ભારતીય શેરબજારમાં 29 એપ્રિલે તેજીનો માહોલ રહ્યો. સેન્સેક્સ 610 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટી 24,150 ની સપાટી વટાવી ગયો છે. ઓટો અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોએ ભારે ખરીદી કરી.
આજના કારોબારમાં સૌથી વધુ આકર્ષણ ઓટો સેક્ટરમાં જોવા મળ્યું હતું. ઓટો ઇન્ડેક્સ 2% થી વધુ વધ્યો છે. ખાસ કરીને મારૂતિ સુઝુકી અને ફોર્સ મોટર્સના શેર 4% સુધી ઉછળ્યા હતા.
Closing Bell : ભારતીય શેરબજારમાં બુધવારે રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. મે વાયદા સીરીઝની શરૂઆત ખૂબ જ મજબૂત રહી છે. દિવસના અંતે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ પોઝિટિવ નોટ પર બંધ થયા છે. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઉછળીને 24,150 ની સપાટી વટાવી ગયો છે, જ્યારે સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે.
બજારની આજની સ્થિતિ
કારોબારના અંતે સેન્સેક્સ 610 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં પણ સારી ખરીદી જોવા મળી, જે 24,150 ના સ્તરની ઉપર સ્થિર થયો છે. બજારમાં વોલેટિલિટી દર્શાવતો ઇન્ડેક્સ 'INDIA VIX' પણ 5% થી વધુ ઘટીને 17 ની નજીક આવી ગયો છે, જે બજાર માટે સારા સંકેત છે.
ઓટો અને ડિફેન્સ શેરોમાં તેજીની લહેર
આજના કારોબારમાં સૌથી વધુ આકર્ષણ ઓટો સેક્ટરમાં જોવા મળ્યું હતું. ઓટો ઇન્ડેક્સ 2% થી વધુ વધ્યો છે. ખાસ કરીને મારૂતિ સુઝુકી અને ફોર્સ મોટર્સના શેર 4% સુધી ઉછળ્યા હતા. આ ઉપરાંત રક્ષા મંત્રાલય હેઠળની કંપનીઓ એટલે કે ડિફેન્સ શેરોમાં પણ રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી. FMCG, IT અને ફાર્મા સેક્ટરમાં પણ સારી રોનક જોવા મળી હતી. જોકે, મેટલ અને NBFC શેરો પર આજે થોડું દબાણ જોવા મળ્યું હતું.
બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ઓટો, FMCG અને રિયલ્ટી ઇન્ડેક્સમાં લગભગ 1% નો વધારો થયો હતો. IT, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓઇલ-ગેસ સેક્ટરમાં 0.5% ની મામૂલી તેજી રહી હતી. બીજી તરફ, PSU બેંક, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 0.5% થી 1% સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેણે બજારની કુલ તેજી પર થોડી બ્રેક લગાવી હતી.
મિડકેપ અને સ્મોલકેપમાં મજબૂતી
Broad Marketની વાત કરીએ તો, નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 0.6% નો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.5% ની તેજી રહી હતી. આ બંને ઇન્ડેક્સે આજે ફરી એકવાર મુખ્ય ઇન્ડેક્સ કરતા વધુ સારું પ્રદર્શન (Outperform) કર્યું છે.