Global Market: US માર્કેટમાં ઘટાડો, ઓગસ્ટના મજબૂત જૉબ્સ ડેટાથી દબાણ | Moneycontrol Gujarati
Get App

Global Market: US માર્કેટમાં ઘટાડો, ઓગસ્ટના મજબૂત જૉબ્સ ડેટાથી દબાણ

ફેડની 0.25% વ્યાજદર કાપની સંભાવના 60% છે. વ્યાજદર વધારવાની સંભાવના 50%થી 60% થઈ. 2 વર્ષની બોન્ડ યીલ્ડ 4.38% પર પહોંચી. 2 વર્ષની બોન્ડ યીલ્ડ 2025 બાદ સૌથી ઉપલા સ્તરે છે. જોબ રિપોર્ટ બાદ 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.8% ની તરફ છે. ડોલરમાં મજબૂતી આવી, સોનામાં ઘટાડો થયો.

અપડેટેડ 08:57:37 AM Sep 07, 2026 પર
Story continues below Advertisement
Global Market: વેસ્ટ એશિયા સંકટ વધ્યુ.. USએ ઈરાનના 3 ઑયલ ટેન્કરનો કર્યો નાશ.

Global Market: વેસ્ટ એશિયા સંકટ વધ્યુ.. USએ ઈરાનના 3 ઑયલ ટેન્કરનો કર્યો નાશ. બદલામાં ઇરાને પણ ઑયલ ટેન્કરોને બનાવ્યુ નિશાન. કહ્યું USને મળશે જવાબ. ત્યાંજ અમેરિકા ઉર્જા મંત્રીનું નિવેદન કહ્યું- ઈરાન સાથે પરમાણુ કરાર કદાચ ક્યારેય ન થાય.

ઈરાનમાં 3 ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો. સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા. USથી જોડાયેલા જહાજોએ હુમલો કર્યાનો દાવો. IRGCs હુમલો કર્યાની જાણકારી આપી. IRGCએ કહ્યું અમેરિકન નેવલ ડ્રોને નિશાનો બનાવ્યો. CENTCOMએ કહ્યું અમારા હુમલામાં એક ટેન્કર ડૂબ્યું. પીટ હેગસેથે ઈરાનને આપી ચેતવણી. ચેતવણીમાં કહ્યું હુમલો કશો તો ભારે પડશે. શનિવારે માત્ર 1 જહાજ પસાર થયાનો અહેવાલ.

ઈરાને આપી ચેતવણી


ગાલિબાફે કહ્યું USએ સમજવું પડશે હવે મોડું થઈ ગયું છે. હવે નિયમ બદલાઈ ચૂક્યા છે. ઈરાન પર હુમલો કરવો USને ભારે પડશે. જવાબ પહેલાથી ઝડપી અને પીડાદાયક હશે.

વૈશ્વિક બજારથી સંકેત

ફેડની 0.25% વ્યાજદર કાપની સંભાવના 60% છે. વ્યાજદર વધારવાની સંભાવના 50%થી 60% થઈ. 2 વર્ષની બોન્ડ યીલ્ડ 4.38% પર પહોંચી. 2 વર્ષની બોન્ડ યીલ્ડ 2025 બાદ સૌથી ઉપલા સ્તરે છે. જોબ રિપોર્ટ બાદ 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.8% ની તરફ છે. ડોલરમાં મજબૂતી આવી, સોનામાં ઘટાડો થયો.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 55.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.74 ટકાના વધારાની સાથે 66,143.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.22 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.60 ટકા વધીને 47,243.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.08 ટકાના ઘટાડાની સાથે 25,373 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.34 ટકાની તેજી સાથે 6,910.41 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 10.18 અંક એટલે કે 0.26 ટકા લપસીને 3,919.94 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 07, 2026 8:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.