નબળા બજારમાં આ સ્મૉલકેપ ડેરીનો સ્ટોક ફોક્સમાં, સ્ટૉક 7% ઉછળો અહીં આપેલ છે તેની તેજીનું કારણ | Moneycontrol Gujarati
Get App

નબળા બજારમાં આ સ્મૉલકેપ ડેરીનો સ્ટોક ફોક્સમાં, સ્ટૉક 7% ઉછળો અહીં આપેલ છે તેની તેજીનું કારણ

તેલંગાના સ્થિત કંપની અન્ય ઉત્પાદકોના સિવાય તાજા દૂધ, માખણ, ધી, પનીર, દહીં, આઈસ્ક્રીમ જેવા દુધ ઉત્પાદકોની એક વિસ્તૃત શ્રૃંખલા રજુ કરે છે.

અપડેટેડ 01:15:08 PM Oct 04, 2023 પર
Story continues below Advertisement
વર્ષ દર વર્ષના આધાર પર આ સ્મૉલકેપ ડોડલા ડેરીનો સ્ટૉક સેંસેક્સ બેંચમાર્કમાં 8 ટકાની તેજીના મુકાબલે 44 ટકા વધી ગયો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Dodla Dairy Share Prices: 04 ઑક્ટોબરના ડોડલા ડેરીના શેરમાં 7 ટકાનો ઉછાળીને 726 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીની પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની ઑર્ગાફીડ દ્વારા આંધ્ર પ્રદેશના કુપ્પમમાં એક નવા પશુ ચારા સંયંત્ર શરૂ કર્યા બાદ સ્ટૉકમાં તેજી આવી. બપોરે 01:59 વાગ્યે બીએસઈ પર સેન્સેક્સ 573 પોઈન્ટ એટલે કે 0.87% તૂટીને 64938.89 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

    વર્ષ દર વર્ષના આધાર પર આ સ્મૉલકેપ કંપનીનો સ્ટૉક સેંસેક્સ બેંચમાર્કમાં 8 ટકાની તેજીના મુકાબલે 44 ટકા વધી ગયો છે. તેની પહેસા સ્ટૉક 24 જુલાઈ, 2023 ના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 908 રૂપિયા પ્રતિશેરે એ પહોંચ્યો હતો અને 13 માર્ચ, 2023 ના 52 સપ્તાહના નિચલા સ્તર 417 રૂપિયા પ્રતિશેર પર આવી ગયો હતો.

    નવા પ્લાંટની ક્ષમતા 12,000 ટન પ્રતિ મહિના રહેશે


    04 ઑક્ટોબરના એક એક્સચેંજ ફાઈલિંગમાં કંપનીએ કહ્યુ કે નવા પ્લાંટની ક્ષમતા 12,000 ટન પ્રતિ મહિના રહેશે. જ્યાં ઑર્ગાફીડની કુલ ક્ષમતા 14,400 ટન પ્રતિ મહીના છે, જ્યારે કડપ્પા સંયંત્રની ક્ષમતા 2,400 ટન પ્રતિ મહિનો છે.

    Trade Spotlight| મંગળવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

    બ્રોકરેજ કંપનીની સલાહ

    તેની પહેલા, ક્રેડિટ રેટિંગ એજેંસી ICRA એ ડોડલા ડેરીની દીર્ધકાલિક અને અલ્પકાલિક બેંક સુવિધાઓને સ્થિર રેટિંગ આપ્યા હતા. એજેન્સીએ કહ્યું કે "આ રેટિંગ વાળી સિક્યોરિટીઝને નાણાકીય જવાબદારીઓની સમયસર સેવાને લગતા ઉચ્ચ સ્તરની સલામતી માનવામાં આવે છે. આવી સિક્યોરિટીઝ ખૂબ જ ઓછી ક્રેડિટ રિસ્ક ધરાવે છે."

    કંપનીના ક્વાર્ટર 1 પરિણામ વિશે

    જુનમાં સમાપ્ત ક્વાર્ટર1 માં કંપનીની વર્ષ દર વર્ષના આધાર પર કંસોલિડેટેડ આવક 15 ટકા વધી. જ્યારે પહેલા ક્વાર્ટરના વર્ષના આધાર પર વ્યાજ, કર, ઘસારો અને એબિટડા 34 ટકા વધીને 60.3 કરોડ રૂપિયા થઈ ગયા.

    કંપનીના વિશે

    તેલંગાના સ્થિત કંપની અન્ય ઉત્પાદકોના સિવાય તાજા દૂધ, માખણ, ધી, પનીર, દહીં, આઈસ્ક્રીમ જેવા દુધ ઉત્પાદકોની એક વિસ્તૃત શ્રૃંખલા રજુ કરે છે. કંપનીની 5 રાજ્યોમાં ખરીદ કેંદ્ર છે અને પ્રોડક્ટ 11 માં ખરીદી માટે ઉપલબ્ધ છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 04, 2023 1:15 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.