મીડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે Crude Oil Pricesમાં ઉછાળો આવ્યો છે. આ સાથે Global Uncertainty વધતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો Inflation અને Global Interest Rates અંગેની ચિંતાઓ વધારી શકે છે. તેની અસર Emerging Markets પર પણ પડી શકે છે. Geopolitical Tensions વધુ વધવાની આશંકા વચ્ચે રોકાણકારોએ Market Exposure ઘટાડ્યું છે, જેના કારણે Volatility પણ વધી છે.
આ ઘટાડો લગભગ તમામ સેક્ટરમાં જોવા મળ્યો હતો. Auto, IT અને FMCG Stocksમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી, જ્યારે Energy Stocksએ આ ટ્રેન્ડથી વિપરીત મજબૂતી દર્શાવી.
Market Outlook: ખરાબ ગ્લોબલ સંકેતો અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બુધવારે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ અને સમગ્ર સેશન દરમિયાન ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. જોકે, નીચલા સ્તરેથી ખરીદારી પરત ફરતા બજારે નુકસાનમાં થોડી રિકવરી કરી હતી.
નિફ્ટી 23,858ના સ્તરે ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન 23,786.80ની નીચી સપાટી સુધી સરકી ગયો હતો. ત્યારબાદ લગભગ 100 પોઈન્ટની રિકવરી સાથે નિફ્ટી 141.35 પોઈન્ટ એટલે કે 0.59 ટકા ઘટીને 23,914.45 પર બંધ થયો હતો.
સેન્સેક્સ પણ આજે ભારે વોલેટાઈલ રહ્યો હતો. ઇન્ડેક્સ 76,471.32 પર ખુલ્યો અને 76,135.72ની નીચી સપાટી બનાવી હતી. જોકે, નીચલા સ્તરેથી 400થી વધુ પોઈન્ટની રિકવરી બાદ સેન્સેક્સ 373.93 પોઈન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 76,570.35 પર બંધ થયો હતો.
કયા શેરોમાં સૌથી વધુ ઘટાડો?
નિફ્ટીમાં આયશર મોટર્સ, વિપ્રો, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ અને M&Mના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેરોમાં તેજી રહી હતી. કોલ ઈન્ડિયા લગભગ 4 ટકા વધીને ટોપ ગેઇનર્સમાં રહ્યું હતું.
ઓટો, IT અને મીડિયા સેક્ટરમાં ભારે વેચવાલી
એનર્જી અને ઓઈલ એન્ડ ગેસને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ઓટો, IT અને મીડિયા સેક્ટરમાં 1.2થી 1.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બ્રોડર માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા ઘટ્યો હતો.
બજાર પર અમેરિકા-ઈરાન તણાવ ઉપરાંત કાચા તેલના ઊંચા ભાવ અને વધતી ગ્લોબલ બોન્ડ યીલ્ડ્સનું પણ દબાણ રહ્યું હતું. કાચા તેલના ભાવમાં તેજીથી ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે મોંઘવારી અને આયાત બિલ અંગે ચિંતા વધી છે.
LKP Securitiesના સિનિયર ટેકનીકલ એનાલિસ્ટ રૂપક ડેનું કહેવું છે કે Gap-Down શરૂઆત બાદ Niftyમાં દિવસ દરમિયાન રિકવરી જોવા મળી હતી, પરંતુ ઇન્ડેક્સ અંતે ઘટાડા સાથે બંધ થયો. સતત વેચવાલીના દબાણ વચ્ચે Nifty હવે તેના Rising Channelની નીચે આવી ગયો છે.
દિવસ દરમિયાન થોડી રિકવરી છતાં બજારમાં નબળાઈ યથાવત રહી હતી. શોર્ટ ટર્મમાં મંદીનું વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે. જ્યાં સુધી Nifty 24,000ની નીચે રહેશે ત્યાં સુધી ઉછાળા પર વેચવાલીની રણનીતિ અપનાવવી યોગ્ય રહી શકે છે. નીચેની તરફ Nifty 23,700-23,730 સુધી ઘટી શકે છે.
Bank Nifty Outlook: 56,800-56,700 મહત્વનો સપોર્ટ
SBI Securitiesના ટેક્નિકલ એન્ડ ડિરિવેટીવ રિસર્ચ હેડ સુદીપ શાહના જણાવ્યા અનુસાર, બેંક નિફ્ટી ગેપ ડાઉન સાથે ખુલ્યો અને સમગ્ર સેશન દરમિયાન મર્યાદિત રેન્જમાં રહ્યો. અંતે ઇન્ડેક્સ 0.41% ઘટીને 57,172 પર બંધ થયો.
ગેપ-ડાઉન ઓપનિંગના કારણે ઓગસ્ટના 1,246 પોઈન્ટના કંસોલિડેશન રેંજમાંથી બ્રેકડાઉન જોવા મળ્યો હતો. જોકે, નીચલા સ્તરે આવેલી ખરીદીએ ઇન્ડેક્સને રિકવર કરવામાં મદદ કરી અને તે ફરી ઓગસ્ટની ટ્રેડિંગ રેંજમાં બંધ થયો. બેંક નિફ્ટીનો સ્થિર એડીએક્સ સૂચવે છે કે હાલમાં તેમાં કોઈ ખાસ વોલેટીલીટી અથવા ડાયરેક્શનલ સ્ટ્રેન્થ જોવા મળી રહી નથી.
બેંક નિફ્ટી માટે તાત્કાલિક Support 56,800-56,700 ઝોનમાં છે, જે 200-Day EMA સાથે પણ મેળ ખાય છે. જો ઇન્ડેક્સ આ ઝોનની નીચે ટકી રહે છે, તો ઘટાડો પહેલા 56,400 અને ત્યારબાદ 56,000 સુધી વધી શકે છે. ઉપરની તરફ 57,500-57,600 ઝોન તાત્કાલિક રેસિસ્ટંટ તરીકે કામ કરી શકે છે.
Nifty Outlook: 23,800 તૂટ્યું તો 23,600 સુધી ઘટાડો શક્ય
Religare Brokingના એસવીપી, રિસર્ચ અજીત મિશ્રાએ જણાવ્યું કે નબળા ગ્લોબલ ક્યૂઝ અને વધતા જીયોપોલિટીકલ ટેશન્સ વચ્ચે બુધવારે ભારતીય બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ગેપ-ડાઉન સાથે ખુલ્યા બાદ વિવિધ સેક્ટરમાં વેચવાલી વધતાં ઘટાડો વધુ ઊંડો બન્યો.
જોકે, છેલ્લા એક કલાકમાં આવેલી રિકવરીથી થોડું નુકસાન ભરપાઈ થયું અને Nifty અંતે 0.50%થી વધુના ઘટાડા સાથે 23,914.45 પર બંધ થયો. Sensex પણ લગભગ 0.49% ઘટીને 76,570.35 પર બંધ રહ્યો.
Auto, IT અને FMCG શેરોમાં સૌથી વધુ દબાણ
આ ઘટાડો લગભગ તમામ સેક્ટરમાં જોવા મળ્યો હતો. Auto, IT અને FMCG Stocksમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી, જ્યારે Energy Stocksએ આ ટ્રેન્ડથી વિપરીત મજબૂતી દર્શાવી. બોર્ડર માર્કેટ પર પણ દબાણ રહ્યું હતું. Midcap અને Smallcap Indices લગભગ અડધા ટકા ઘટ્યા હતા, જે બજારમાં વધતી સાવચેતીનો સંકેત છે.
Crude Oil અને Geopolitical Tensionથી વધ્યું દબાણ
મીડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે Crude Oil Pricesમાં ઉછાળો આવ્યો છે. આ સાથે Global Uncertainty વધતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો Inflation અને Global Interest Rates અંગેની ચિંતાઓ વધારી શકે છે. તેની અસર Emerging Markets પર પણ પડી શકે છે. Geopolitical Tensions વધુ વધવાની આશંકા વચ્ચે રોકાણકારોએ Market Exposure ઘટાડ્યું છે, જેના કારણે Volatility પણ વધી છે.
23,800 મહત્વનું લેવલ, તૂટ્યું તો 23,600 સુધી ઘટાડો
Technical Outlook મુજબ, તાજેતરના ઘટાડાથી Nifty 23,800ના મહત્વના Support Zoneની નજીક પહોંચી ગયો છે. જો આ લેવલ તૂટે છે તો ઘટાડો વધીને 23,600 સુધી જઈ શકે છે. ઉપરની તરફ અગાઉનું 24,000નું Support Level હવે Immediate Resistance તરીકે કામ કરી શકે છે. જો રિકવરી થાય તો 24,150 આગામી મહત્વનું Resistance બની શકે છે. વધતી Volatility અને Global Uncertainty વચ્ચે નિષ્ણાતોએ સાવચેતી રાખવાની, Position Size ઘટાડવાની અને Risk Management પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.