LIC Housing Financeનો શેર ગગડ્યો, Q1 પરિણામો જાહેર થાય તે પહેલા જ 3%નો કડાકો, જાણો શું છે કારણ? | Moneycontrol Gujarati
Get App

LIC Housing Financeનો શેર ગગડ્યો, Q1 પરિણામો જાહેર થાય તે પહેલા જ 3%નો કડાકો, જાણો શું છે કારણ?

LIC Housing Financeના જૂન ક્વાર્ટરના પરિણામો આજે જાહેર થવાના છે. પરંતુ રિઝલ્ટ પહેલા જ શેરમાં 3% નો મોટો કડાકો જોવા મળ્યો છે. જાણો માર્કેટની નજર કઈ બાબતો પર છે અને કેવો રહ્યો છે શેરનો ઈતિહાસ.

અપડેટેડ 02:05:19 PM Jul 30, 2026 પર
Story continues below Advertisement
અગાઉ 20 જુલાઈના રોજ કંપનીએ શેરબજારોને જાણ કરી હતી કે સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ પરિણામો પર વિચારણા કરવા માટે 30 જુલાઈએ બોર્ડ મીટિંગ યોજાશે.

LIC Housing Finance: દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. કંપની આજે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના (એપ્રિલ-જૂન 2026) પરિણામો જાહેર કરવાની છે. જોકે, આ પરિણામોની જાહેરાત થાય તે પહેલાં જ શેરબજારમાં કંપનીના શેરમાં ભારે વેચવાલી અને ગભરાટ જોવા મળ્યો છે.

પરિણામો પહેલાં શેરમાં 3% નો કડાકો

આજના ટ્રેડિંગ સેશનમાં LIC Housing Finance ના શેર પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વેચવાલી એટલી હદે હતી કે નીચલા સ્તરેથી ખરીદીનો ટેકો મળવા છતાં શેર સંપૂર્ણપણે રિકવર થઈ શક્યો ન હતો.ઇન્ટ્રા-ડે કારોબાર દરમિયાન આ શેર 3.04% તૂટીને 536.60 રૂપિયા સુધી ગગડી ગયો હતો. હાલમાં BSE પર આ શેર 1.95% ના ઘટાડા સાથે 542.60 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. હવે જ્યારે કંપનીના સત્તાવાર પરિણામો જાહેર થશે, ત્યારે જ શેરની આગામી દિશા નક્કી થશે.

માર્કેટની નજર કઈ બાબતો પર રહેશે?

અગાઉ 20 જુલાઈના રોજ કંપનીએ શેરબજારોને જાણ કરી હતી કે સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ પરિણામો પર વિચારણા કરવા માટે 30 જુલાઈએ બોર્ડ મીટિંગ યોજાશે. જોકે, ડિવિડન્ડ અંગે કોઈ દરખાસ્ત મૂકવામાં આવશે કે નહીં, તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી ન હતી.


જૂન ક્વાર્ટરના પરિણામો પર માર્કેટની ખાસ નજર છે, કારણ કે,, બોન્ડ યીલ્ડ વધવાના કારણે કંપનીઓ માટે બજારમાંથી ઉધાર લેવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં અત્યારે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે, જેના કારણે કંપનીના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર ભારે દબાણ જોવા મળી શકે છે.

માર્ચ 2026 ક્વાર્ટરમાં કેવું હતું પરફોર્મન્સ?

પાછલા નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2026) ની વાત કરીએ તો,,,વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ નફો 8.68% વધીને 1,492.54 કરોડ રૂપિયા થયો હતો. ક્રેડિટ કોસ્ટમાં થયેલા ઘટાડાથી નફાને ટેકો મળ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક 1.25% ઘટીને 7,211.92 કરોડ રૂપિયા રહી હતી. ઓપરેટિંગ લેવલ પર કંપનીનો EBITDA પણ 0.13% ઘટીને 6,748.61 કરોડ રૂપિયા નોંધાયો હતો.

છેલ્લા 1 વર્ષમાં શેરની સફર કેવી રહી?

LIC Housing Finance ના શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને ખાસ્સો ઝટકો આપ્યો છે. ગયા વર્ષે 30 જુલાઈ 2025 ના રોજ BSE પર આ શેર 600.00 રૂપિયાના ભાવે હતો, જે તેનું 1 વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ હતું. આ ટોચના સ્તરેથી શેર સતત તૂટતો રહ્યો અને માત્ર 8 મહિનામાં જ 23.49% ગગડીને 23 માર્ચ 2026 ના રોજ 459.05 રૂપિયાના સ્તરે આવી ગયો હતો, જે તેનું 52 સપ્તાહનું સૌથી નીચલું સ્તર છે.

આ પણ વાંચો-Mahindra & Mahindra Q1 Results: પરિણામો પહેલાં જ શેરમાં 2%નો ઉછાળો, જાણો આ ક્વાર્ટરમાં કેવું રહેશે કંપનીનું પરફોર્મન્સ?

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 30, 2026 2:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.