LIC F&O Ban: ટ્રેડર્સ માટે મોટા સમાચાર, LICના શેરમાં કોલ-પુટ ટ્રેડિંગ બંધ, જાણો F&O બેન લિસ્ટમાં કેમ મુકાયો આ શેર | Moneycontrol Gujarati
Get App

LIC F&O Ban: ટ્રેડર્સ માટે મોટા સમાચાર, LICના શેરમાં કોલ-પુટ ટ્રેડિંગ બંધ, જાણો F&O બેન લિસ્ટમાં કેમ મુકાયો આ શેર

શેરબજારમાં F&O ટ્રેડિંગ કરતા લોકો માટે અગત્યના સમાચાર! NSE એ દેશની સૌથી મોટી વીમા કંપની LIC ને બેન લિસ્ટમાં મૂકી છે. જાણો કોલ-પુટ કેમ બંધ થયું અને આ બેન ક્યારે હટશે.

અપડેટેડ 03:47:19 PM Aug 05, 2026 પર
Story continues below Advertisement
જ્યારે કોઈપણ શેર F&O બેન લિસ્ટમાં આવે છે, ત્યારે ટ્રેડર્સ તેમાં કોઈ નવો ફ્યુચર કોન્ટ્રાક્ટ ખરીદી શકતા નથી અને ઓપ્શન્સમાં નવો કોલ કે પુટ (Call-Put) પણ લઈ શકતા નથી.

LIC F&O Ban: જો તમે શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરો છો અને દેશની સૌથી મોટી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની LICના શેરમાં કોઈ નવી પોઝીશન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોભી જવાની જરૂર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જએ LICના શેરને F&O ની બેન લિસ્ટમાં મૂકી દીધો છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બેન શું છે, કેમ લાગ્યો અને રોકાણકારો પર તેની શું અસર થશે.

બેન લિસ્ટમાં આવવાનો અર્થ શું થાય?

જ્યારે કોઈપણ શેર F&O બેન લિસ્ટમાં આવે છે, ત્યારે ટ્રેડર્સ તેમાં કોઈ નવો ફ્યુચર કોન્ટ્રાક્ટ ખરીદી શકતા નથી અને ઓપ્શન્સમાં નવો કોલ કે પુટ પણ લઈ શકતા નથી.

જૂની પોઝીશનનું શું? - જો તમે પહેલાથી જ LIC માં કોઈ F&O પોઝીશન લીધેલી છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી જૂની પોઝીશન ક્લોઝ કરી શકો છો, માત્ર નવી એન્ટ્રી નહીં મળે.

કેશ માર્કેટમાં લે-વેચ ચાલુ-ખાસ ધ્યાન રાખો કે બેન માત્ર F&O માટે છે. LIC ના શેરોની રોકડ બજારમાં સામાન્ય ખરીદ-વેચાણ રાબેતા મુજબ ચાલુ જ છે.


શું ઈન્ડેક્સ પર બેન લાગે? ના, F&O બેન લિસ્ટમાં માત્ર વ્યક્તિગત સ્ટોક્સને જ મુકવામાં આવે છે. નિફ્ટી કે બેંક નિફ્ટી જેવા 'ઇન્ડેક્સ' ક્યારેય બેન લિસ્ટમાં આવતા નથી.

LIC પર આ રોક કેમ લગાવવામાં આવી?

કોઈપણ શેર પર બેન લાગવા પાછળ ઓપન ઈન્ટરેસ્ટ અને માર્કેટ વાઈડ પોઝીશન લિમિટ જવાબદાર હોય છે.

OI શું છે? - માર્કેટમાં જેટલા પણ ફ્યુચર અને ઓપ્શનના કોન્ટ્રાક્ટ એવા છે જે હજુ સુધી સેટલ નથી થયા (એટલે કે ખુલ્લા છે), તેની કુલ સંખ્યાને ઓપન ઈન્ટરેસ્ટ કહેવાય છે.

નિયમ શું કહે છે? -જ્યારે કોઈ સ્ટોકનો OI તેની નિર્ધારિત MWPL લિમિટના 95% ની પાર પહોંચી જાય છે, ત્યારે એક્સચેન્જ તાત્કાલિક અસરથી તેના નવા કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ લગાવી દે છે. LIC ના કિસ્સામાં પણ આવું જ થયું છે.

MWPL કઈ રીતે નક્કી થાય છે?

આ લિમિટ નક્કી કરવા માટે બે ગણતરી થાય છે

ગયા કેલેન્ડર મહિનામાં રોજિંદા ટ્રેડ થયેલા સરેરાશ શેરોના 30 ગણા.પ્રમોટર્સ સિવાયના અન્ય શેરહોલ્ડર્સ પાસે રહેલા શેરોના 20%.આ બંનેમાંથી જે આંકડો નાનો હોય, તેને જ કંપનીનો MWPL માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો લિમિટ 1 કરોડ શેરોની હોય અને ખુલ્લા કોન્ટ્રાક્ટ 95 લાખ પર પહોંચી જાય, તો શેર બેન લિસ્ટમાં જતો રહે છે.

આ બેન હવે ક્યારે હટશે?

આ પ્રતિબંધ કાયમી નથી હોતો. હવે ટ્રેડર્સ જેમ જેમ પોતાની જૂની પોઝીશન કાપતા જશે તેમ ઓપન ઈન્ટરેસ્ટ ઘટતો જશે. જ્યારે LIC નો ઓપન ઈન્ટરેસ્ટ ઘટીને MWPL ના 80% ની નીચે આવી જશે, ત્યારે જ તેને બેન લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવશે અને નવું ટ્રેડિંગ ફરી શરૂ થશે.

આવી કડકાઈ શા માટે જરૂરી છે?

બ્રોકરેજ ફર્મ એન્જલ વનના જણાવ્યા અનુસાર, જ્યારે F&O માર્કેટમાં કોઈ શેરની લિમિટ 95% ની નજીક પહોંચે, ત્યારે તેમાં સટ્ટાખોરીનું જોખમ બહુ વધી જાય છે. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી કોઈ શેરનો ભાવ ડેરીવેટીવ્ઝ માર્કેટની આંધળી સટ્ટાખોરીથી નહીં, પરંતુ વાસ્તવિક ડિમાન્ડ અને સપ્લાયના આધારે જ નક્કી થાય.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 05, 2026 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.