ઓલા ઇલેક્ટ્રિકનો માર્કેટમાં દબદબો, પણ શેર ખરીદતા પહેલા કંપનીના આ પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર્સ ખાસ જાણી લો | Moneycontrol Gujarati
Get App

ઓલા ઇલેક્ટ્રિકનો માર્કેટમાં દબદબો, પણ શેર ખરીદતા પહેલા કંપનીના આ પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર્સ ખાસ જાણી લો

જૂન ક્વાર્ટરના પરિણામો બાદ ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ઓલાનો શેર ખરીદવો કે નહીં? જાણો કંપનીના ફાયદા, નુકસાન અને લેટેસ્ટ માર્કેટ અપડેટ.

અપડેટેડ 12:14:37 PM Aug 10, 2026 પર
Story continues below Advertisement
જૂન ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ ખોટ વાર્ષિક ધોરણે 428 કરોડ રૂપિયાથી ઘટીને 336 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉના ક્વાર્ટરમાં આ ખોટ 500 કરોડ રૂપિયા હતી, તેમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે.

જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ આજે ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં નબળા સેન્ટિમેન્ટને કારણે શેર ધડામ દઈને પટકાયો હતો, પરંતુ બાદમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી પણ જોવા મળી છે. માર્કેટમાં કંપનીનો દબદબો અને ખોટમાં થયેલો ઘટાડો રોકાણકારો માટે રાહતના સમાચાર લાવ્યા છે.

આજે બીએસઈ પર ઓલા ઇલેક્ટ્રિકનો શેર 2.05% ના ઘટાડા સાથે 40.23 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન જિયો-પોલિટિકલ ટેન્શન અને વેચવાલીના દબાણને કારણે શેર 6.06% તૂટીને 38.58 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, ત્યાંથી 6.25% ની જોરદાર રિકવરી આવતા તે ફરી 40.99 રૂપિયા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. જો તમે આ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેના લેટેસ્ટ પરિણામની પોઝિટિવ અને નેગેટિવ વાતો ખાસ જાણી લેવી જોઈએ.

ઓલા ઇલેક્ટ્રિકના પરિણામની પોઝિટિવ વાતો

જૂન ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ ખોટ વાર્ષિક ધોરણે 428 કરોડ રૂપિયાથી ઘટીને 336 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉના ક્વાર્ટરમાં આ ખોટ 500 કરોડ રૂપિયા હતી, તેમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. ઓપરેટિંગ લેવલ પર પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. EBITDA ખોટ 281 કરોડ રૂપિયાથી ઘટીને 165 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 45.05% ઘટીને 455 કરોડ રૂપિયા રહી છે, પરંતુ ત્રિમાસિક ધોરણે (QoQ) તેમાં 71.70% નો જંગી ઉછાળો નોંધાયો છે (265 કરોડથી 455 કરોડ).

જૂન ક્વાર્ટરમાં વાહનોની ડિલિવરી લગભગ બમણી થઈને 39,192 યુનિટ્સ થઈ ગઈ છે. ત્રિમાસિક ધોરણે રજિસ્ટ્રેશનમાં પણ 97% નો જંગી વધારો થયો છે. (જ્યારે સમગ્ર ઇવી ટુ-વ્હીલર માર્કેટનો ગ્રોથ માત્ર 17% રહ્યો હતો). ઓલાનો માર્કેટ શેર માર્ચ ક્વાર્ટરના 5.1% થી વધીને જૂન ક્વાર્ટરમાં 8.4% થઈ ગયો છે. કંપનીના પરિણામની સૌથી સારી વાત 30.5% નું ગ્રોસ માર્જિન છે. આ દર્શાવે છે કે પ્રોડક્ટ લેવલ પર કોઈ મોટી સમસ્યા નથી, માત્ર ઓપરેટિંગ ખર્ચને કારણે પ્રોફિટ પર દબાણ છે.


પરિણામની નેગેટિવ વાતો

કંપનીની ખોટ ઓછી થઈ છે તે સારી વાત છે, પરંતુ વાર્ષિક ધોરણે રેવેન્યુમાં થયેલો ઘટાડો રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. ખોટ ઘટી છે, છતાં પણ તે ઘણી વધારે છે. કંપની ભવિષ્યમાં તેને પૂરી કરવા શું રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે. ટીવીએસ, બજાજ અને એથર જેવી દિગ્ગજ કંપનીઓની ટક્કર વચ્ચે ઓલા ધીમે ધીમે વધી રહી છે. પરંતુ યાદ રહે કે 2024માં ઓલા પાસે ઇવી માર્કેટનો 35% થી વધુ હિસ્સો હતો, જે ઐતિહાસિક આંકડા કરતા અત્યારે ઘણો ઓછો છે.

અત્યાર સુધી કેવી રહી છે શેરની ચાલ?

માર્ચ મહિનાના રેકોર્ડ નીચલા સ્તરેથી શેરમાં સારી એવી રિકવરી આવી છે, છતાં આઇપીઓ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. 9 ઓગસ્ટ 2024 ના રોજ આ શેર 76 રૂપિયાના ભાવે માર્કેટમાં એન્ટર થયો હતો. લિસ્ટિંગના થોડા જ દિવસોમાં (20 ઓગસ્ટ 2024) શેર 157.53 રૂપિયાના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો.

જોકે, ત્યારબાદ આ હાઈ લેવલથી શેરમાં એવો કડાકો બોલ્યો કે રોકાણકારો હજુ સુધી નુકસાનીમાંથી બહાર આવી શક્યા નથી. 2 વર્ષ કરતા ઓછા સમયમાં આ શેર 86.54% તૂટીને 2 માર્ચ 2026 ના રોજ 21.21 રૂપિયાના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો. હાલમાં આ નીચલા સ્તરેથી રિકવરી ચોક્કસ આવી છે, પરંતુ રેકોર્ડ હાઈ લેવલ સુધી પહોંચવું હજુ ખૂબ જ દૂર છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો-Share Market News: શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સ-નિફ્ટી દબાણમાં; જાણો કયા 4 કારણોથી બજાર તૂટ્યું અને 3 બાબતોએ આપ્યો સપોર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2026 12:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.