ટાટા ગ્રુપની આ કંપનીના રોકાણકારોને જલસા, મળશે પ્રતિ શેર 75 રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ, ફટાફટ નોંધી લો રેકોર્ડ ડેટ | Moneycontrol Gujarati
Get App

ટાટા ગ્રુપની આ કંપનીના રોકાણકારોને જલસા, મળશે પ્રતિ શેર 75 રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ, ફટાફટ નોંધી લો રેકોર્ડ ડેટ

શેરબજારના રોકાણકારો માટે ખુશખબર! ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની Tata Elxsi નાણાકીય વર્ષ 2025-26 માટે 75 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. સાથે જ Trent પણ 6 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. જાણો બંનેની રેકોર્ડ ડેટ અને સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 04:01:30 PM Jun 05, 2026 પર
Story continues below Advertisement
ટાટા એલેક્સી ઓટોમોટિવ, હેલ્થકેર, બ્રોડકાસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન જેવી ઇન્ડસ્ટ્રીઝને ટેક્નોલોજી અને ડિઝાઇન સર્વિસ પૂરી પાડે છે.

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને સારા ડિવિડન્ડ આપતા શેરોની શોધમાં છો, તો તમારા માટે એક શાનદાર સમાચાર છે. ટાટા ગ્રુપની દિગ્ગજ આઈટી અને ડિઝાઇન કંપની ટાટા એલેક્સી  તેના શેરધારકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. કંપનીએ પોતાના રોકાણકારોને તગડું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

પ્રતિ શેર મળશે 75 રૂપિયાનું ડિવિડન્ડ

ટાટા એલેક્સીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના શેરધારકોને 75 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ નાણાકીય વર્ષ 2025 માં પણ રોકાણકારોને 75 રૂપિયાનું જ ડિવિડન્ડ આપ્યું હતું. આ શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.

ડિવિડન્ડની મહત્વની તારીખો નીચે મુજબ 

રેકોર્ડ ડેટ: ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 10 જૂન નક્કી કરવામાં આવી છે. એટલે કે, આ તારીખ સુધી જે રોકાણકારોના ડિમેટ ખાતામાં શેર હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે.


AGM ની તારીખ: ફાઇનલ ડિવિડન્ડ પર મંજૂરી મેળવવા માટે 24 જૂનના રોજ કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાશે.

પેમેન્ટ ડેટ: AGM માં મંજૂરી મળ્યા બાદ, 30 જૂન અથવા તે પછી રોકાણકારોના બેંક ખાતામાં ડિવિડન્ડના પૈસા જમા થઈ જશે.

કેવું છે Tata Elxsi નું પરફોર્મન્સ?

ટાટા એલેક્સી ઓટોમોટિવ, હેલ્થકેર, બ્રોડકાસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન જેવી ઇન્ડસ્ટ્રીઝને ટેક્નોલોજી અને ડિઝાઇન સર્વિસ પૂરી પાડે છે. BSE 500 ઇન્ડેક્સનો ભાગ રહેલા આ શેરની કિંમત છેલ્લા એક વર્ષમાં 34 ટકા ઘટી છે. 5 જૂનના રોજ BSE પર તેનો ભાવ 4299.90 રૂપિયા રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 26700 કરોડ રૂપિયાથી વધુ છે. આ શેરનો 52 સપ્તાહનો હાઈ 6733.50 રૂપિયા અને લો 3945 રૂપિયા છે. નોંધનીય છે કે, કંપની વર્ષ 2008 થી સતત ડિવિડન્ડ ચૂકવી રહી છે.

માર્ચ 2026 ક્વાર્ટરના પરિણામો

કંપનીના નાણાકીય રિપોર્ટ પર નજર કરીએ તો, માર્ચ 2026 ના અંત સુધીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 43.90 ટકા હતી. જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીની આવક 993.8 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે તેનો શુદ્ધ નફો (Net Profit) 220.4 કરોડ રૂપિયા નોંધાયો હતો. આખા નાણાકીય વર્ષ 2026 ની વાત કરીએ તો કુલ આવક 3757.42 કરોડ રૂપિયા અને નફો 628.43 કરોડ રૂપિયા રહ્યો હતો.

ટાટા ગ્રુપની ટ્રેન્ટ કંપની પણ આપશે ડિવિડન્ડ

ટાટા એલેક્સી ઉપરાંત, ટાટા ગ્રુપના ફેશન અને લાઈફસ્ટાઈલ બિઝનેસ સાથે જોડાયેલી કંપની ટ્રેન્ટ પણ રોકાણકારોને કમાણી કરાવી રહી છે. ટ્રેન્ટ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 6 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપશે. આ માટેની રેકોર્ડ ડેટ 12 જૂન નક્કી કરાઈ છે. 23 જૂને AGM માં મંજૂરી મળ્યા બાદ 26 જૂન અથવા તે પછી ડિવિડન્ડ ચૂકવાશે.

આ ઉપરાંત કંપનીએ હાલમાં જ બોનસ શેર પણ આપ્યા છે. જેની રેકોર્ડ ડેટ 4 જૂન હતી. કંપનીએ રોકાણકારોને દર 2 શેર પર 1 નવો શેર બોનસ તરીકે આપ્યો છે. બોનસને કારણે શેરના ભાવ એડજસ્ટ થતાં તે અગાઉના ક્લોઝિંગ કરતા 33 ટકા નીચે જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, પ્રખ્યાત બ્રાન્ડ્સ Zudio, Westside અને Star આ ટ્રેન્ટ કંપની હેઠળ જ આવે છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.

આ પણ વાંચો-Closing Bell : RBI પોલિસીના દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 117 પોઇન્ટ તૂટ્યો-નિફ્ટી 23370ની નીચે બંધ, બેન્કિંગ શેરોમાં તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Jun 05, 2026 4:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.