જસ્ટ ડાયલના Q1 પરિણામો જાહેર થતા જ શેરમાં 19% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો નફો 166.2 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. જાણો શેરબજારની લેટેસ્ટ અપડેટ.
નાણાકીય વર્ષ 2027 ની શરૂઆત કંપની માટે અત્યંત સારી રહી છે. કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે, મહામારી પછીના સમયગાળાને બાદ કરીએ તો, છેલ્લા એક દાયકામાં રેવન્યુમાં આ સૌથી ઝડપી ત્રિમાસિક વધારો છે.
લોકલ સર્ચ એન્જિન તરીકે જાણીતી કંપની જસ્ટ ડાયલના રોકાણકારો માટે 13 જુલાઈનો દિવસ બમ્પર કમાણીનો રહ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ કે એજ્યુકેશન જેવી અલગ-અલગ સર્વિસ માટે માહિતી પૂરી પાડતી આ કંપનીના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે. એપ્રિલ-જૂન 2026 ના ત્રિમાસિક પરિણામો સારા આવતા જ રોકાણકારોએ ખુશ થઈને ભારે ખરીદી કરી છે. પરિણામે, BSE પર શેરનો ભાવ 18.6 ટકા ઉછળીને 669.70 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
Q1 પરિણામોમાં કંપનીનું શાનદાર પ્રદર્શન
નાણાકીય વર્ષ 2027 ની શરૂઆત કંપની માટે અત્યંત સારી રહી છે. કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે, મહામારી પછીના સમયગાળાને બાદ કરીએ તો, છેલ્લા એક દાયકામાં રેવન્યુમાં આ સૌથી ઝડપી ત્રિમાસિક વધારો છે.
આવક: જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે લગભગ 10 ટકા વધીને 327.47 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા તે 297.86 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક ધોરણે પણ તેમાં 6.6 ટકાનો વધારો થયો છે.
ચોખ્ખો નફો : કંપનીના નફામાં 4.1 ટકાનો વધારો નોંધાયો છે. જૂન 2025 માં કંપનીનો નફો 159.65 કરોડ રૂપિયા હતો, જે જૂન 2026 માં વધીને 166.2 કરોડ રૂપિયા થઈ ગયો છે.
EBITDA: કંપનીનો EBITDA 1.1 ટકાના ગ્રોથ સાથે 87.4 કરોડ રૂપિયા નોંધાયો છે, જ્યારે EBITDA માર્જિન 26.7 ટકા રહ્યું છે.
પ્લેટફોર્મ પર કેવો રહ્યો યુઝર ટ્રાફિક?
જૂન 2026 ક્વાર્ટરમાં યુનિક વિઝિટર્સના આધારે જસ્ટ ડાયલનો કુલ ટ્રાફિક 19.29 કરોડ નોંધાયો છે. જોકે, ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં તેમાં 0.2 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. પ્લેટફોર્મના ટ્રાફિકમાં સૌથી મોટો હિસ્સો મોબાઈલનો છે.
મોબાઇલ પ્લેટફોર્મનો ફાળો: 86.5 ટકા
ડેસ્કટોપ/PC નો ફાળો: 10.6 ટકા
વોઇસ પ્લેટફોર્મનો ફાળો: 2.9 ટકા
શેરબજારમાં જસ્ટ ડાયલની મજબૂત પકડ:
છેલ્લા 2 અઠવાડિયાની અંદર જ જસ્ટ ડાયલનો શેર 25 ટકા જેટલો ચડ્યો છે.
હાલમાં કંપનીનું માર્કેટ કેપ 5600 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ કંપનીનો શેર BSE 1000 ઇન્ડેક્સનો એક મહત્વનો ભાગ છે. માર્ચ 2026 ના અંત સુધી કંપનીમાં પ્રમોટર્સની 74.15 ટકા હિસ્સેદારી હતી.
BSE પર આ શેરનો 52 સપ્તાહનો એડજસ્ટેડ હાઈ 957.70 રૂપિયા અને લો 486.05 રૂપિયા રહ્યો છે.
ટોપ લેવલ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર
કંપનીમાં હાલ ટોપ લેવલે કેટલાક મોટા ફેરફારો થઈ રહ્યા છે. જસ્ટ ડાયલના ફાઉન્ડર, MD અને CEO વી.એસ.એસ. મણિ 31 જુલાઈ 2026 થી પોતાની એક્ઝિક્યુટિવ ભૂમિકામાંથી રાજીનામું આપશે. તેમની જગ્યાએ દિનકર અયિલાવરપુને 10 જુલાઈથી CEO-ડેઝિગ્નેટ બનાવવામાં આવ્યા છે અને તેઓ 1 ઓગસ્ટ 2026 થી નવા CEO તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત, દિનેશ તલુજાએ 11 જુલાઈથી કંપનીના નવા CFO તરીકેની જવાબદારી સંભાળી લીધી છે.
ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)