KEC ઇન્ટરનેશનલના શેરમાં જોરદાર ઉછાળો, વિવિધ સેગમેન્ટમાં ₹1007 કરોડના ઓર્ડર મળ્યા | Moneycontrol Gujarati
Get App

KEC ઇન્ટરનેશનલના શેરમાં જોરદાર ઉછાળો, વિવિધ સેગમેન્ટમાં ₹1007 કરોડના ઓર્ડર મળ્યા

KEC International: વિવિધ સેગમેન્ટમાં 1007 કરોડ રૂપિાના ઓર્ડર મળ્યા. સિવિલ સેગમેન્ટમાં ભારતમાં મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલ બાંધવાનો ઓર્ડર મળ્યો. ડિઝાઈન, એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શનની જવાબદારી રહેશે.

અપડેટેડ 03:39:22 PM Aug 21, 2023 પર
Story continues below Advertisement
KEC ઇન્ટરનેશનલના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    KEC International Share Price: KEC ઇન્ટરનેશનલના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીને વિવિધ સેગમેન્ટમાં રૂપિયા 1007 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે. જેમાં ભારતમાં મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલ બાંઘવાનો ઓર્ડર પણ મળ્યો છે.

    KEC ઇન્ટરનેશનલને નવા ઑર્ડર મળ્યા

    વિવિધ સેગમેન્ટમાં 1007 કરોડ રૂપિાના ઓર્ડર મળ્યા. સિવિલ સેગમેન્ટમાં ભારતમાં મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલ બાંધવાનો ઓર્ડર મળ્યો. ડિઝાઈન, એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શનની જવાબદારી રહેશે. મધ્ય એશિયાથી 380 kV ઓવરહેડ ટ્રાન્સમિશનનો ઓર્ડર મળ્યો. ભારત અને વિદેશીમાં વિવિધ પ્રકારના કેબલ સપ્લાયના ઓર્ડર મળ્યા. કુલ ઓર્ડર ઈનટેક 15% વધીને 5500 કરોડ રૂપિયા પર પહોંચ્યા.


    KEC ઈન્ટરનેશનલના MD અને CEO સાથે ચર્ચા

    KEC ઈન્ટરનેશનલના MD અને CEO વિમલ કેજરીવાલનું કહેવુ છે કે L1ની સાથે 35000 કરોડ રૂપિયાની ઓર્ડર બૂક છે. મધ્ય પૂર્વ એશિયા અને અમેરિકાથ ટ્રાન્સમિશન ઓર્ડર મળ્યા છે. ભારતમાં ટ્રાન્સમિશનમાં સારા એવા ઓર્ડર મળ્યા છે. આ વર્ષે સિવિલમાં 50%નો ગ્રોથ જોવા મળી શકે છે. 20000 કરોડ રૂપિયા કરતા વધુની આવક આ વર્ષે જોવા મળશે.

    KEC ઈન્ટરનેશનલ શેર પ્રાઈઝ

    આજે એટલે કે 21 ઓગસ્ટ 2023 ની બપોરે 03:22 વાગ્યે એનએસઈ પર આ શેર 4.53 ટકા કે 28.30 અંક ઊપર 652.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 699 રૂપિયા અને 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર 397.60 રૂપિયા રહ્યા છે. આજે ઈંટ્રાડેમાં કંપનીના શેર અત્યાર સુધી 647.30 ના લો અને 674.90 ના હાઈના સ્તરે પહોંચ્યા છે.

    F&O Manual: ઘરેલૂ બજાર લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યુ, જાણો શું કહે છો ઑપ્શનના ડેટા

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 21, 2023 3:27 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.