નિફ્ટી 22,550 ની નીચે ખૂલ્યો, સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, કોટક બેંક અને ડૉ. રેડ્ડીઝ પર નજર | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી 22,550 ની નીચે ખૂલ્યો, સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, કોટક બેંક અને ડૉ. રેડ્ડીઝ પર નજર

ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.28-1.48% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. જ્યારે ફાર્મા પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ 09:37:30 AM Oct 26, 2026 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.25 ટકા ઘટાડાની સાથે 54,149.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 22550 ની નીચે છે અને સેન્સેક્સ 72,890 પર છે. સેન્સેક્સે 233 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 97 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.76 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.03 ટકા લપસીને કારોબાર કરી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 233.78 અંક એટલે કે 0.32% ના ઘટાડાની સાથે 72,890.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 97.85 અંક એટલે કે 0.43% ટકા ઘટીને 22,502.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.28-1.48% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.25 ટકા ઘટાડાની સાથે 54,149.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, ટાટા કંઝ્યુમર, એશિયન પેન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, હિંડાલ્કો, આઈશર મોટર્સ અને ટીએમપીવી 1.74-6.10 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, જેએસડબ્લ્યૂ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, મેક્સ હેલ્થકેર, બીએસઈ અને સિપ્લા 0.35-3.20 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં એયુ સ્મોલ ફાઈનાન્સ, ક્રિસિલ, કેસ્ટ્રોલ, બંધન બેંક, બેન્ક ઑફ ઈન્ડિયા, પ્રિમિયર એનર્જી અને પૂનાવાલા ફાઈનાન્સ 3.96-8.24 ટકા સુધી ઘટાડો છે. જ્યારે બ્રૂકફિલ્ડ આરઈઆઈટી, એપીએલ અપોલો, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિઝ, ઈન્ડિયન રિન્યૂ, ઈપ્કા લેબ્સ, અંજતા ફાર્મા અને ગ્લેનમાર્ક 0.86-2.08 ટકા વધારો છે.

સ્મૉલકેપ શેરોમાં રેમ્કો સિસ્ટમ, વાલિન્ટ કોમર્સ, માસ્ટેક, શુક્રા ફાર્મા, અતુલ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ અને ટ્રેક્સન ટેક 6.6-9.51 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પરમનેન્ટ મેગનેટ્સ, અતુલ સ્ટેમ્પિંગ, પીપીએલ, અપોલો મિક્રો સિસ્ટમ અને હાઈ એનર્જી 7.44-20.00 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 26, 2026 9:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.