મિડ-ડે મૂડઃ મંદ લેવાલીની ઈન્ડેક્સમાં વચ્ચે સાંકડી રેન્જમાં વધઘટ
વૈશ્વિક બજારોમાં પણ ચિત્ર સરખુ હતું અને આંશિક વધારો જ થયો હતો. બપોર સુધીમાં સેન્સેક્સ 61.04 પોઈન્ટ્સ (0.09 ટકા) વધીને 65,057.64ના સ્તરે અને નિફ્ટી 29.50 પોઈન્ટ્સ (0.15 ટકા) વધીને 19,335.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કુલ 1,899 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1141 કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને 114 કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા
બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં મંગળવારે સાંકડી રેન્જમાં ટ્રેડિંગ થઈ રહ્યુ હતું અને નિફ્ટી50 19,350-19,370 ઝોનમાં તીવ્ર પ્રતિકારનો સામનો કરી રહ્યા હતા. મોટા ભાગના ક્ષેત્રોમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થઈ રહ્યુ હતું. ફક્ત મેટલ્સ અને રિયલ્ટીમાં લેવાલી જોવા મળી હતી.
વૈશ્વિક બજારોમાં પણ ચિત્ર સરખુ હતું અને આંશિક વધારો જ થયો હતો. બપોર સુધીમાં સેન્સેક્સ 61.04 પોઈન્ટ્સ (0.09 ટકા) વધીને 65,057.64ના સ્તરે અને નિફ્ટી 29.50 પોઈન્ટ્સ (0.15 ટકા) વધીને 19,335.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કુલ 1,899 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1141 કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને 114 કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા.
મોટા ભાગના એનાલિસ્ટોનો અંદાજ છે કે ઈન્ટ્રાડેમાં રેસિસટન્સ 19,350ની આસપાસ રહેશે અને વધારામાં 19,400-19,450નું સ્તર જોવા મળશે.
રેલિગેર બ્રોકિંગના ટેકનિકલ રિસર્ચના એસવીપી અજિત મિશ્રાએ કહ્યું કે બજારના ઘટાડાએ થાક ખાધો છે અને ટ્રેડર્સનું વલણ હજી પણ નેગેટિવ છે. જ્યારે ક્ષેત્રવાર સૂચકાંકોમાં બંને બાજુએ સારી તક છે તેથી યોગ્ય શૅર્સની પસંદગી કરીને હેજ જાળવી રાખવુ જોઈએ.
ફાર્મા અને પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતું. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ આંશિક ઘટાડે અને નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો. બીજી બાજુ મેટલ શૅર્સમાં સારા પ્રમાણમાં લેવાલી જોવા મળી હતી. જેમાં હિન્દાલકો બે ટકા જેટલા પ્લસમાં ટ્રેડ થઈ રહ્યો હતો.
સત્ર દરમિયાન યુપીએલનો શૅર બે ટકા પ્લસમાં હતો કારણ કે વિદેશી બ્રોકરેજ કંપની એચએસબીસીએ કહ્યું કે સ્ટોકમાં ઘટાડો થવાથી અને ભાવ સ્થિર થવાથી કંપનીની સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિકવરીની સંભાવના છે.
બ્લુ ચીપ શૅર્સમાં ભારતી એરટેલ સૌથી વધુ દોઢ ટકા જેટલો ઘટ્યો હતો. લાર્જ ડિલના લીધે શૅરમાં ઘટાડો થયો હતો. કુલ 1.1 કરોડ શૅર્સનું ડિલ થયુ હતું, જે કંપનીનો 0.2 ટકા ઈક્વિટી હિસ્સો દર્શાવે છે. ડિલનું મૂલ્ય 922.8 કરોડ રૂપિયા હતું અને સરેરાશ ભાવ પ્રતિ શૅર 852.9 હતો.
એપીએલ અપોલો ટ્યુબ્સમાં બ્લોક ડિલમાં 1.5 ટકા ઈક્વિટીનો સમાવેશ હતો. સત્ર દરમિયાન શૅર ત્રણ ટકા જેટલો ઘટ્યો હતો. ટ્રાન્ઝેક્શનમાં અન્ય સહભાગીઓ કોણ છે તેની જાણ હજી થઈ નહોતી.
જોકે, સ્મોલ અને મિડ કેપ શૅર્સની કામગીરી લાર્જ કેપમાં સારી રહી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 0.6 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો.