Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં મામુલી વધારો - Global Market: Mixed signals from global markets, SGX Nifty and Dow futures marginally higher | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં મામુલી વધારો

Global market: અમેરિકી બજાર કાલે ઘટાડાની સાથે બંધ થયા હતા. ડાઓ જોંસ આશરે 200 અંક મેન્યુફેક્ચરિંગ PMI ના આંકડા અનુમાનથી નબળા રહ્યા છે. માર્ચમાં મેન્યુફેક્ચરિંગ PMI ના આંકડા અનુમાનથી નબળા રહ્યા છે. માર્ચમાં મેન્યુફેક્ચરિંગ PMI 49.2 રહી છે. જ્યારે બજારના મેન્યુફેક્ચરિંગ PMI 49.3 પર રહેવાના અનુમાન હતા.

અપડેટેડ 08:47:56 AM Apr 05, 2023 પર
Story continues below Advertisement
ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં મામુલી વધારો છે. પણ અમેરિકી બજારોમાં ગઈકાલે અડધા ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.

Global market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં મામુલી વધારો છે. પણ અમેરિકી બજારોમાં ગઈકાલે અડધા ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. મંદીની આશંકાએ સોનામાં જોરદાર તેજી દેખાણી, જ્યારે COMEX પર ભાવ 3% ઉછળી 2038 ડૉલરની ઉપર, ક્રૂડમાં પણ મજબૂતી યથાવત્ રહી છે.

ગઈકાલે આવેલા અમેરિકાના આર્થિક આંકડાઓમાં નરમાશના સંકેત આવતા ગઈકાલે અમેરિકાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં US જોબ ઓપનિંગના આંકડા બે વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા હતા, જ્યારે ફેક્ટરી ઓર્ડરમાં પણ સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ સોમવારે આવેલા આંકડાઓ પણ USમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડો આવ્યો હોવાનો સંકેત આપતા હતા. આ સાથે જ JP મોર્ગનના CEO જેમી ડિમોને શેરહોલ્ડરને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું, કે હજુ સુધી US બેન્કિંગ ક્ષેત્રની કટોકટી પૂર્ણ નથી થઈ અને આની અસર આવનારા વર્ષો સુધી દેખાશે. આ પત્ર બાદ ગઈકાલે બેન્કોના શેર્સમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે નાસ્ડેક, S&P 500 અને ડાઓમાં અડધા ટકાની આસપાસનો ઘટાડો દેખાયો હતો. જોકે આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં સામાન્ય વધારો નોંધાયો હતો.

આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 50 અંક નીચે દેખાય રહ્યા છે. જ્યારે નિક્કેઈ આશરે 1.16 ટકા ઘટાડાની સાથે 27957.4 ની આસપાસ દેખાય રહ્યા છે. જોકે સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.38 ટકાની તેજી જોવામાં આવી રહી છે. જ્યારે તાઈવાનના બજાર 0.12 ટકાના વધારાની સાથે 15868.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.66 ટકાની ભારી ઘટાડાની સાથે 20274.59 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.66 ટકાના ભારી ઘટાડાની સાથે 20274.59 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે કોસ્પીમાં 0.25 ટકાની મજબૂતી દેખાય રહી છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.49 ટકાના વધારાની સાથે 3312.56 ના સ્તર પર દેખાય રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Apr 05, 2023 8:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.