથે જ બજારની નજર હવે આજે આવનાર ઓગસ્ટ મહિનાના મોંઘવારીના આંકડાઓ પર બનેલી છે.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 17.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.31 ટકાના ઘટાડાની સાથે 32,675.89 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.21 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.01 ટકા વધીને 16,575.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.22 ટકાના ઘટાડાની સાથે 17,986.85 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.16 ટકા તૂટીને 2,532.63 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 17.60 અંક એટલે કે 0.56 ટકા લપસીને 3,119.46 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Sep 13, 2023 8:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.