Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ | Moneycontrol Gujarati
Get App

Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ

અમેરિકા અને એશિયામાં પણ તેજી જોવા મળી છે, એન્થ્રોપિકના IPOની અરજી આપવાથી AI અને ચિપ શેર્સમાં જોશ મળ્યુ. નાસ્ડેક આશરે 1 ટકા વધ્યો. ત્યાંજ કોરિયાના બજાર કોસ્પી 4% થી વધુ વધ્યો. નિક્કેઈ પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

અપડેટેડ 11:18:11 AM Oct 27, 2026 પર
Story continues below Advertisement
Global Market: નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનું દબાણ જોવાને મળી રહ્યું છે.

Global Market: નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનું દબાણ જોવાને મળી રહ્યું છે. FIIsની કેશ અને વાયદા બન્ને મળી 3700 કરોડની વેચવાલી જોવા મળી છે.

અમેરિકાના બજારોમાં સારી તેજી

અમેરિકા અને એશિયામાં પણ તેજી જોવા મળી છે, એન્થ્રોપિકના IPOની અરજી આપવાથી AI અને ચિપ શેર્સમાં જોશ મળ્યુ. નાસ્ડેક આશરે 1 ટકા વધ્યો. ત્યાંજ કોરિયાના બજાર કોસ્પી 4% થી વધુ વધ્યો. નિક્કેઈ પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.


HSBCએ ઘટાડી રેટિંગ

અમેરિકાના બજારોની રેટિંગ ઘટાડીને 'ન્યુટ્રલ' કરી. પહેલા મેક્સિમમ ઓવરવેઈટ રેટિંગ હતું. માર્ચ બાદ પહેલીવાર રેટિંગમાં પરિવર્તન આવ્યુ. ડેમોક્રેટ્સની જીત પર AI નિયમ કડક થવાનું જોખમ છે. ઈરાન યુદ્ધ લંબાવવું પણ બજાર માટે જોખમ છે.

એન્થ્રોપિક લાવશે IPO

જૂન સુધી 6 મહિનામાં આવક 130% વધી $16.29 બિલિયન છે. 2026ના પહેલા છ મહિનામાં $80.7 બિલિયનની ખોટ છે. IPO દસ્તાવેજમાં જોખમ સબંધિત 90 પાના છે. AI મોડલને સુરક્ષિત માનવાનો નિર્ણય કંપની જાતે કરે છે.

યુદ્ધ અંગે અપડેટ

સાઉદી, પાક, તુર્કી સાથે ઈરાનની બેઠક છે. ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને તેહરાનમાં બેઠક છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે મુલાકાત કરી. પેજેશકિયાને કહ્યું કે ક્ષેત્રીય સહયોગ વધારવા પર ભાર છે. પરમાણુ હથિયાર નથી બનાવતા, શાંતિપૂર્ણ હેતુથી કામ ચાલે છે.

ક્રૂડમાં ઘટાડો

બ્રેન્ટના ભાવ $115ની નીચે સરક્યો. WTIનો ભાવ પણ $101ની નીચે યથાવત્ છે. ઈરાન સાથે વાતચીત બાદ સામાન્ય દબાણ જોવા મળ્યુ. BoAએ કહ્યું ક્રૂડ સરેરાશ $120 સુધી જઈ શકે છે. ઈરાનના પાડોશી દેશો પર હુમલા ફરી શરૂ થવાનું જોખમ છે. સ્ટ્રેટથી સપ્લાયમાં સુધારો, 1.5 બિલિયન બેરલ તેલ પસાર થયું.

ઈઝરાયેલમાં ચૂંટણી

બેન્જામિન નેતન્યાહૂ ફરી ચૂંટણીના મેદાનમાં છે. પૂર્વ સૈન્ય પ્રુમખ ગાદી આઈજેનકોટ સામે મુકાબલો થયો. વિપક્ષી ગઠબંધનને 120માંથી 52 બેઠકનું અનુમાન છે. નેતન્તાહૂ ગઠબંધનને 50 બેઠક મળવાનું અનુમાન છે. બહુમતિ માટે 61 બેઠકો જરૂરી છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 21.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.41 ટકાના વધારાની સાથે 63,156.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.18 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.77 ટકાના ઘટાડાની સાથે 23,033.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.96 ટકા ઉછળીને 5,631.41 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 12.11 અંક એટલે કે 0.33 ટકા લપસીને 3,685.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2026 9:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.