HEG Share: 65%નો ઘટાડો જોઈને ગભરાશો નહીં! ડિમર્જર બાદ શું થયું? | Moneycontrol Gujarati
Get App

HEG Share: 65%નો ઘટાડો જોઈને ગભરાશો નહીં! ડિમર્જર બાદ શું થયું?

HEGના શેરમાં ડિમર્જર બાદ 65% જેટલો ઘટાડો દેખાયો, પરંતુ આ વાસ્તવિક 65%ની વેલ્યુ લોસ નથી. શુક્રવારના ₹728.25ના ભાવની સામે સોમવારે શેર આશરે ₹258 પર ટ્રેડ થયો હતો. જોકે ડિમર્જર-એડજસ્ટેડ ભાવ આશરે ₹260 હોવાથી વાસ્તવિક ઘટાડો માત્ર 0.8% જેટલો હતો.

અપડેટેડ 12:45:08 PM Sep 07, 2026 પર
Story continues below Advertisement
HEGના શેરમાં ડિમર્જર બાદ 65%નો ઘટાડો દેખાયો, પરંતુ ડિમર્જર-એડજસ્ટેડ ભાવ મુજબ વાસ્તવિક ઘટાડો માત્ર 0.8% જેટલો રહ્યો.

HEG Share Price: HEG Ltdના શેરમાં સોમવારે સવારે લગભગ 65%નો કડાકો જોવા મળતાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, આ ઘટાડો વાસ્તવિક રીતે શેરહોલ્ડર્સની સંપત્તિમાં થયેલો 65%નો ઘટાડો નથી. કંપનીના ડિમર્જર બાદના પ્રાઇસ એડજસ્ટમેન્ટને કારણે શેરમાં આટલો મોટો ઘટાડો દેખાયો છે.

સોમવારના સવારે ટ્રેડિંગ દરમિયાન HEGનો શેર આશરે ₹258 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે શુક્રવારે તેનો ક્લોઝિંગ ભાવ ₹728.25 હતો. પરંતુ ડિમર્જર-એડજસ્ટેડ ભાવ આશરે ₹260 ગણવામાં આવે તો વાસ્તવિક ઘટાડો માત્ર 0.8% જેટલો થાય છે.

ડિમર્જર બાદ HEGમાં શું બદલાયું?


સોમવાર, 7 સપ્ટેમ્બરથી HEGના શેરમાં ex-demerger trading શરૂ થઈ છે. કંપનીએ તેના graphite electrode businessને Advanced Materials અને Energy Operationsથી અલગ કરી દીધો છે. 7 સપ્ટેમ્બર રેકોર્ડ ડેટ છે, જેના આધારે નક્કી થશે કે કયા શેરહોલ્ડર્સને ડિમર્જ થયેલા ગ્રેફાઇટ બિઝનેસના શેર મળશે.

રિસ્ટ્રક્ચરિંગ બાદ હાલની લિસ્ટેડ કંપનીનું નામ HEG Advanced Materials Ltd કરવામાં આવ્યું છે. આ કંપનીમાં એડવાન્સ્ડ મટીરિયલ, બેટરી એનર્જી સોલ્યુશંસ અને ગ્રીન પાવર બિઝનેસ રહેશે. આ ઉપરાંત ભિલવારા એનર્જી લી.નું પણ HEG એડવાન્સ્ડ મટીરિયલમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે.

બીજી તરફ, Graphite Electrode Businessને HEG Graphite Ltdમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ કંપનીનું નામ ભવિષ્યમાં HEG Ltd કરવાની દરખાસ્ત છે અને તેને અલગથી લિસ્ટ કરવામાં આવશે. આ કંપની pure-play graphite electrode business તરીકે કામ કરશે.

HEG શેરમાં 65%નો ઘટાડો કેમ દેખાયો?

શુક્રવારનો ₹728.25નો ભાવ ડિમર્જર પહેલાંની HEGની સંપૂર્ણ બિઝનેસ વેલ્યુ દર્શાવતો હતો. તેમાં ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડ બિઝનેસની વેલ્યુ પણ સામેલ હતી. ડિમર્જર બાદ સોમવારનો શેર ભાવ માત્ર HEG એડવાન્સ્ડ મટીરિયલ્સની વેલ્યુ દર્શાવે છે. તેથી બંને દિવસના શેર ભાવની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.

શેરહોલ્ડર્સે આ તફાવત ગુમાવ્યો નથી. 7 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટે HEG એડવાન્સ્ડ મટીરિયલ્સના દરેક એક શેર સામે HEG ગ્રેફાઈટનો એક સંપૂર્ણ પેઇડ-અપ શેર મળવાનો હક રહેશે.

ગ્રેફાઈટ બિઝનેસના શેર ક્યારે લિસ્ટ થશે?

HEG Graphiteના શેર ઓક્ટોબરના બીજા અર્ધમાં અલગથી લિસ્ટ થવાની અપેક્ષા છે. ત્યાં સુધી આ શેરની વેલ્યુ HEG Advanced Materialsના વર્તમાન માર્કેટ ભાવમાં સીધી રીતે દેખાશે નહીં. આથી શુક્રવારના ₹728.25 અને સોમવારના આશરે ₹258ના ભાવની સરખામણી કરીને શેરમાં 65%નું વાસ્તવિક નુકસાન થયું હોવાનું માનવું ભ્રામક બની શકે છે.

ડિમર્જર પહેલાં HEGનું માર્કેટ કેપ કેટલું હતું?

ડિમર્જર પહેલાં શુક્રવારના ક્લોઝિંગ ભાવ પ્રમાણે HEGનું માર્કેટ કેપ ₹11,500 કરોડથી વધુ હતું. ડિમર્જર બાદ સોમવારના સવારે HEG Advanced Materialsનું માર્કેટ વેલ્યુએશન ₹5,000 કરોડથી વધુ હતું.

બાકીની વેલ્યુ અલગથી લિસ્ટ થનારા ગ્રેફાઈટ બિઝનેસમાં પ્રતિબિંબિત થવાની અપેક્ષા છે.

ડિમર્જર પહેલાં 2026માં શુક્રવાર સુધી HEGના શેરમાં આશરે 17%નો વધારો થયો હતો. આ જ સમયગાળામાં Nifty 50માં લગભગ 9%નો ઘટાડો નોંધાયો હતો. એટલે ડિમર્જર પહેલાં HEGએ બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું હતું.

શેરહોલ્ડર્સને ડિમર્જર બાદ શું મળશે?

ડિમર્જરનો 1:1 એન્ટિટેલિમેન્ટ રેશિયો છે. એટલે રેકોર્ડ ડેટ, 7 સપ્ટેમ્બર, 2026ના રોજ HEG એડવાન્સ્ડ મટીરિયલનો એક ₹2 ફેસ વેલ્યુનો શેર ધરાવતા શેરહોલ્ડરને HEG ગ્રેફાઈટનો એક ₹2 ફેસ વેલ્યુનો શેર મળશે.

આ રીતે રોકાણકાર પાસે એક તરફ એચઈજી એડવાન્સ્ડ મટીરિયલનો શેર રહેશે, જ્યારે બીજી તરફ ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડ બિઝનેસ માટે એચઈજી ગ્રેફાઈટનો અલગ શેર મળશે.

કોણ સંભાળશે બંને કંપનીઓની કમાન?

કોમપોસાઈટ સ્કિમ હેઠળ બિલવેર એનર્જીનું એચઈજી એડવાન્સ્ડ મટીરિયલ્સમાં મર્જર કરવામાં આવ્યું છે.

રીજુ ઝુનઝુનવાલા એચઈજી એડવાન્સ્ડ મટીરિયલ્સના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ તરીકે કંપનીનું નેતૃત્વ કરશે. જ્યારે રવી ઝુનઝુવાલા એચઈજી ગ્રેફાઈટના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રહેશે.

રોકાણકારો માટે શું સમજવું?

HEGમાં દેખાતો 65%નો ઘટાડો મુખ્યત્વે ડિમર્જર-સંબંધિત ભાવ સમાયોજન છે. એટલે માત્ર જૂના ₹728.25ના ભાવની સામે નવા ભાવને જોવાને બદલે ડિમર્જર બાદ મળનારા HEG Advanced Materials અને HEG Graphite બંને શેરની સંયુક્ત વેલ્યુ જોવી વધુ યોગ્ય રહેશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

HUL Share Price: બ્રોકરેજિસનો વિશ્વાસ વધ્યો, શેરમાં 26% સુધીના અપસાઇડની શક્યતા

MoneyControl News

MoneyControl News

First Published: Sep 07, 2026 12:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.